આના કારણે રણબીર-આલિયાનુ હનીમૂન થયુ કેન્સલ! રિસેપ્શનના બીજા દિવસે જ કામે વળગ્યા

રણબીર કપૂર કામ પર પાછા વળગી ગયા છે. જાણો કારણ.

મુંબઈઃ બૉલિવુડના ક્યુટ કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ 14 એપ્રિલે લગ્નના બંધનમાં બંધાઈ ગયા. આ લગ્ન સમારંભ ખૂબ જ પ્રાઈવેટ રાખવામાં આવ્યો જેમાં બંનેના અમુક સંબંધીઓ અને દોસ્તો શામેલ થયા. ત્યારબાદ 16 તારીખે રણબીરના ઘર વાસ્તુમાં જ વેડિંગ રિસેપ્શન રાખવામાં આવ્યુ જેમાં ઘણી મોટી હસ્તીઓ શામેલ થઈ. ત્યારબાદ રણબીર કામ પર પાછા વળગી ગયા છે.

અંધેરીમાં થયા સ્પૉટ

અંધેરીમાં થયા સ્પૉટ

પહેલા સમાચાર આવ્યા હતા કે રણબીર-આલિયા લગ્ન પછી સાઉથ આફ્રિકા હનીમૂન માટે જશે પરંતુ હવે તેમનો પ્લાન કેન્સલ જણાવવામાં આવી રહ્યો છે. રવિવારે મુંબઈના અંધેરીમાં રણબીરને સ્પૉટ કરવામાં આવ્યો. તેણે વાદળી રંગનુ પ્લેડ શર્ટ અને બેઝ રંગનુ પેન્ટ પહેર્યુ હતુ. ત્યાં હાજર પાપારાઝીએ તેમને લગ્નની શુભકામનાઓ આપી. આના પર રણબીર ચૂપ રહ્યા. બસ તે બધાને થમ્સ અપ બતાવીને આગળ વધી ગયા.

આ છે કારણ

આ છે કારણ

મીડિયા રિપોર્ટસ મુજબ રણબીર અને આલિયા પાસે અત્યારે ઘણા બધા વર્ક પ્રોજેક્ટ છે. જેના કારણે તે હનીમૂન પર નથી જઈ રહ્યા. રણબીર ફિલ્મ 'એનીમલ'ના શૂટિંગ માટે હિમાચલ પ્રદેશ માટે 21 એપ્રિલના રોજ રવાના થઈ જશે જ્યારે આલિયાને ફિલ્મ 'રૉકી ઓર રાનીકી પ્રેમ કહાની' માટે સ્વિત્ઝરલેન્ડ જવાનુ છે.

 સોશિયલ મીડિયા પર છવાયા ફોટા

સોશિયલ મીડિયા પર છવાયા ફોટા

રણબીરે પોતાના લગ્નને ઘણુ સિક્રેટ રાખવાની કોશિશ કરી. જો કે, સમારંભ ખતમ થયા બાદ વર-વધુ ખુદ મીડિયા સામે આવ્યા. ત્યારબાદ બંનેએ રિસેપ્શનમાં ફિલ્મી હસ્તીઓ સાથે ખૂબ મસ્તી કરી. રણબીરની બહેને સોશિયલ મીડિયા પર આના ઘણા ફોટા શેર કર્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X