Pics : પલકના અવાજે પ્રિયંકા કરશે કૅબરે ડાન્સ!
મુંબઈ, 8 જુલાઈ : ગુન્ડે ફિલ્મ માટે તાજેતરમાં જ પ્રિયંકા ચોપરા ઉપર એક કૅબરે ડાન્સ શૂટ કરાયું છે. આ ગીતનું ડબિંગ તાજેતરમાં જ કરાયં છે અને હવે આ કૅબરે ગીતનું શૂટિંગ થઈ રહ્યું છે. છેલ્લા ત્રણ દિવસોથી આ ગીતનું શૂટિંગ શરૂ થયું છે અને દિગ્દર્શક જફરે જણાવ્યું છે કે ગીતનું શૂટિં હજી ત્રણ દિવસ ચાલશે. સૂત્રોના જણાવ્યા મુજબ આ ગીત પલક મુંચાલે ગાયું છે. જોકે આ ગીત અંગે પલકે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો છે, કારણ કે યશ રાજ ફિલ્મ્સ દ્વારા તેમને આ અંગે કઈ પણ કહેવાનો ઇનકાર કર્યો છે.
પલક મુંચાલનો અવાજ આશિકી 2 ફિલ્મમાં ખૂબ જ પસંદ કરાયો અને આ ફિલ્મના ગીતોએ પલકને બૉલીવુડમાં એક નવી ઓળખ આપી છે. ફિલ્મના ગીતો એટલા પસંદ પડ્યાં લોકોને કે પલકને હવે એક પછી એક મોટી ઑફર્સ મળી રહી છે. પલક આ વાતથી ખૂબ જ ખુશ છે કે તેમણે પ્રિયંકા ચોપરા માટે અવાજ આપ્યો છે, પરંતુ પલક મુંચાલ આ ગીત અંગે કઈ પણ ખુલાસો કરવા તૈયાર નથી.
પ્રિયંકાના કૅબરે ડાન્સ અંગે સાંભળી સૌ આતુર છે કે આખરે કૅબરે ડાન્સ કરતાં પ્રિયંકા ચોપરા કેવા દેખાશે. તેમના ફૅન્સ તેમના આ નવા અવતારને જોવા આતુર છે. પ્રિયંકાએ તાજેતરમાં જ રિલીઝ થયેલી શૂટઆઉટ એટ વડાલામાં બૉલીવુડ કૅરિયરમાં પ્રથમ વાર આયટમ સૉંગ કર્યુ હતું અને હવે તેઓ કૅબરે ડાન્સ કરતાં નજરે પડશે.

પ્રથમ આયટમ સૉંગ
પ્રિયંકા ચોપરાએ બૉલીવુડ કૅરિયરમાં પહેલું આયટમ સૉંગ બબલી બદમાશ હૈ... શૂટઆઉટ એટ વડાલામાં કર્યુ હતું.

દ્વિઅર્થી ગીત પસંદ નથી
પ્રિયંકા સમક્ષ જ્યારે બબલી બદમાશ હૈ... આયટમ સૉંગ ઑફર કરાયું, ત્યારે તેમની શરત હતી કે ગીતમાં દ્વિઅર્થી બોલ ન હોવા જોઇએ.

કૅબરે ડાન્સ
પ્રિયંકા હવે ગુન્ડે ફિલ્મમાં કૅબરે ડાન્સ કરતાં નજરે પડશે.

પલકે આપ્યો અવાજ
કૅટરીના કૈફ સાથે બૉલીવુડમાં સિંગિંગ કૅરિયર શરૂ કરનાર પલક મુંચાલે ગુન્ડેના કૅબરે ડાન્સ ધરાવતાં ગીત માટે પોતાનો અવાજ આપ્યો છે.

રણવીર-અર્જુન સાથે
ગુન્ડે ફિલ્મમાં પ્રિયંકા ચોપરા, અર્જુન કપૂર અને રણવીર સિંહ એક સાથે કામ કરી રહ્યાં છે. ઇરફાન ખાને મુખ્ય ભૂમિકા ભજવી છે. આદિત્ય ચોપરા નિર્મિત ગુન્ડેના દિગ્દર્શક અબ્બાસ જફર છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
