રાખી સાવંતે નીરજ ચોપડા સ્ટાઈલમાં રસ્તા પર ભાલો ફેંક્યો અને પછી... જુઓ મઝાનો Video

નીરજ ચોપડાને મળેલા ગોલ્ડ મેડલને જોઈને રાખી સાવંત એટલી ઉત્સાહિત થઈ ગઈ કે રસ્તા પર જ તેણે પોતાનુ હુનર બતાવી દીધુ.

નવી દિલ્લીઃ ટોક્યો ઓલિમ્પિકમાં જેવલિન થ્રોમાં નીરજ ચોપડાએ ગોલ્ડ મેડલ મેળવીને આખા દેશને ગૌરવ અપાવ્યુ છે. તેનાથી પ્રભાવિત થઈને ભવિષ્યમાં ઘણા યુવાનો આ રમતમાં પોતાનુ ભાગ્ય અજમાવતા જોવા મળશે પરંતુ આપણી બૉલિવુડ ડ્રામા ક્વીન અત્યારથી જ તેની પ્રેકટીસમાં લાગી ગઈ છે. નીરજ ચોપડાને મળેલા ગોલ્ડ મેડલને જોઈને રાખી સાવંત એટલી ઉત્સાહિત થઈ ગઈ કે રસ્તા પર જ તેણે પોતાનુ હુનર બતાવી દીધુ. રાખી સાવંતનો આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને તમે પણ ખુશ થઈ જશો.

રાખી સાવંતે રસ્તા પર નીરજ ચોપડા સ્ટાઈલમાં ફેંક્યો ભાલો

રાખી સાવંતે રસ્તા પર નીરજ ચોપડા સ્ટાઈલમાં ફેંક્યો ભાલો

પોતાની હરકતોથી હંમેશા છવાયેલી રહેતી રાખી સાવંત નીરજ ચોપડાની ઉપલબ્ધિ જોઈને આ રમતના જૂનુનમાં ખુદને આ રમત રમવાની ટ્રાય કરવાથી રોકી શકી નહિ. જેના પરિણામે રાખી સાવંત રસ્તા પર જ નીરજ ચોપડાની સ્ટાઈલમાં ભાલો ફેંકવાની કોશિશ કરતી જોવા મળી.

વાયરલ વીડિયો જોઈને ફેન્સ બોલ્યા - આવતા ઓલિમ્પિકમાં આ જ જશે

વાયરલ વીડિયો જોઈને ફેન્સ બોલ્યા - આવતા ઓલિમ્પિકમાં આ જ જશે

રાખી સાવંતનો આ વીડિયો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયો પર તેના ફેન્સ મઝાની કમેન્ટ કરી રહ્યા છે. ઘણા ફેન્સ તો રાખીની આ અદા પર મરી મિટ્યા છે. ફેન્સ કહી રહ્યા છે કે આવતા ઓલિમ્પિકમાં આ જ જશે.

રાખીએ રસ્તા વચ્ચે દોડીને ફેંક્યો ભાલો

રાખીએ રસ્તા વચ્ચે દોડીને ફેંક્યો ભાલો

રાખીની આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે રાખી પિંક કલરના ટૉપ અને ટાઈટ પેન્ટ પહેરેલી જોવા મળી રહી છે. વળી, રાખી સાવંત રસ્તા વચ્ચે દોડીને ભાલા તરીકે એક દંડો ફેંકી રહી છે. વળી, રાખી સાવંત આસપાસ હાજર બધા લોકોને કહે છે કે કોશિશ તો કરીને મે. મે સારુ ફેંક્યુને..એકદમ કડક ફેંક્યુને.. ત્યારબાદ તે જય હો અને જય હિંદના નારા પણ લગાવે છે.

દંડા થ્રો જોઈને સૌ કોઈએ લીધી મઝા

આ વીડિયોમાં વચ્ચે રસ્તા પર જ્યારે ટ્રાફિક આવે છે ત્યારે તેને ટ્રાફિક પોલિસની જેમ આગળ વધવાનો ઈશારો પણ કરે છે. અંતમાં તે પોતાનો દંડો પાછો લઈને પોતાની ગાડીમાં બાય બોલતી જતી રહે છે. તેના ફેન્સ પણ તેને બાય કહે છે. રાખી સાવંતનો આ રસ્તા વચ્ચે આ દંડા થ્રો જોઈને સૌ કોઈ મઝા લેતુ જોવા મળ્યુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X