રાખી સાવંત આ ગંભીર બિમારી સામે લડી રહી હતી, 4 કલાક ચાલી મેજર સર્જરી, બૉયફ્રેન્ડ વિશે કહી આ વાત

અભિનેત્રીએ પોતે જણાવ્યુ કે જુહુની ક્રિટિકલ કેર હૉસ્પિટલમાં 4 કલાક સુધી તેની મોટી સર્જરી કરવામાં આવી.

મુંબઈઃ રાખી સાવંત સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અભિનેત્રી પોતાના જીવન સાથે જોડાયેલી નાની-મોટી અપડેટ્સ પણ ફેન્સ સાથે શેર કરતી રહે છે. આમ તો રાખી દરેક સમયે ઉછળતી-કૂદતી જોવા મળે છે. પરંતુ આ વખતે અભિનેત્રીના ચાહકોને મોટો આંચકો ત્યારે લાગ્યો જ્યારે રાખીના ચાહકોને તેની સર્જરી વિશે ખબર પડી. અભિનેત્રીએ પોતે જણાવ્યુ કે જુહુની ક્રિટિકલ કેર હૉસ્પિટલમાં 4 કલાક સુધી તેની મોટી સર્જરી કરવામાં આવી.

આદિલ સાથે એન્જૉય કરે છે રાખી

આદિલ સાથે એન્જૉય કરે છે રાખી

ડ્રામા ક્વીન રાખી સાવંત તેના ચાહકોનુ મનોરંજન કરવામાં કોઈ કસર છોડતી નથી. રાખી દરરોજ કેટલાક એવા કામ કરે છે કે જેનાથી ચાહકો હસવા પર મજબૂર થઈ જાય છે. હાલમાં જ રાખીએ બૉયફ્રેન્ડ આદિલ સાથે ડાન્સ કરતો એક વીડિયો શેર કર્યો હતો, જે ઘણો વાયરલ થયો હતો. પરંતુ હવે રાખીની બીમારી અને સર્જરીના સમાચાર સાંભળીને તેના ચાહકો ખૂબ જ નિરાશ દેખાઈ રહ્યા છે.

રાખીએ કર્યો બિમારીનો ખુલાસો

રાખીએ કર્યો બિમારીનો ખુલાસો

આ વાતનો ખુલાસો ખુદ રાખી સાવંતે ઈટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં કર્યો છે. અભિનેત્રીએ જણાવ્યુ કે તેની મોટી સર્જરી થઈ છે. જે લગભગ 4 કલાક સુધી ચાલી હતી. રાખીએ જણાવ્યુ કે તેના પેટમાં એક ગાંઠ હતી જેને દૂર કરવા માટે સર્જરી કરીને તેને દૂર કરવી પડી હતી. આ ગાંઠ ગર્ભાશયની બરાબર ઉપર હતો.

ડૉક્ટરે આપી આ સલાહ

ડૉક્ટરે આપી આ સલાહ

રાખી કહે છે કે તેને સર્જરી ઘણા સમય પહેલા કરાવવાની હતી પરંતુ તેમાં વિલંબ થઈ રહ્યો હતો. હવે સર્જરી બાદ ડોક્ટરે તેને આરામ કરવાની સલાહ આપી છે. આ સાથે અભિનેત્રીને હાલવા-ચાલવા પર પણ મનાઈ ફરમાવવામાં આવી છે.

આદિલ વિશે શું કહ્યુ?

આદિલ વિશે શું કહ્યુ?

રાખીએ કહ્યુ કે આવા સમયે તેને બૉયફ્રેન્ડ આદિલ તરફથી ઘણો સપોર્ટ મળી રહ્યો છે. રાખી કહે છે કે આદિલ હૉસ્પિટલમાં રહે છે અને મારી સારી સંભાળ રાખે છે. રાખીનુ કહેવુ છે કે આ મુશ્કેલ સમયે આદિલ તેની સાથે છે.

આદિલ સાથેના સંબંધો પર લગાવ્યો ઠપ્પો

આદિલ સાથેના સંબંધો પર લગાવ્યો ઠપ્પો

તમને જણાવી દઈએ કે મે 2022માં જ રાખી સાવંતે આદિલ દુર્રાની સાથેના સંબંધોના સમાચારને ઓફિશિયલ કર્યા હતા. રાખી દુબઈમાં અનેક એવોર્ડ ફંક્શનમાં બૉયફ્રેન્ડ આદિલ સાથે જોવા મળી હતી. વળી, રાખી તેના સોશિયલ મીડિયા પર પણ આદિલ સાથે ઘણી બધી તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.

ફેન્સ કરી રહ્યા છે દુઆ

ફેન્સ કરી રહ્યા છે દુઆ

હાલમાં રાખી સાવંતની સર્જરી થઈ છે અને આદિલ તેની સારી સંભાળ લઈ રહ્યો છે. ચાહકો પણ રાખીના ઝડપી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી રહ્યા છે. વળી, આદિલ વિશે રાખીના નિવેદન પછી ચાહકો પણ આદિલના જોરદાર વખાણ કરી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X