Pics/Video : રજની સર નહીં, પણ ટ્વિટર કરશે રજની સરને ફૉલો..!

મુંબઈ, 6 મે : હા જી, રજનીકાંતે ગઈકાલે જવું જ ટ્વિટર ઉપર પોતાનું પગલુ મૂક્યું અને પહેલું ટ્વીટ કર્યું કે થોડાક જ કલાકોમાં રજનીકાંતના ફૉલોઅર્સની સંખ્યા એટલી ઝડપથી વધી કે માત્ર 17 કલાકોમાં તેમના ફૉલોઅર્સ 2 લાખની નજીક પહોંચી ગયાં. રજનીકાંત હાલમાં કોચાદઇયાં ફિલ્મ અંગે ચર્ચામાં છે કે જેમાં તેમની સાથે દીપિકા પાદુકોણે છે.

અત્યાર સુધી તો કુલ 1 લાખ 80 હજાર લોકો રજનીકાંતને ટ્વિટર પર ફૉલો કરી રહ્યાં છે અને દર મિનિટે ફૉલોઅર્સની સંખ્યામાં વધારો થતો જાય છે. આ સમાચાર લોકો સુધી પહોંચતા સુધી તો ફૉલોઅર્સની સંખ્યા 2 લાખને ક્રૉસ કરી શકે છે. રજનીકાંતે પોતાના ટ્વીટ સાથે જ પોતાનો એક વીડિયો પણ નાંખ્યો છે કે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓ ટ્વિટર વડે પોતાના ફૅન્સ સાથે જોડાઈ ખૂબ ખુશ છે.

ચાલો તસવીરો સાથે જોઇએ આગળના સમાચાર :

રજનીના ફૅન્સ ખુશ

રજનીના ફૅન્સ ખુશ

રજનીકાંતના ફૅન્સ સતત ટ્વિટર પર પોતાના ભગવાન રજની સરને મૅસેજિસ મોકલી રહ્યાં છે. રજનીના ફૅન્સનું કહેવું છે કે તેઓ પોતાના મનપસંદ સુપરસ્ટારને સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર પામી બહુ ખુશ અને ઉત્સાહિત છે.

ટ્વિટર કરશે ફૉલો

ટ્વિટર કરશે ફૉલો

રજનીકાંતના એક ફૅન રાઘવનું કહેવું છે - રજની સર ટ્વિટરને નહીં, પણ હવે ટ્વિટર રજની સરને ફૉલો કરશે. ટ્વિટરના માલિક માટે પણ આ સૌભાગ્યની વાત છે કે રજની સરે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સમાંથી ટ્વિટરની પસંદગી કરી. તો હવે જોવાનું એ છે કે રજનીકાંતનું ટ્વિટર હૅન્ડલ હજી કેટલા નવા રેકૉર્ડ બનાવે છે.

કોચાદઇયાં બની કારણ

કોચાદઇયાં બની કારણ

રજનીકાંત અત્યાર સુધી સોશિયલ સાઇટ્સ પર નહોતાં, પરંતુ લાગે છે કે પોતાની દીકરી સૌંદર્યાની ફિલ્મ કોચાદઇયાંને પ્રમોટ કરવાની તક થલાઇવા છોડવા નથી માંગતાં.

કોચાદઇયાંનું પોસ્ટર

કોચાદઇયાંનું પોસ્ટર

પોતાના કરોડો ફૅન્સ વચ્ચે કોચાદઇયાંને વધુમાં વધુ પ્રચારિત કરવા માટે રજનીકાંતે પોતાના ટ્વિટર પેજ પર પણ કોચાદઇયાંનુ જ પોસ્ટર લગાવી રાખ્યું છે.

જુઓ વીડિયો

રજનીકાંતે ટ્વિટર સાથે અપલોડ કરેલ વીડિયો એક હજાર કરતા વધુ લોકોએ શૅર કર્યો છે અને અઢી હજારથી વધુ લોકો તેને લાઈ કરી ચુક્યાં છે. સોશિયલ મીડિયા પર આવ્યા બાદ સૌથી ઝડપી 50 હજાર ફૅન ફૉલોઇંગનો આંકડો પાર કરનાર રજનીકાંત પ્રથમ તામિળ સેલિબ્રિટી છે. વીડિયો જોવા સ્લાઇડર પર ક્લિક કરો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X