• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'રઇસ'ના ટ્રેલરે એક જ દિવસમાં 11 મિલિયનનો આંકડો વટાવ્યો!!

By Shachi
|

શાહરૂખ ખાન છેલ્લા લગભગ બે દાયકાથી બોલિવૂડ પર રાજ કરી રહ્યો છે. તેની આગામી ફિલ્મ 'રઇસ' એનાઉન્સ થઇ તે દિવસથી ચર્ચામાં છે. શરૂઆતમાં 'રઇસ' સલમાન ખાનની ફિલ્મ 'સુલતાન' સાથે 2016માં જ રિલિઝ થવાની હતી, ત્યાર બાદ તેની રિલિઝ ડેટ આગળ વધારીને 26 જાન્યુઆરી, 2017 કરવામાં આવી હતી. પરંતુ ગઇકાલે 'રઇસ' ફિલ્મના ટ્રેલર સાથે તેની નવી રિલિઝ ડેટ 25 જાન્યુઆરી, 2017 જાહેર કરવામાં આવી. નવી રિલિઝ ડેટ અને એ અંગેના વિવાદ વચ્ચે 'રઇસ'ના ટ્રેલરે એક જ દિવસમાં 11 મિલિયનથી પણ વધુ વ્યૂઝ મેળવી લીધાં છે અને આ આંકડો ઝડપથી વધી રહ્યો છે.

આ ખબર પરથી જ શાહરૂખની લોકપ્રિયતાનો અંદાજ મળે છે. શાહરૂખની છેલ્લી કેટલીક ફિલ્મો બોક્સઓફિસ પર કંઇ ખાસ કમાલ દેખાડી શકી નથી. 2016માં આવેલી 'ફેન' બોક્સઓફિસ પર ખરાબ રીતે પિટાઇ ગઇ હતી અને થઓડા દિવસ પહેલાં આવેલી 'ડિયર ઝિંદગી'માં શાહરૂખનો રોલ પ્રમાણમાં નાનો છે; આમ છતાં શાહરૂખ ખાનની લોકપ્રિયતામાં ઓટ આવી નથી. 'રઇસ' ટ્રેલરને લોકોનો પોઝિટિવ રિસ્પોન્સ મળી રહ્યો છે અને કેટલાંકે તો એવી પણ જાહેરાત કરી નાંખી કે જાન્યુઆરી 2017માં 'કાબિલ' અને 'રઇસ'ની ટક્કરમાં 'રઇસ' જ વિજેતા સાબિત થશે. આ ટ્રેલરમાં એક હિટ ફિલ્મ માટે જરૂરી તમામ મસાલો છે.

શાહરૂખ ખાનનો એક્શન અવતાર

શાહરૂખ ખાનનો એક્શન અવતાર

શાહરૂખ ખાનનું નામ પડે કે મનમાં તેની રોમેન્ટિક હીરોની છબી સામે આવે, પરંતુ આ ફિલ્મમાં તેનો રોલ અન્ય ફિલ્મ કરતાં ખાસો અલગ છે. શાહરૂખ ઘણા લાંબા સમયથી એન્ગ્રી યંગ મેનના અવતારમાં જોવા મળ્યો નથી અને એટલે જ કદાચ લોકો તેની 'રઇસ' ફિલ્મ માટે આટલા ઉત્સુક છે. શાહરૂખ ખાને આ પહેલાં પણ અનેક ફિલ્મોમાં એક્શન કર્યું છે, પરંતુ આ ફિલ્મમાં તેનો અંદાજ કંઇ નોખો જ છે. એમાં વળી શાહરૂખના ઇન્ટેન્સ એંગ્રી લૂકથી લોકો વધુ આકર્ષાયા છે.

ફિલ્મનો પ્લોટ અને ધારદાર ડાયલોગ

ફિલ્મનો પ્લોટ અને ધારદાર ડાયલોગ

આ ફિલ્મનો પ્લોટ પણ અત્યંત રસપ્રદ છે. આમાં ગુજરાતના એક બુટલેગર ડોનની વાર્તા છે. આ ફિલ્મમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા એ પહેલાનું ગુજરાત બતાવવામાં આવ્યું છે. ટ્રેલરને જોતા લાગે છે આ ફિલ્મના ડાયલોગ પણ ખૂબ સમજી-વિચારીને લખાયાં છે. 'વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇ'ની જેમ આ ફિલ્મમાં પણ ધારદાર ડાયલોગ સાંભળવા મળશે.

નવાઝુદ્દીન સિદ્દિકી

નવાઝુદ્દીન સિદ્દિકી

શાહરૂખ સિવાય ફિલ્મનું બીજું મેઇન ફેક્ટર છે નવાઝુદ્દીન સિદ્દિકી. લાંબી સ્ટ્રગલ બાદ ફિલ્મોમાં પોતાનું નામ બનાવવામાં સફળ થયેલો નવાઝ આજકાલ શાહરૂખ-સલમાનના ગુડલિસ્ટમાં છે, પોતાની એક્ટિંગના જોરે તે એક સશક્ત અભિનેતા તરીકે આગળ આવ્યો છે અને આ ફિલ્મમાં તો ટ્રેલર જોઇને જ લાગે છે નવાઝુદ્દીન ફરી એકવાર પડદા પર છવાઇ જશે.

માહિરા ખાન

માહિરા ખાન

માહિરા ખાન પાકિસ્તાનની સુપરસ્ટાર એક્ટ્રેસ છે અને આ ફિલ્મમાં શાહરૂખ સાથે તે ખૂબ જ શાનદાર અને સુંદર લાગી રહી છે. જો કે, થોડા દિવસો પહેલાં એવી ખબરો આવી હતી કે પાકિસ્તની એક્ટર્સને લીધે થયેલા વિવાદને કારણે આ ફિલ્મમાં માહિરા ખાનનો રોલ ટૂંકો કરવામાં આવ્યો છે.

શાહરૂખ ખાન Vs. નવાઝુદ્દીન સિદ્દિકી

શાહરૂખ ખાન Vs. નવાઝુદ્દીન સિદ્દિકી

શાહરૂખ અને હૃતિકની ટક્કર તો પછી થશે, પરંતુ એ પહેલાં જ શાહરૂખ અને નવાઝ વચ્ચે એક્ટિંગની ટક્કર થશે એમ લાગી રહ્યું છે. નવાઝુદ્દીન પોતાની શાનદાર એક્ટિંગ માટે વખણાય છે, જ્યારે શાહરૂખ ખાન ઓવર-એક્ટિંગ માટે પંકાયેલો છે. એવામાં ક્યાંક એવું ન બને કે ફિલ્મમાં બેસ્ટ એક્ટિંગની બધી ક્રેડિટ નવાઝુદ્દીન જ લઇ જાય!

સની લિયોન

સની લિયોન

'કાબિલ'માં ઉર્વશીનું આઇટમ સોન્ગ છે તો 'રઇસ'માં સોની લિયોનનો આઇટમ ડાન્સ છે. આ ફિલ્મમાં સની લિયોન સુપરહિટ સોન્ગ 'લેલા ઓ લેલા' પર ઠુમકા લગાવતી જોવા મળશે. આ ફિલ્મની વાર્તા '80ના દાયકામાં આકાર લે છે, જે વાતને ધ્યાનમાં રાખીને એ જ સમયગાળાનું ગીત પસંદ કરવામાં આવ્યું છે.

English summary
Shah Rukh Khan's 'Raees' trailer crosses 11 million views in just one day. 10 main highlights of Raees trailer.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X