પ્રિયંકા ચોપરાએ ફરી એક વખત બોલિવૂડમાં જૂથબંધીની વાત છેડી, જાણો શું કહ્યું?
બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા છેલ્લા કેટલાક સમયથી બોલિવૂડ પર તેના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ તેને બોલિવૂડમાં તેને બેન કરવા પર નિવેદન આપ્યુ હતું. હમણા જ તે તેના પતિ અને પુત્રી પણ મુંબઈ આવી હતી. જો કે હવે તેને અમેરિકા પહોંચી ફરીથી નિવેદન આપીને ચર્ચા છેડી છે. બોલિવૂડમાં સાઈડ લાઈન થવા મુદ્દે પ્રિયંકાએ વાત કરી અને સ્પષ્ટ કર્યું કે તેણે બધાને માફ કરી દીધા છે પરંતુ તે કંઈ ભૂલી નથી.

અભિનેત્રી પ્રિયંકા ચોપરા અમેરિકામાં તેની પ્રાઇમ વિડિયો સિરિઝ સિટાડેલની એક ખાસ ઇવેન્ટ માટે પહોંચી હતી. અહીં તેને તેના બોલિવૂડ કરિયર વિશે વાત કરી હતી. આ દરમિયાન પ્રિયંકા સાથે એક્ટર રિચર્ડ મેડન પણ હાજર હતા.
પ્રિયંકાના આ નિવેદને બોલિવૂડમાં ફિલ્મ ઉદ્યોગની કામગીરી, તેની આંતરિક રાજનીતિ અને ગેટકીપિંગ વિશે સોશિયલ મીડિયા પર ચર્ચા છેડી છે. આ પહેલા પણ પ્રિયંકા આવા ઘણા મુદ્દાઓ પર બોલી ચૂકી છે. જેના પર ઘણા સેલેબ્સે પોતાની પ્રતિક્રિયા પણ આપી છે.
અહીં ગેમ ઓફ થ્રોન્સ સ્ટાર રિચર્ડ મેડન સાથે હાજર હતા ત્યારે પ્રિયંકા ચોપરાને પૂછવામાં આવ્યું કે તેણે હવે બોલિવૂડમાં તેના અનુભવ વિશે વાત કરવાનું કેમ પસંદ કર્યું? આ સવાલનો જવાબ આપતા પ્રિયંકાએ જણાવ્યુ કે, જ્યારે હું પોડકાસ્ટ પર હતી ત્યારે મને મારા જીવનની સફર વિશે પૂછવામાં આવ્યું. હું મારી જર્નીની વાસ્તવિકતા વિશે વાત કરી રહી હતી. મને લાગે છે કે હવે હું મારા જીવનના તે તબક્કા વિશે વાત કરવા સહજ છું.
અહીં પ્રિયંકાએ ઉમેર્યું કે, મને લાગે છે કે હું અત્યારે જ્યાં છું તે હું જે અનુભવું છું તે વ્યક્ત કરવાનો યોગ્ય સમય છે. મને લાગે છે કે જે બન્યું તેની સાથે મારો ઉતાર-ચડાવ વાળો સંબંધ હતો, પછી મેં માફ કરી દીધા. હું લાંબા સમય પહેલા આગળ વધી અને મેં મારી શાંતિ બનાવી લીધી. મને લાગે છે કે રક્ષિત જગ્યામાં તેના વિશે ખુલ્લેઆમ વાત કરવી મારા માટે સરળ હતી.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં પ્રિયંકા ચોપરાએ કોઈનું નામ લીધા વગર કહ્યું હતું કે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેને વિરોધનો સામનો કરવો પડ્યો, કારણ કે લોકોએ તેને ફિલ્મોમાં કાસ્ટ કરવાનું બંધ કરી દીધું હતું, જેના કારણે તે પશ્ચિમમાં જવા મજબુર થવુ પડ્યુ.
તેના પોડકાસ્ટ આર્મચેર એક્સપર્ટ પર ડેક્સ શેફર્ડ સાથે વાત કરતા પ્રિયંકાએ કહ્યું કે, તેને બોલિવૂડમાં કોર્નર કરી દેવાઈ હતી. પ્રિયંકાની આગામી પ્રાઇમ વિડિયો સિરિઝ સિટાડેલ એક મહત્વાકાંક્ષી જાસૂસી ડ્રામા છે, જેનું પ્રીમિયર 28 એપ્રિલે આવી રહ્યું છે.












Click it and Unblock the Notifications
