બર્લિન ખાતે પ્રિયંકા ચોપરાએ કરી PM મોદી સાથે મુલાકાત

Written By:
Subscribe to Oneindia News

બોલિવૂડ અને હોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ મંગળવારે બર્લિન, જર્મનીમાં પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. પ્રિયંકા ચોપરા પોતાની હોલિવૂડ ફિલ્મ બેવૉચના પ્રમોશન માટે બર્લિન પહોંચી હતી. અહીં અચાનક જ તેની મુલાકાત પીએમ મોદી સાથે થઇ હતી. પ્રિયંકાએ પોતાના આફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ મુલાકાતની તસવીરો શેર કરી છે.

priyanka chopra narendra modi

પીએમ મોદી હાલ 6 દિવસના વિદેશ પ્રવાસે છે, જે હેઠળ તેઓ જર્મની, સ્પેન, રશિયા અને ફ્રાન્સની મુલાકાત લેનાર છે. મંગળવારે તેમના આ પ્રવાસનો પહેલો દિવસ હતો, જે હેઠળ તેઓ જર્મની પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે પ્રિયંકા સાથે મુલાકાત કરી હતી.

પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર આ તસવીરો શેર કરતાં નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે અને લખ્યું છે, તમારા વ્યસ્ત શિડ્યુલમાંથી ટાઇમ કાઢી મને મળવા બદલ આભાર.

English summary
Bollywood and Hollywood actress Priyanka Chopra met PM Modi in Berlin, Germany.
Please Wait while comments are loading...