ક્રિટિક્સ રિવ્યૂ : ઠીકઠાક છે રણબીરની બેશરમ!
મુંબઈ, 2 ઑક્ટોબર : આજે રૂપેરી પડદે રણબીર કપૂરની ફિલ્મ બેશરમ રિલીઝ થઈ ગઈ છે. શુક્રવારના સ્થાને બુધવારે રિલીઝ થયેલી અભિનવ કશ્યપ દિગ્દર્શિત બેશરમનું જોરદાર પ્રમોશન કરાયુ હતું કે જેથી લોકો વચ્ચે ફિલ્મની ખાસી રાહ જોવાતી હતી.
ફિલ્મ અંગે ફર્સ્ટ રિસ્પૉન્સ જાણવા માટે વનઇન્ડિયાની ટીમ મલ્ટીપ્લૅક્સ સિનેમા પહોંચી. ફિલ્મનો પહેલો શો જોઈ હૉલમાંથી નિકળતાં એક દર્શકે જણાવ્યું કે બેશરમ પૂર્ણત્વે મસાલા ફિલ્મ છે. આપ ક્યાંય બોર નહીં થાવ, કારણ કે ફિલ્મનો દરેક શૉટ મનોરંજનથી ભરપૂર છે. ફિલ્મનું નામ બેશરમ જરૂર છે, પણ ફિલ્મે ક્યાંય પણ બેશરમીની હદ નથી ઓળંગી. ફિલ્મ સમ્પૂર્ણપણે સપરિવાર જોવા યોગ્ય છે.
ફિલ્મનો તમામ શ્રેય અભિનવ કશ્યપને જાય છે કે જેમણે એક પૈસા વસૂલ ફિલ્મ બનાવી છે. ઋષિ કપૂર અને નીતૂ સિંહ પણ લાજવાબ છે, તો નવા અભિનેત્રી પલ્લવી શારદા પણ લોકોને નિરાશ નથી કરતાં. સરવાળે મારા હિસાબે ફિલ્મ હિટ છે.
આવો તસવીરો સાથે જાણીએ બેશરમ ફિલ્મ અંગે ક્રિટિક્સ રિવ્યૂ :

વનઇન્ડિયા
વનઇન્ડિયાએ ફિલ્મને પૈસા વસૂલ ઠેરવી છે અને ફિલ્મના વખાણ કરતાં 3 સ્ટાર્સ આપ્યાં છે.

દૈનિક ભાસ્કર
દૈનિક ભાસ્કરે બેશરમના વખાણ કરતાં ફિલ્મને 3.5 સ્ટાર્સ આપ્યાં છે.

આજ તક
આજ તકે પણ ફિલ્મને ટપોરી છાપ બતાવી છે અને 3 સ્ટાર્સ આપ્યાં છે.

આઈનેક્સ્ટ લાઇવ
આઈનેક્સ્ટ લાઇવ બેશરમને 2.5 સ્ટાર આપે છે.

ઇન્ડિયા ટુડે
પણ ઇન્ડિયા ટુડે પ્રમાણે બેશરમ ફિલ્મ સરેરાશથી કંઈક વધુ નથી. તેણે 1 સ્ટાર આપ્યાં છે.












Click it and Unblock the Notifications
