યે જવાની હૈ દીવાની : રણબીર-દીપિકા પહોંચ્યા કાશ્મીર
મુંબઈ, 1 ફેબ્રુઆરી : ફરી એક વાર મહોબ્બતની વાદીઓમાં બે દીવાનાઓ પ્રેમના અફસાનાઓ રચશે. હા જી. અમે વાત કરી રહ્યાં છીએ બૉલીવુડના સ્વિટ હૉટ કપલ રણબીર કપૂર તથા દીપિકા પાદુકોણેની. આજકાલ બંને પોતાની આવનાર ફિલ્મ યે જવાની હૈ દીવાની એટલે કે વાયજેએચડીના શુટિંગ માટે કાશ્મીર પહોંચ્યાં છે. આ અગાઉ આ ફિલ્મનું શુટિંગ ઊટીમાં થઈ ચુક્યું છે. પ્રેમના સ્વર્ગ તરીકે ઓળખાતા કાશ્મીરમાં ફરીથી ફિલ્મોનુ શુટિંગ શરૂ થઈ ગયું છે. આ બાબત ફિલ્મો અને કાશ્મીર બંને માટે સારો સંકેત છે.

નોંધનીય છે કે આ અગાઉ યશ ચોપરાએ પોતાની છેલ્લી ફિલ્મ જબ તક હૈ જાનનું શુટિંગ કાશ્મીર તેમજ લડ્ડાખ ખાતે કરી હતી. ફિલ્મ સુપરહિટ રહી. તેથી આ વખતે રણબીર-દીપિકાને પણ આશા છે કે તેમની ફિલ્મ પણ હિટ થશે. યે જવાની હૈ દીવાની ફિલ્મના શુટિંગ માટે રણબીર અને દીપિકા પાદુકોણ ઉપરાંત દિગ્દર્શક અયાન મુખર્જી અને કલ્કી કોચલીન પણ પહેલગામ પહોંચી ગયાં છે.
આપને જણાવી દઇએ કે આ પ્રણય-કથા કરણ જૌહર બનાવી રહ્યાં છે, તો ફિલ્મના દિગ્દર્શક અયાન મુખર્જી છે. જોકે કાશ્મીરમાં શુટિંગનો દીપિકાનો પ્રથમ અનુભવ છે, પરંતુ રણબીર અગાઉ પણ કાશ્મીરમાં શુટિંગ માટે આવી ચુક્યાં છે. રણબીરની રૉકસ્ટાર ફિલ્મનું શુટિંગ કાશ્મીરની વાદીઓમાં જ થયુ હતું.
જોકે બૉલીવુડમાં એવું મનાય છે કે જો કોઈ પણ ફિલ્મને કાશ્મીરમાં શુટ કરાય, તો તે જોરદાર હિટ રહે છે. યશ ચોપરા પણ આવું જ માનતા હતાં.












Click it and Unblock the Notifications
