રામાનંદ સાગરની પપૌત્રીને ટોપલેસ થવામાં કોઈ વાંધો નથી, બોલ્ડ ફોટો સાથે આ વાત લખી દીધી
ક્યારેક રામાયણ જેવી સિરિયલ બનાવનારા રામાનંદ સાગરની પ્રપૌત્રી આ દિવસોમાં સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. સાક્ષી ચોપરા તેના બોલ્ડ અંદાજ માટે જાણી છે અને સોશિયલ મીડિયા પર ફેન્સ માટે એકથી એક બોલ્ડ ફોટો શેર કરતી રહે છે.
જો તમે સાક્ષી ચોપરાના ઈન્સ્ટા એકાઉન્ટમાં એક નજર કરો તો તમને તે ટોપલેસથી લઈને બ્રાલેસ અંદાજમાં જોવા મળશે. સાક્ષી કોઈપણ ફેશનને ખુલ્લેઆમ અપનાવે છે અને તેના બોલ્ડ ફોટો શેર પણ કરે છે. તેનાથી આગળ તે ટોપલેસ થવાને યોગ્ય પણ ઠેરવી ચુકી છે.

થોડા સમય પહેલા તેણે ઇન્સ્ટાગ્રામ પર સાક્ષીએ એક ટોપલેસ ફોટો શેર કર્યો હતો. આ ફોટો સાથે કેટલાક જૂના ચિત્રો, શિલ્પો, બ્લાઉઝ વગરની સાડી પહેરેલી મહિલાઓના ફોટોગ્રાફ્સ પણ પોસ્ટ કર્યા હતા. આ બધાને વાજબી ગણાવતા કેપ્શનમાં તેને લખ્યુ હતું કે, ભારતમાં પહેલા મહિલાઓ બ્લાઉઝ વગર સાડી પહેરતી હતી, સ્ત્રી અને પુરુષ બંને છાતી પર કપડા પહેર્યા વગર ફરતા હતા. પરંતુ આજના સમાજમાં મહિલાઓ ટોપલેસ થતા ટીકા કરવામાં આવે છે. આ ખૂબ જ સ્વાભાવિક છે.
તેણે આગળ લખ્યુ કે, આદિવાસીઓને જુઓ, ઘણા ટાપુઓ છે જ્યાં દરેક આવી રીતે જોવા ટેવાયેલા છે, આ જાતીય નથી, આ ફક્ત હોવાની રીત છે. આ સ્વાભાવિક છે. હું કોઈનાથી શરમાઈશ નહીં, હું તમારી લૈંગિક માન્યતાઓ દ્વારા વ્યાખ્યાયિત નહીં થઈ શકું. હું ખુશ છું, હું મુક્ત અનુભવું છું. તેની આ પોસ્ટ થોડી જ વારમાં વાયરલ થઈ ગઈ અને ફેન્સ પણ કમેન્ટ કરતા જોવા મળ્યા હતા.
હવે સાક્ષી ચોપરા ફરી એકવાર ચર્ચામાં છે. સાક્ષી હાલમાં જ તેનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં તે લાલ બ્રાલેસ ટોપ અને મિની સ્કર્ટમાં બેકલેસ જોવા મળી રહી છે. આ લુકમાં તે મસ્તીમાં ઝૂલતી જોવા મળી રહી છે.
તમને જણાવી દઈએ કે, સિંગર અને સોંગ રાઈટર સાક્ષી ચોપરા વ્યવસાયે એક મોડલ સાથે સાથે સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર પણ છે અને પોતાના ફેન્સ માટે પોતાની બોલ્ડ તસવીરો પોસ્ટ કરે છે.












Click it and Unblock the Notifications
