6 વર્ષ પછી બોલિવૂડમાં ધમાકેદાર એન્ટ્રી કરશે પ્રિયંકા ચોપરા? સંજય લીલા ભણસાલીની ફિલ્મથી કરશે કમબેક!

Priyanka Chopra Comeback in Bollywood: બોલીવુડની પ્રિયંકા ચોપરાએ હવે હોલીવુડમાં પણ પોતાની મજબૂત છાપ છોડી દીધી છે. અભિનેત્રી છેલ્લે બોલિવૂડ ફિલ્મ 'ધ સ્કાય ઇઝ પિંક'માં જોવા મળી હતી. હવે એવા અહેવાલો છે કે, અભિનેત્રી 6 વર્ષ બાદ ફરી બોલિવૂડમાં વાપસી કરવા જઈ રહી છે. પ્રિયંકા ચોપરા ફરી એકવાર સંજય લીલા ભણસાલીની ફિલ્મમાં પોતાની અભિનય કુશળતા બતાવશે.

Priyanka Chopra

શું પ્રિયંકા ચોપરા 'Love And War'માં જોવા મળશે?

અહેવાલ મુજબ, પ્રિયંકા ચોપરા ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'લવ એન્ડ વોર'માં જોવા મળી શકે છે. આ ફિલ્મમાં અભિનેત્રીનો એક ડાન્સ નંબર હશે. જોકે, પ્રિયંકા ચોપરા અને નિર્માતાઓએ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. સંજય લીલા ભણસાલીની આ ફિલ્મ રણબીર, આલિયા અને વિક્કી કૌશલ જેવી મોટી સ્ટારકાસ્ટ સાથે બનવા જઈ રહી છે.

આ પહેલા પ્રિયંકા ચોપરાએ ભણસાલી માટે 'રામ ચાહે લીલા' ફિલ્મમાં પોતાના અદભૂત મૂવ્સ બતાવ્યા હતા. આ સોગ બ્લોકબસ્ટર રહ્યું હતું. આજે પણ ફેન્સે આ સોંગ ખૂબ જ પસંદ છે તેથી અભિનેત્રી સંજયની ફિલ્મ 'લવ એન્ડ વોર'માં ડાન્સનો જલવો બતાવે છે તો ફેન્સ માટે કોઈ ટ્રીટથી ઓછું નહીં હોય. જોકે આ સમાચાર અંગે કોઈ માહિતી સામે આવી નથી તે નિર્માતા અને અભિનેત્રીના નિવેદન બાદ જ સામે આવશે.

પ્રિયંકા ચોપરા વિદેશમાં શિફ્ટ થઈ

તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરા વર્ષ 2015માં અમેરિકા શિફ્ટ થઈ ગઈ હતી. ત્યારથી અભિનેત્રીએ બોલિવૂડમાં ફક્ત બે ફિલ્મોમાં કામ કર્યું છે. તે છેલ્લે ધ સ્કાય ઇઝ પિંકમાં જોવા મળી હતી. આ ફિલ્મ વર્ષ 2019માં રિલીઝ થઈ હતી. પ્રિયંકાએ અમેરિકન સિંગર નિક જોનાસ સાથે લગ્ન કર્યા છે. બંને એક પુત્રીના માતાપિતા છે. આ કપલે તેનું નામ માલતી મેરી જોનાસ રાખ્યું છે. ઘણીવાર બંને ફેન્સ સાથે તેમની પુત્રી સાથેની સુંદર તસવીરો અને વીડિયો શેર કરતા રહે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X