બોલિવૂડ એક્ટ્રેસ રાખીની પંજાબ પોલીસે કરી ધરપકડ!

Subscribe to Oneindia News

બોલિવૂડ એક્ટ્રેસ રાખી સાવંતની મુંબઈથી પંજાબ પોલીસે ધરપકડ કરી છે. મહર્ષિ વાલ્મીકી પર વાંધાજનક ટિપ્પણી કરવા બદલ આ ધરપકડ કરવામાં આવી છે. રાખીએ ગત વર્ષે એક ખાનગી ટીવી ચેનલના કાર્યક્રમ દરમિયાન મહર્ષિ વાલ્મિકી વિરુદ્ધ ટિપ્પણી કરી અપમાનજનક નિવેદન આવ્યું હતું. જે પછી તેની સામે ધરપકડનું વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું. જેના અનુસંધાનમાં રાખીની સાવંતની ધરપકડ કરવા માટે પંજાબ પોલીસ સોમવારનાં રોજ મુંબઇ જવા રવાના થઇ ગઇ હતી.

rakhi sawant

પંજાબ પોલીસે કરી ઘરપકડ

પંજાબની લુધિયાણા પોલીસે જણાવ્યુ કે ફરિયાદ દાખલ કરનારને આરોપ લગાવ્યો હતો કે રાખી સાવંત ગત વર્ષે એક ખાનગી ટીવી ચેનલના કાર્યક્રમ દરમિયાન મહર્ષિ વાલ્મિકી વિરુદ્ધ અપમાનજનક નિવેદન કરીને વાલ્મીકિ સમુદાયની ભાવાનાઓને ઠેસ પહોંચાડી હતી. રાખી સાવંતએ રામાયણના નિર્માતા મહર્ષિ વાલ્મિકિ આતંકી જણાયો હતો અને કહ્યું કે તે ખુની છે. જેના બાદ આ મામલા માટે રાખી સાવંત સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

9 માર્ચે ધરપકડ વોરંટ જાહેર કર્યું!

9 માર્ચના રોજ લુધિયાણા કોર્ટે ધરપકડ વોરન્ટ જાહેર કર્યો હતો, ફરીયાદ કરનારાએ જણાયુ કે, 'આવું કરીને રાખી સાવંતએ મહર્ષિના અનુયાયીઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. પોલીસના આધીકારીએ જણાયુ કે લુધિયાણાના બે પોલીસ દળ ધરપકડ વોરન્ટ સાથે મુંબઇ રવાના થઇ ગયા છે. આ મુદ્દે તેને અનેક વખત સમન્સ પણ મોકલવામાં આવ્યા હતા, તેમ છતાં 9 માર્ચે થયેલી સુનવણીમાં તેણી હાજર થઇ નહોતી.

Read also : વાલ્મિકીને કહ્યા આતંકી, રાખી સાવંત વિરુદ્ધ અરેસ્ટ વોરંટ

10 એપ્રિલ થશે સુનવણી

કોર્ટે આ બાબતની આગળની સુનવણી 10 એપ્રિલએ નક્કી કરી છે. આ મામલામાં ફરિયાદકર્તા વકીલએ જણાવ્યું હતું કે, આરોપી ગમે તેટલી મોટી ઓણખાન અને પહોંચવાળો કેમ ના હોય, પરંતુ તે કાયદાથી બચી શકે નહી. આ પહેલા પણ રાખી સાવંત પોતાના બેબાક નિવેદનોના કારણે ચર્ચામાં રહી ચુકી છે.

English summary
Rakhi sawant arrested punjab police making derogatory remarks against valmiki.
Please Wait while comments are loading...