જુઓ તસવીરો : બૉલીવુડના ભાઈ-બહેનોની જોડી

અમદાવાદ, 8 ઑગસ્ટ : ભાઈ-બહેનના પ્રેમ અને સ્નેહનો પ્રતીક રક્ષા બંધન પર્વ આજે ઉજવાઈ રહ્યો છે. સામાન્ય પ્રજાની જેમ જ ફિલ્મી હસ્તીઓ પણ રક્ષા બંધનનો પર્વ ઉજવતાં હોય છે. બૉલીવુડમાં તો આજે અનેક એવી ભાઈ-બહેનની જોડીઓ છે કે જેઓ એક સાથે બૉલીવુડમાં સક્રિય છે.

બૉલીવુડ ફિલ્મોમાં તો ભાઈ-બહેનના પ્રેમ અને રક્ષા બંધન પર્વને દર્શાવતાં અનેક ગીતો, દૃશ્યો આવતાં રહે છે, પરંતુ બૉલીવુડમાં રીયલ લાઇફમાં પણ હસ્તીઓ આ તહેવારને ઉત્સાહપૂર્વક ઉજવે છે. બૉલીવુડની જાણીતી ભાઈ-બહેનની જોડીઓમાં એકતા કપૂર-તુષાર કપૂર, ફરાહ ખાન-સાજિદ ખાન, ફરહાન અખ્તર-ઝોયા અખ્તરનો સમાવેશ થાય છે.

બૉલીવુડ બ્યુટી ઐશ્વર્યા રાય પણ આ તહેવાર ઉજવે છે. તેમના મોટા ભાઈ આદિત્ય રાય છે કે જેઓ મર્ચેંટ નેવીમાં એંજીનિયર છે. બહુ ઓછા લોકો જાણે છે કે જ્યારે આદિત્ય પિતા બન્યા હતાં, ત્યારે ઐશ્વર્યાએ ખાસ તેમના માટે લૉંગ બ્રેક લીધો હતો. સુપરસ્ટાર શાહરુખ ખાનના બહેન શહેનાઝ લાલારુખ તેમના કરતાં પાંચ વર્ષ મોટા છે. તેઓ મન્નતમાં શાહરુખ ખાન સાથે જ રહે છે. અભિષેક બચ્ચન પણ પોતાના બહેન શ્વેતા નંદાને બહુ વ્હાલ કરે છે. અભિષેક માટે શ્વેતા મિત્ર, ફિલોસૉફર તથા ગાઇડ છે.

દબંગ સલમાન ખાન બે બહેનો ધરાવે છે. અલવીરા ખાન સલમાનના સગા બહેન છે, તો અર્પિતા ખાન દત્તક બહેન છે. તેવી જ રીતે રણબીર કપૂરના બહેન રિદ્ધિમા કપૂર દિલ્હીના ગારમેંટ એક્સપોર્ટર ભરત સાહનીના પત્ની છે. રણબીર-રિદ્ધિમા પણ રક્ષા બંધન પર્વ ધામધૂમથી ઉજવે છે.

અભિષેક-શ્વેતા

અભિષેક-શ્વેતા

એક મૅગેઝીન માટે બહેન શ્વેતા નંદા સાથે પોઝ આપતાં અભિષેક બચ્ચન.

ભાઇઓ સાથે સોનાક્ષી

ભાઇઓ સાથે સોનાક્ષી

ભાઇઓ લવ સિન્હા તથા કુશ સિન્હા સાથે બહેન સોનાક્ષી સિન્હા.

ફરાહ-સાજિદ

ફરાહ-સાજિદ

રક્ષા બંધન ઉજવતાં સાજિદ ખાન-ફરાહ ખાન.

અક્ષય-અલ્કા

અક્ષય-અલ્કા

બહેન અલ્કા ભાટિયા તથા પત્ની ટ્વિંકલ ખન્ના સાથે અક્ષય કુમાર.

વિવેક-મેઘના

વિવેક-મેઘના

બહેન મેઘના ઓબેરૉય સાથે અભિનેતા વિવેક ઓબેરૉય.

ઐશ્વર્યા-આદિત્ય

ઐશ્વર્યા-આદિત્ય

મોટા ભાઈ આદિત્ય રાય સાથે બૉલીવુડ દિવા ઐશ્વર્યા રાય.

હૃતિક-સુનયના

હૃતિક-સુનયના

પિતા રાકેશ રોશન તથા બહેન સુનયના રોશન સાથે હૃતિક રોશન.

ફરહાન-ઝોયા

ફરહાન-ઝોયા

દિગ્દર્શક ઝોયા અખ્તર સાથે દિગ્દર્શક-સહ અભિનેતા ફરહાન અખ્તર.

પ્રિયંકા-સિદ્ધાર્થ

પ્રિયંકા-સિદ્ધાર્થ

ભાઈ સિદ્ધાર્થ ચોપરા સાથે ડસ્કી બ્યુટી પ્રિયંકા ચોપરા.

રણબીર-રિદ્ધિમા

રણબીર-રિદ્ધિમા

બહેન રિદ્ધિમા કપૂર સાથે પોઝ આપતાં રણબીર કપૂર.

સૈફ-સોહા

સૈફ-સોહા

આઈફા ઍવૉર્ડ્સ દરમિયાન બહેન સોહા અલી ખાન સાથે સૈફ અલી ખાન.

સલમાન-અલવીરા

સલમાન-અલવીરા

બહેન અલવીરા ખાન સાથે સલમાન ખાન. અલવીરા અતુલ અગ્નિહોત્રીના પત્ની છે.

શાહરુખ-શહેનાઝ

શાહરુખ-શહેનાઝ

બહેન શહેનાઝ લાલારુખ, પત્ની ગૌરી અને બાળકો આર્ય-સુહાના સાથે શાહરુખ ખાન.

સુષ્મિતા-રાજીવ

સુષ્મિતા-રાજીવ

ભાઈ રાજીવ સેન સાથે રૅમ્પ ઉપર વૉક કરતાં અભિનેત્રી સુષ્મિતા સેન.

કંગના-અક્ષિત

કંગના-અક્ષિત

ભાઈ અક્ષિત રાણાવત તથા બહેન રંગોલી રાણાવત સાથે કંગના રાણાવત.

એકતા-તુષાર

એકતા-તુષાર

એક ઈવેંટ દરમિયાન એકતા કપૂર અને તુષાર કપૂર.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X