Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pics : સંજૂબાબાની કહાણી-રણબીરની જુબાની, હીરાણી બનાવશે ફિલ્મ

મુંબઈ, 26 માર્ચ : જેલમાં સજા ભોગવી રહેલા અભિનેતા સંજય દત્તની જિંદગીની કહાણી રૂપેરી પડદે એક ફિલ્મનો રૂપ લઈ શકે છે. જો બધુ સમસુથરૂ પાર પડે, તો ફિલ્મ દિગ્દર્શક રાજકુમાર હીરાણી અને યુવા દિલોની ધડકન અભિનેતા રણબીર કપૂર પહેલી વાર સાથે મળી 54 વર્ષીય સંજય દત્તના જીવનના ઉતાર-ચઢાવથી પ્રેરિત ફિલ્મ ઉપર કામ કરશે. આ નિર્ણય સંજય દત્ત જેલમાં જતા અગાઉ લગભગ એક અઠવાડિયા પહેલા લેવામાં આવ્યો.

એક સૂત્રે જણાવ્યું - માન્યતા ભાભી (સંજય દત્તના પત્ની)ને સંજય દત્ત પ્રોડક્શન્સ હાઉસ માટે પોતાના પતિની જિંદગી પર બનનાર એક ફિલ્મમાં રસ હતો, પણ ફિલ્મના દિગ્દર્શક તરીકે સંજય-માન્યતાની પસંદગી માત્ર રાજકુમાર હીરાણી હતાં. રાજકુમાર હીરાણી અને સંજય દત્તની જોડી મુન્નાભાઈ એમબીબીએસ તથા લગે રહો મુન્નાભાઈ જેવી ફિલ્મો દ્વારા ધમાલ કરી ચુકી છે.

ચાલો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

પીકેમાં વ્યસ્ત હીરાણી

પીકેમાં વ્યસ્ત હીરાણી

રાજકુમાર હીરાણી હાલ આમિર ખાન સાથેની ફિલ્મ પીકેમાં વ્યસ્ત છે અને તેઓ બીજી કોઈ ફિલ્મ બનાવવા માટે તૈયાર નહોતાં.

માની ગયા હીરાણી

માની ગયા હીરાણી

સૂત્રે જણાવ્યું - અંતે રાજકુમાર હીરાણીએ સંજય દત્તના જીવન પર ફિલ્મ બનાવવા માટે હા કહી દીધી. તેઓ પીકેનું પોસ્ટ-પ્રોડક્શન પૂર્ણ કર્યા બાદ આ ફિલ્મ ઉપર શોધ શરૂ કરશે.

સંજય-માન્યતાની પસંદ રણબીર

સંજય-માન્યતાની પસંદ રણબીર

સૂત્રે જણાવ્યું - માન્યતા ભાભી અને સંજય સર ઇચ્છતા હતાં કે રાજકુમાર હીરાણીની ફિલ્મમાં સંજય દત્તની ભૂમિકા રણબીર કપૂર ભજવે.

રણબીર પણ રાજી

રણબીર પણ રાજી

રણબીર કપૂર સંજય દત્તના બહુ મોટા પ્રશંસક છે અને તેઓ સંજય દત્તની ભૂમિકા ભજવવા માટે તરત જ રાજી થઈ ગયાં.

સંજય હાલ જેલમાં

સંજય હાલ જેલમાં

સંજય દત્ત માર્ચ, 1993માં થયેલ મુંબઈ બૉમ્બ ધડાકાના કેસમાં હથિયાર રાખવાના મામલે દોષી છે. તેઓ મે-2013થી યવરજા જેલમાં છે. તેઓ તાજેતરમાં જ 90 દિવસની પૅરોલ પૂર્ણ થયા બાદ જેલમાં ગયાં છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X