આઈટમ ગર્લ છું, પરંતુ બીજા લોકોની જેમ પોર્ન સ્ટાર તો નથી...
રાખી સાવંતની ફિલ્મ એક કહાની જુલી કી રિલીઝ થવા જઈ રહી છે. એક કહાની જુલી કી ફિલ્મ શીલા બોરા મર્ડર કેસ પર આધારિત છે. રાખી સાવંત લાઈમલાઈટમાં રહે તેવા નિવેદનો આપીને ફિલ્મને પ્રોમોટ કરવામાં લાગી ગયી છે.
હાલમાં જ રાખી સાવંતએ સેન્સર બોર્ડ પર વાત કરી. રાખી સાવંતની ફિલ્મને એડલ્ટ સર્ટિફિકેટ મળ્યું હોવાથી તે સેન્સર પર ખુબ જ ગુસ્સે થઇ છે. રાખી સાવંતનું કહેવું છે કે તે આઈટમ ગર્લ છે એટલા માટે તેની સાથે આવું કરવામાં આવી રહ્યું છે. તેને વધુમાં કહ્યું કે તે આઈટમ ગર્લ છે બીજા લોકોની જેમ પોર્ન સ્ટાર તો નથી.

સેન્સર બોર્ડ પર પોતાનો ગુસ્સો ઠાલવતા રાખી સાવંતએ કહ્યું કે તે પહેલાંજી નિખલાનીના ઘરમાં ઘુસીને તેને ખુરશી પરથી ઉતારી દઈને તેમની જગ્યા લઇ લેશે. રાખી સાવંતએ કહ્યું કે તે તેમના કરતા પણ વધારે સારું કામ કરી શકે છે.

મારી પાસે પૈસા નથી તો મારી ફિલ્મને એડલ્ટ કહી દીધી. આ લોકોને પરેશાની છે કે એક દેશની દીકરી આઈટમ ગર્લથી હીરોઇન બની ગયી. સારું તો છે ને કે હું પોર્ન સ્ટાર નથી જે પૈસા આપીને ફિલ્મ કરાવી શકું.

રાખી સાવંતનો સીધો નિશાનો સની લિયોન પર જ હતો. આમ જોવા જઈએ તો રાખી સાવંત બોલિવૂડમાં સની લિયોન સાથે જ વેર રાખે છે.

હાલમાં જ એક રિપોર્ટરે રાખી સાવંતને પૂછ્યું કે સની લિયોનને આમિર ખાન ઘ્વારા મળેલી ઓફર વિશે તેનું શુ કહેવું છે. આ સવાલ પર રાખી સાવંતનો જવાબ હતો કે આપણે એક સારા સમાચાર આપું છું કે સની લિયોન પોર્નસ્ટાર બનવાની છે.

રાખી સાવંતનો ગુસ્સો એ તરફ હતો જયારે આમિર ખાને ટવિટ કરીને કહ્યું હતું કે તેઓ સની લિયોન સાથે કામ કરવા માંગે છે. આટલું જ નહીં પરંતુ રાખી સાવંત ઘણી વાર વગર વાતનો ગુસ્સો પણ સની લિયોન પર નીકાળી ચુકી છે.

રાખી સાવંતને હંમેશાથી સની લિયોન પર ગુસ્સો રહ્યો છે. કારણકે તેને આવીને રાખી સાવંતને હટાવી છે. તેવામાં આમિર ખાન પણ જો એવું કહી દે કે તેને સની લિયોન સાથે કામ કરવું છે તો રાખીનો ગુસ્સો તો બહાર આવવો જ રહ્યો.

રાખી સાવંતએ કહ્યું કે સની લિયોન પોર્નસ્ટાર છે અને તેની ફિલ્મ મસ્તીઝાદે પણ તેવી જ હતી. મને ખબર નથી પડતી કે સની લિયોનની ફિલ્મો સેન્સર બોર્ડ પાસ કઈ રીતે કરી દે છે.

રાખી સાવંતએ હાલમાં જ સની લિયોનના ગીતો પર કમેન્ટ કરતા કહ્યું કે તે ચીસો પાડીને કહી રહી છે કે તે કોણ છે. રાખીનો મતલબ હતો કે Whore.

રાખી સાવંતનું કહેવું છે કે સની લિયોન પાસે એક્ટિંગનું ટેલન્ટ નથી એટલા માટે તે કપડાં ઉતારીને કમાણી કરે છે અને લોકો તેને જોવે પણ છે.

રાખીએ વધુમાં કહ્યું કે તેના સંસ્કાર તેને કપડાં ઉતારવાની પરવાનગી નથી આપતું. તે કઈ રીતે કપડાં ઉતારીને નાચી શકે. આ બધું તો એક પોર્નસ્ટાર કરે છે તેમની જ આવી આદત હોય છે.

રાખી સાવંતએ કહ્યું કે સની લિયોન જેટલી કેટલી આવી અને કેટલી ગયી. રાખી સાવંતના ડાન્સ આગળ કોઈ જ ના ટકી શકે. તેની પાસે ડાન્સની શક્તિ છે.

રાખી સાવંતએ પણ કહ્યું કે સની લિયોન એક પોર્નસ્ટાર છે અને પોર્નસ્ટારનું આપણા દેશમાં કોઈ જ કામ નથી. તે જે કામ કરે છે તેમાં જ સારી લાગે છે.

રાખી સાવંતએ કહ્યું કે સની લિયોનના કારણે આપણા દેશનો માહોલ બગડી રહ્યો છે. દેશમાં બળાત્કાર વધી રહ્યા છે. એટલા માટે બોલિવૂડ અને સરકારે એક થઇને તેને બેન કરવી જોઈએ.












Click it and Unblock the Notifications
