પ્રિયંકા ચોપડાએ જણાવી હેપ્પી મેરેજનુ સિક્રેટ, નિક જોનસને ખુશ કરવા માટે કરે છે આ કામ

પ્રિયંકા ચોપડાના લગ્નનુ સિક્રેટ શું છે. આના પર હાલમાં જ વૉગ ઑસ્ટ્રેલિયાને આપેલા ઈન્ટરવ્યુમાં ગ્લોબલ આઈકન પ્રિયંકા ચોપડાએ જવાબ આપ્યો.

નિક જોનસ અને પ્રિયંકા ચોપડા પાવરફૂલ કપલ છે. તેમના લગ્નને બે વર્ષ વીતી ગયા છે તેમછતાં આજે પણ પ્રેમ એટલો જ છે, બંનેની લવ સ્ટોરી રોજ જોવા મળે છે. બંને એકબીજા પ્રત્યે સોશિયલ મીડિયા પર પ્રેમ વ્યક્ત કરતા રહે છે. આ કેમેસ્ટ્રીને જોઈને ઘણી વાર લોકોને સવાલ થાય છે કે છેવટે પ્રિયંકા ચોપડાના લગ્નનુ સિક્રેટ શું છે. આના પર હાલમાં જ વૉગ ઑસ્ટ્રેલિયાને આપેલા ઈન્ટરવ્યુમાં ગ્લોબલ આઈકન પ્રિયંકા ચોપડાએ જવાબ આપ્યો. પ્રિયંકાએ એ પણ જણાવ્યુ કે ગુડ મેરેજ પાછળ શું રાઝ છે અને તેના ગ્રાન્ડ લગ્નની તૈયારીઓ કેવી રીતે થઈ હતી.

પ્રિયંકાએ જણાવ્યુ સિક્રેટ

પ્રિયંકાએ જણાવ્યુ સિક્રેટ

પ્રિયંકા ચોપડા અને નિક જોનસ રાજસ્થાનના જોધપુરમાં ડિસેમ્બર 2018માં લગ્નના બંધનમાં બંધાયા હતા. બંનેના લગ્નનો સમારંભ થયો અને પછી રિસેપ્શન પણ આયોજિત થયુ. આજે પણ પ્રિયંકાના લગ્નની સુંદર પળો સૌને યાદ છે. પ્રિયંકા-નિકના લગ્નના ફોટો પણ જોરદાર વાયરલ થયા. નિક સાથે પોતાના કેમેસ્ટ્રી વિશે પ્રિયંકા કહે છે કે ગુડ મેરેજ પાછળ માત્ર અને માત્ર એક સિક્રેટ છે વાતચીત. કપલ વચ્ચે વાતચીત થાય, પરસ્પર સમજદારી હોય કો લગ્ન આપોઆપ સુંદર બની જાય છે.

નિક સાથે ખૂબ જ સમય પસાર કરે

નિક સાથે ખૂબ જ સમય પસાર કરે

પ્રિયંકાએ જણાવ્યુ કે તે નિક સાથે ખૂબ જ સમય પસાર કરે છે, દરેક વસ્તુ શેર કરે છે અને બંને એકબીજા સાથે વીતાવેલ દરેક પળને ખૂબ એન્જૉય કરે છે. એટલુ જ નહિ પ્રિયંકાને વર્લ્ડના સૌથી સુંદર લગ્ન વિશે પૂછવામાં આવ્યુ તો તેણે કહ્યુ કે તેની પાસે સમય ઓછો હતો. બધુ બે મહિનાની અંદર કરવાનુ હતુ પરંતુ નિર્ધારિત સમયની અંદર એક પરફેક્ટ લગ્ન કર્યા.

10 વર્ષનો તફાવત છે પ્રિયંકા અને નિક વચ્ચે

10 વર્ષનો તફાવત છે પ્રિયંકા અને નિક વચ્ચે

પ્રિયંકા ચોપડા અને નિક જોનસે જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં લગ્ન કર્યા હતા. હિંદુ રીતિ રિવાજ ઉપરાંત ક્રિશ્ચિયન રીવાજ પણ બંનેના લગ્નમાં નિભાવવામાં આવ્યા હતા. પ્રિયંકા ચોપડાનુ દિલ પોતાનાથી 10 વર્ષ નાના અમેરિકન સિંગર નિક જોનસ પર આવી ગયુ. બંનેએ એકબીજાને ડેટ કર્યા અને જલ્દી લગ્નનો નિર્ણય લઈ લીધો.

પ્રિયંકા-નિકની કેમેસ્ટ્રી

પ્રિયંકા-નિકની કેમેસ્ટ્રી

પ્રિયંકા અને નિકની કેમેસ્ટ્રી ઘણી વાર સોશિયલ મીડિયા પર જોવા મળે છે. બંને એકબીજા સાથેના ફોટા અને પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરે છે. હાલમાં જ નિક જોનસ સાથે પ્રિયંકા ચોપડાએ ઈન્ટરનેશનલ અવૉર્ડ શોમાં રેડ કાર્પેટ પર ધમાલ મચાવી. તે પતિ સાથે જોવા મળી. તે શોની પ્રેઝન્ટર પણ રહી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X