બોયફ્રેન્ડ નિક જોનસ સાથે ટૂંક સમયમાં સાત ફેરા ફરશે પ્રિયંકા

પ્રિયંકા ચોપડા ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહી છે અને એટલા માટે તેણે ‘ભારત' ફિલ્મમાંથી પોતાના હાથ પાછા ખેંચી લીધા છે.

દેસી ગર્લ પ્રિયંકા ચોપડા ઘણા સમય બાદ બોલિવુડ ફિલ્મમાં પાછી આવવાની હતી. પ્રિયંકા સલમાન ખાન સાથે અલી અબ્બાસ જફરની ફિલ્મ 'ભારત' કરી રહી હતી પરંતુ હવે દેસી ગર્લ આ ફિલ્મનો ભાગ નથી. 'ભારત' નું શૂટિંગ શરૂ થયા બાદ પ્રિયંકાએ આ ફિલ્મમાંથી પોતાનું નામ પાછુ લઈ લીધુ છે અને તેનુ કારણ તમને ચોંકાવી દેશે. પ્રિયંકા ચોપડા ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહી છે અને એટલા માટે તેણે આ ફિલ્મમાંથી પોતાના હાથ પાછા ખેંચી લીધા છે.

પ્રિયંકાએ છોડી સલમાનની ફિલ્મ

પ્રિયંકાએ છોડી સલમાનની ફિલ્મ

અભિનેત્રી પ્રિયંકા ચોપડાને બોલિવુડ ફિલ્મમાં જોવા માટે ફેન્સ અધીરા બની રહ્યા છે. પૂરા બે વર્ષ બાદ તેણે બે બોલિવુડ ફિલ્મો સાઈન કરી હતી. પ્રિયંકા સલમાન ખાન સાથે ફિલ્મ ‘ભારત' અને ફરહાન અખ્તર સાથે ‘ધ સ્કાઈ ઈઝ પિંક' સાઈન કરી હતી પરંતુ હવે તેણે આમાંથી એક ફિલ્મમાંથી નામ પાછુ લઈ લીધુ છે. પ્રિયંકા સલમાન સાથે ‘ભારત' હવે નથી કરી રહી. આની જાણકારી દિગ્દર્શક અલી અબ્બાસ જફરે પોતે આપી છે. જો કે તે ‘ધ સ્કાઈ ઈઝ પિંક' કરશે કે નહિ તેની કોઈ જાણકારી નથી.

શું નિક જોનસ સાથે કરવા જઈ રહી છે લગ્ન?

શું નિક જોનસ સાથે કરવા જઈ રહી છે લગ્ન?

અલી અબ્બાસ જફરે ટ્વિટર પર આ વાતની પુષ્ટિ કરતા એક અલગ જ ઈશારો કર્યો છે. જફરનો ઈશારો પ્રિયંકાના લગ્ન તરફ જઈ રહ્યો છે. અલી અબ્બાસ જફરે ટ્વિટર પર લખ્યુ, ‘હા, પ્રિયંકા ચોપડા હવે ‘ભારત' ફિલ્મનો હિસ્સો નથી અને આનુ કારણ ઘણુ ખાસ છે. તેણે પોતાનો નિર્ણય અમને ઘણા ઓછા સમયમાં (Nick of time) માં જણાવ્યો અને અમે તેના માટે ખુશ છીએ. ટીમ ‘ભારત' પ્રિયંકાને પ્રેમ અને ખુશીઓ વિશ કરે છે.' જફરના ટ્વિટથી કયાસ લગાવવામાં આવી રહ્યા છે કે પ્રિયંકાનુ અચાનક ફિલ્મ છોડવાનું કારણ લગ્ન છે.

આંતરરાષ્ટ્રીય મીડિયાનો દાવો, બંને કરી ચૂક્યા છે સગાઈ

આંતરરાષ્ટ્રીય મીડિયાનો દાવો, બંને કરી ચૂક્યા છે સગાઈ

છેલ્લા ઘણા સમયથી પ્રિયંકા અને નિકના લગ્નના સમાચારો આવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય મીડિયાની માનીએ તો પ્રિયંકા અને નિક સગાઈ પણ કરી ચૂક્યા છે. પીપલ ડોટકોમ મુજબ પ્રિયંકાએ પોતાના 36 માં જન્મદિવસ પર નિક સાથે લંડનમાં સગાઈ કરી. પ્રિયંકાએ પોતાનો 36 મો જન્મદિવસ તેના પરિવાર સાથે મનાવ્યો હતો. કહેવામાં આવી રહ્યુ છે કે ત્યારે જ નિકે પ્રિયંકાને ટિફની અંગૂઠી પહેરાવી છે.

પ્રિયંકાની મા ને મળવા ભારત આવ્યા હતા નિક

પ્રિયંકાની મા ને મળવા ભારત આવ્યા હતા નિક

અમેરિકી સિંગર અને સોન્ગરાઈટર નિક જોનસ હાલમાં જ પ્રિયંકા સાથે મુંબઈ આવ્યા હતા. આ દરમિયાન નિકે પ્રિયંકાની મા સાથે મુલાકાત કરી હતી અને તેમની સાથે મુકેશ અંબાણીની પાર્ટીમાં પણ પહોંચ્યા હતા. નિકની મુંબઈ યાત્રા પર પ્રિયંકાએ કહ્યુ હતુ, ‘તે ઘણો સારો સમય હતો. તેને અહીં ખૂબ મઝા આવી. મને લાગે છે કે તેણે ખૂબ મઝા કરી.' કહેવામાં આવતુ હતુ કે મુંબઈ યાત્રા બાદ પ્રિયંકા અને નિકનો સંબંધ વધુ મજબૂત થઈ ગયો છે.

ખુલ્લમ-ખુલ્લા પ્યાર કરેંગે હમ દોનો

ખુલ્લમ-ખુલ્લા પ્યાર કરેંગે હમ દોનો

મુંબઈ બાદ બંને બ્રાઝિલ ગયા હતા અને ત્યારબાદ બંને ન્યૂયોર્કના રસ્તા પર સાઈકલ ચલાવતા જોવા મળ્યા હતા. પ્રિયંકા અને નિકના અફેરના સમાચારો ગયા વર્ષે જ આવવા શરૂ થઈ ગયા હતા જ્યારે બંને સાથે મેટ ગાલામાં ગયા હતા. બંને સાથે એક ગાડીમાં આવ્યા હતા અને પાર્ટીમાં પણ સાથે રહ્યા હતા.

લગ્નની કોઈ તારીખ આવી નથી

લગ્નની કોઈ તારીખ આવી નથી

પ્રિયંકાએ આના પર સ્પષ્ટતા આપતા કહ્યુ હતુ કે બંને બસ એકબીજાને સારી રીતે જાણ છે અને એમ જ બંને સાથે મેટ ગાલામાં આવી ગયા. પ્રિયંકા અને નિક બંને એકબીજા સાથે ઘણા ખુશ છે. નિક આ પહેલા ઘણી છોકરીઓને ડેટ કરી ચૂક્યો છે પરંતુ તે પ્રિયંકાને સૌથી અલગ માને છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X