રાંઝણા હિટ, વીકેન્ડે 31.5 કરોડ રુપિયાનો બિઝનેસ
મુંબઈ, 26 જૂન : ફરી એક વાર બૉક્સ ઑફિસે પ્રેમનો રંગ ખીલી ઉઠ્યો છે અને એક લવસ્ટોરી હિટ થઈ ગઈ છે. આ પ્રણય-કથાનું નામ છે રાંઝણા કે જેણે વીકેન્ડે 31.5 કરોડ રુપિયાનો બિઝનેસ કર્યો છે.

આપને જણાવી દઇએ કે 21મી જૂને રાંઝણા ફિલ્મ દેશમાં 1400 તથા વિદેશમાં 220થી વધુ થિયેટરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મને જોરદાર ઓપનિંગ મળી છે અને તેથી નિર્માતા અનિલ કપૂર ખુશખુશાલ છે. તેમણે આ ખુશીની ઉજવણી કરવા ફિલ્મની આખી ટીમને એક પાર્ટી પણ આપી કે જેમાં ફિલ્મની હિટ જોડી સોનમ કપૂર તથા ધનુષ હાજર હતાં.
એક નિર્માતા તરીકે અનિલ કપૂર ફિલ્મની સફળતાથી ખુશ છે, તો ફિલ્મ તેમના પુત્રીની હોવાના કારણે તેઓની ખુશી બમણી થઈ છે. તેમણે જણાવ્યું કે તેમને તેમનાપુત્રી ઉપર ગર્વ છે. અનિલને પોતાને પણ રાંઝાફિલ્મ ખૂબ ગમી છે.
નોંધનીય છે કે આનંલ એલ રાય દિગ્દર્શિત રાંઝણા ફિલ્મમાં અભય દેઓલ તેમજ સ્વરા ભાસ્કર પણ મહત્વની ભૂમિકામાં છે, પરંતુ લોકોને સોનમ-ધનુષની જોડી ગમી ગઈ છે, તો રહેમાનનું સંગીત પણ હૃદયસ્પર્શી છે.












Click it and Unblock the Notifications
