શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા અરેસ્ટ, દોષી સાબિત થશે તો કેટલા વર્ષ માટે જશે જેલ? જાણો
અશ્લીલ ફિલ્મ બનાવવા મામલે રાજ કુંદ્રા દોષી જણાયા તો પછી તેમની મુશ્કેલીઓ ઘણી વધી શકે છે. જાણો શું છે કાયદો અને કેટલી થશે સજા.
મુંબઈઃ બૉલિવુડની ઝાકમઝોળ પાછળનુ કાળુ સત્ય એક વાર ફરીથી સામે આવ્યુ છે. શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની પૉર્નોગ્રાફીના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ પોલિસનો દાવો છે કે તેમની પાસે રાજ કુંદ્રા સામે પૂરતા પુરાવા છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે મંગળવારે રાજને કોર્ટમાં હાજર કર્યા જ્યાંથી તેમને 23 જુલાઈ સુધીના રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યા છે. જે રીતે મુંબઈ પોલિસ દાવા કરી રહી છે, જો તે સાચુ સાબિત થયુ અને અશ્લીલ ફિલ્મ બનાવવા મામલે રાજ કુંદ્રા દોષી જણાયા તો પછી તેમની મુશ્કેલીઓ ઘણી વધી શકે છે.

દોષી જણાતા રાજ કુંદ્રાને થઈ શકે છે જેલ
ભારતમાં પૉર્નોગ્રાફીને લઈને કાયદો ખૂબ જ કડક છે. આઈટી એક્ટમાં સુધારા કર્યા બાદથી પૉર્નોગ્રાફીમાં લિપ્ત લોકો સામે સજા વધુ કડક થઈ ગઈ છે. ભારતમાં અશ્લીલ કન્ટેન્ટ બનાવવુ અને તેને પ્રસારિત કરવુ ગેરકાયદે છે. દેશમાં એન્ટી પૉર્નોગ્રાફી કાયદાને ખૂબ જ કડક રાખવામાં આવ્યો છે. જે હેઠળ અશ્લીલ વીડિયો બનાવવા, ન્યૂડ ફોટા, ઑડિયો જેવા મટીરિયલ બનાવવા અને તેને પ્રસારિત કરવા ગેરકાયદે છે. એટલુ જ નબિ કોઈની મરજી વિના તેને અશ્લીલ મેસેજ, વીડિયો, ફોટો મોકલવા પણ ગેરકાયદે છે. વળી, ચાઈલ્ડ પૉર્નોગ્રાફી જોવી પણ ગેરકાયદે અને કાયદા વિરુદ્ધ છે. આમ કરનારા સામે કાયદામાં કડક સજાની જોગવાઈ છે.

કેટલા વર્ષોની સજા
જો રાજ કુંદ્રા અશ્લીલ કન્ટેન્ટ બનાવવા મામલે દોષી જણાશે તો તેમને કડક સજા થઈ શકે છે. તેમના પર આઈટી એક્ટ 2008ની સેક્શન 67(એ) અને આઈપીસીની સેક્શન 292, 293, 294, 500, 506 ઉપરાંત સેક્શન 509 હેઠળ કેસ નોંધવામાં આવી શકે છે અને તેમને સજા થઈ શકે છે. આ કલમો હેઠળ દોષી જણાતા તેમને 5 વર્ષ સુધીની સજા અને 10 લાખ રૂપિયા સુધીને દંડ મળી શકે છે.

શું છે કેસ
શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની મુંબઈ પોલિસે અશ્લીલ ફિલ્મો બનાવવા અને તેને પ્રસારિત કરવા મામલે ધરપકડ કરી છે. મુંબઈ પોલિસનો આરોપ છે કે રાજ કુંદ્રાએ પૉર્ન ઈન્ડસ્ટ્રીમાં 8થી 10 કરોડ રૂપિયા લગાવ્યા છે. તેણે ભારતીય કાયદાથી બચવા માટે બ્રિટનમાં કંપની બનાવી. રાજે પોતાના ભાઈ સાથે મળીને કેનરિન નામની કંપની બનાવી જેના દ્વારા અશ્લીલ કન્ટેન્ટ બનાવા અને તેને પ્રસારિત કરવાનુ કામ કરવામાં આવી રહ્યુ હતુ. અલગ-અલગ વૉટ્સએપ ગ્રુપ દ્વારા કામ થઈ રહ્યુ હતુ. પોલિસનો દાવો છે કે તેમની પાસે રાજ કુંદ્રા સામે પૂરતા પુરાવા છે. જો પોલિસ રાજ સામે આરોપ સાબિત કરવામાં સફળ થઈ જશે તો તેમની મુશ્કેલી વધી શકે છે.












Click it and Unblock the Notifications
