સલમાનની ‘ભારત' રિજેક્ટ કરીને હવે આ સુપરસ્ટાર સાથે ફિલ્મ કરશે પ્રિયંકા
પ્રિયંકા ચોપડા હોલિવુડ સુપરસ્ટાર ક્રિસ પ્રેટ સાથે Cowboy Ninja Viking નામની ફિલ્મમાં જોવા મળશે.
જ્યારથી પ્રિયંકા ચોપડાએ સલમાન ખાનની 'ભારત' રિજેક્ટ કરી છે ત્યારથી જ ચર્ચા હતી કે પ્રિયંકા નિક જોનસ સાથે લગ્ન કરવાની છે એટલા માટે તેણે ફિલ્મ છોડી. પરંતુ તમને જણાવી દઈએ કે લગ્ન નહિ પરંતુ પ્રિયંકાએ પોતાના આગામી હોલિવુડ પ્રોજેક્ટ માટે ભારત ફિલ્મ રિજેક્ટ કરી છે. પ્રિયંકા ચોપડા હોલિવુડ સુપરસ્ટાર ક્રિસ પ્રેટ સાથે Cowboy Ninja Viking નામની ફિલ્મમાં જોવા મળશે.

ક્રિસ સાથે રોમાન્સ કરતી દેખાશે
ક્રિસ પ્રેટ હોલિવુડના મોટા સ્ટાર છે જેને આપણે એવેન્જર્સ ઈન્ફિનિટી વોર, જુરાસિક વર્લ્ડ, ગાર્ડિયન્સ ઓફ ધ ગેલેક્સી, ઝીરો ડાર્ક થર્ટી, પેસેન્જર્સ જેવી ફિલ્મોમાં જોયા છે. સૂત્રોની માનીએ તો Cowboy Ninja Viking માં પ્રિયંકા મહત્વની ભૂમિકામાં જોવા મળશે અને ક્રિસ સાથે રોમાન્સ કરતી દેખાશે.
હવે કારણ સ્પષ્ટ છે કે પ્રિયંકા ચોપડાએ ‘ભારત'થી કેમ અંતર બનાવી લીધુ. સૂત્રો અનુસાર ભારતમાં સલમાન-પ્રિયંકા બાદ પણ ઘણા કલાકારોની એન્ટ્રી થવા લાગી. ત્યારબાદ પ્રિયંકાને લાગ્યુ કે તેનુ મહત્વ ઓછુ થઈ શકે છે. પ્રિયંકા હવે ફરહાન અખ્તર સાથે સોનાલી બોસની ફિલ્મમાં જોવા મળવાની છે.

પ્રિયંકા ચોપડાએ કેમ છોડી ફિલ્મ
પ્રિયંકાએ જ્યારે સ્ક્રીપ્ટ વાંચી હતી ત્યારે તે એક કપલની કહાની હતી જે પ્રેમમાં હોય છે, લગ્ન કરે છે. તેમનું જીવન આગળ વધે છે અને સાથે જ ફ્લેશબેકમાં ઘણુ જોવા મળે છે. પરંતુ જેમ જેમ ફિલ્મની તૈયારીઓ આગળ વધવા લાગી, ફિલ્મમાં બીજી કાસ્ટ પણ જોડાવા લાગી. પ્રિયંકા ચોપડા બાદ... ફિલ્મમાં દિશા પટની, તબ્બુ, નૂર ફતેહીને પણ જોડવામાં આવ્યા.

રેસ 3 ના બની જાય ફિલ્મ
પ્રિયંકા ચોપડા આ ફિલ્મથી કમબેક કરવાની હતી. માટે તે ફિલ્મમાં આટલા મોટા કાસ્ટ સાથે આવવા નહોતી ઈચ્છતી. પ્રિયંકાને એવુ લાગ્યુ કે ક્યાંક ભારતમાં તેની સાથે એવુ ના થાય જેવુ રેસ 3 માં જેકલીન સાથે થયુ હતુ. ડેઝી, બોબી, સાકિબ... બધા સામે જેકલીનની ભૂમિકા ઠંડી પડી ગઈ. તે સલમાન-જેકલીનની ફિલ્મ નહિ... પરંતુ મલ્ટી સ્ટારર ફિલ્મ લાગી રહી હતી.

છોડી દીધી ફિલ્મ
આ જ કારણોસર તેણે ફિલ્મમાંથી નીકળી જવાનું જ ઠીક માન્યુ... કારણકે તે કોઈ મલ્ટી સ્ટારર ફિલ્મથી બોલિવુડમાં કમબેક કરવા માંગતી નહોતી. જો કે હવે પ્રિયંકાની જગ્યા કેટરીના કૈફે લઈ લીધી છે.

ફરહાન અખ્તર સાથે ફિલ્મ
પ્રિયંકા ચોપડાની આગામી ફિલ્મ ફરહાન અખ્તર સાથે છે. જેનુ શૂટિંગ શરૂ થઈ ચૂક્યુ છે. ફિલ્મની નિર્દેશક શોનાલી બોસ છે.

હોલિવુડ પ્રોજેક્ટ
હવે પ્રિયંકાના હાથમાં આ મોટી હોલિવુડ ફિલ્મ પણ લાગી છે. ક્યાંકને ક્યાંક ભારત છોડવુ તેના માટે નુકશાનનો સોદો ના રહ્યો.

બોલિવુડ કમબેક
જો કે પ્રિયંકા ચોપડાને કોઈ મોટી બોલિવુડ ફિલ્મનો હિસ્સો બને ઘણો લાંબો સમય થઈ ગયો છે. આના કારણે તેની બોલિવુડ કેરિયરમાં હોલ્ટ આવી ગયો છે. હવે તેને એક ધમાકેદાર કમબેકની જરૂર છે.












Click it and Unblock the Notifications
