પ્રિયંકા ચોપડાને પતિ નિક પાસેથી મળી 2.7 કરોડ રૂપિયાની ગિફ્ટ, કિસ કરીને બોલી- લવ યૂ બેબી

પ્રિયંકા ચોપડાને પતિ નિક પાસેથી મળી 2.7 કરોડ રૂપિયાની ગિફ્ટ

મુંબઈઃ પ્રિયંકા ચોપડાને પતિ નિક જોનસ પાસેથી એક ખાસ ગિફ્ટ મળી છે. જેની જાણકારી ખુદ પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર આપી છે. નિકે પ્રિયંકાને એક લગ્ઝુરિયસ કાર મર્સિડિઝ-મેબૈક ગિફ્ટ કરી છે. જેની કિંમત 2.7 કરોડ રૂપિયા છે. આ કારની સામે નિકને કિસ કરતો એક ફોટો પ્રિયંકાએ શેર કરીને જણાવ્યું કે નિક પાસેથી ગિફ્ટ મળી.

ગીત હિટ થવા પર પત્નીને આપી ગિફ્ટ

ગીત હિટ થવા પર પત્નીને આપી ગિફ્ટ

નિક જોનસે પોતાનું ગીત હિટ થયા બાદ પ્રિયંકાને આ કાર ગિફ્ટમાં આપી છે. પ્રિયંકાએ ઈન્સ્ટા પર લખ્યું,- જબ હસબન્ડ નંબર 1 પર આતા હૈ તબ વાઈફ કો કાર મિલતી હૈ. આઈ લવ યૂ બેબી, બેસ્ટ હસબન્ડ એવર. નિક જોનસનો મ્યૂઝિક આલબમ સકર બિલબોર્ડના હૉટ 100 સોંગ્સ ચાર્ટમાં નંબર વન પર આવી ગયું છે.

આલ્બમ પણ કર્યો શેર

આલ્બમ પણ કર્યો શેર

નીકનો આ મ્યુઝિક વિડિયો 'સકર' હાલમાં જ રિલીઝ થયો હતો. જોનસ બ્રધર્સનો આલ્બમ 'સકર' દુનિયાભરમાં ધૂમ મચાવી રહ્યો છે. જોનાસ બ્રધર્સનું આ સોન્ગે ટૉપ ચાર્ટમાં જગા બનાવી છે. આ ગીતની સફળતાથી પ્રિયંકા પણ ખુશ છે. પ્રિયંકા ચોપડાએ થોડા દિવસો પહેલા જોનાસ બ્રધ્સના મ્યૂઝિક આલબમ 'સકર'ને શેર પણ કર્યો હતો.

સ્કાઈ ઈઝ પિંકમાં બિઝી છે પ્રિયંકા

સ્કાઈ ઈઝ પિંકમાં બિઝી છે પ્રિયંકા

પ્રિયંકા ચોપડા હાલ ફિલ્મ ધી સ્કાઈ ઈઝ પિંકનું શૂટિંગ પૂરું કર્યા બાદ તેના પ્રમોશનની તૈયારીમાં છે. આ ફિલ્મ મુંબઈ, લંડન, અંદામાન અને નિકોબાર આઈલેન્ડ પર શૂટ થઈ. ફિલ્મમાં પ્રિયંકા ચોપડાની સાથે ફરહાન અખ્તર, જાયરા વસીમ અને રોહિત સરાફ છે. દિલ્હીમાં પોતાના ભીઈની સગાઈમાં સામેલ થવા હાલમાં દિલ્હી આવી હતી. સોમવારે તેઓ મુંબઈથી અમેરિકા ગયા હોવાના અહેવાલ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X