Pushpa 2 : રિલીઝ પહેલા જ પુષ્પા 2 એ રેકોર્ડની લાઈન લગાવી દીધી, જાણો તમામ રેકોર્ડ
Puspa 2 : સાઉથની સુપરહિટ ફિલ્મ પુષ્પા ધ રાઈઝ નો બીજો ભાગ પુષ્પા ધ રૂલ રિલીઝ થવા માટે તૈયાર છે. ફિલ્મ સિનેમાઘરોમાં આવે તે પહેલા જ એક પછી એક રેકોર્ડ બનાવી રહી છે.
અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના સ્ટારર આ ફિલ્મને લઈને ફેન્સમાં જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ જ કારણ છે કે ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ જોરદાર બુકિંગ જોવા મળી રહ્યું છે.

પુષ્પા 2નું પહેલું ટ્રેલરે આવતાની સાથે જ હલચલ મચાવી દીધી હતી. સાઉથની કોઈ ફિલ્મનું આ પહેલું ટ્રેલર હતું, જેને 24 કલાકમાં 4 કરોડ 80 લાખથી વધુ વ્યૂઝ મળ્યા હતા. આ ટ્રેલરે સૌથી ઝડપી 10 કરોડ વ્યૂનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે.
પુષ્પા ફિલ્મ મુંબઈના ગેઈટી-ગેલેક્સી મલ્ટિપ્લેક્સ પર રાજ કરવા જઈ રહી છે. આવું પહેલીવાર થવા જઈ રહ્યું છે કે ફિલ્મ થિયેટરની 6 સ્ક્રીન પર રિલીઝ થશે. ફિલ્મના દરરોજ 18 શો થવાના છે. આ થિયેટરમાં કોઈ એક ફિલ્મને 2 કે 3 સ્ક્રીન સ્પેસથી વધુ નથી મળતી.
જણાવી દઈએ કે, પુષ્પા 2 એ રિલીઝ પહેલા જ અલ્લુ અર્જુનની ફિલ્મ જવાનનો રેકોર્ડ તોડ્યો છે. પઠાણ વિશ્વભરમાં 8 હજાર સ્ક્રીન્સ પર રિલીઝ થઈ તો પુષ્પા-2 12 હજાર સ્ક્રીન્સ પર રિલીઝ થવા જઈ રહી છે. આ પહેલા કોઈ ફિલ્મ આટલી સ્ક્રીન પર રિલીઝ નથી થઈ.
પુષ્પા 2 એ એડવાન્સ ટિકિટ બુકિંગના રેકોર્ડ તોડ્યા છે. આ ફિલ્મે સૌથી ઝડપી બુક માય શો પર 10 લાખ ટિકિટો બુક કરીને રેકોર્ડ બનાવ્યો છે. આ ફિલ્મે કલ્કી 2898 એડી, બાહુબલી 2: ધ કન્ક્લુઝન અને KGF: ચેપ્ટર 2 ને પાછળ છોડીને ટિકિટ બુકિંગમાં ટોપ સ્થાન મેળવ્યુ છે.
ફિલ્મ એ એડવાન્સ બુકિંગમાં વિશ્વભરમાં 125 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મે ભારતમાં જ 75 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરીને રાજામૌલીની RRRનો રેકોર્ડ તોડ્યો છે.
અહેવાલો અનુસાર, આ ફિલ્મ પહેલા દિવસે ઘણા મોટા રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. જાણકારો અનુસાર, ફિલ્મ પહેવા દિવસે જ 250 કરોડથી વધુની કમાણી કરી શકે છે.
-
Gold Rate Today: 18 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
IPL 2026 First Match: પહેલી મેચ ક્યારે અને ક્યાં રમાશે? આ બે ટીમો વચ્ચે થશે પ્રથમ મુકાબલો -
ગરમી વચ્ચે માવઠાની આફત, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
ગેસ પુરવઠો ખોરવાતા મોરબી સિરામિક ઉદ્યોગમાં વેકેશનની જાહેરાત, આટલા દિવસ બંધ રહેશે -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
જામનગર પંથકમાં કમોસમી વરસાદ, કાલથી આ જિલ્લાઓમાં આગાહી











Click it and Unblock the Notifications
