રણબીરને મુંબઈ ઍરપોર્ટે રોકવામાં આવ્યાં, 80 હજારનો દંડ
મુંબઈ, 4 મે : બૉલીવુડ અભિનેતા રણબીર કપૂરને આજે સવારે મુંબઈ ઍરપોર્ટે કસ્ટમ વિભાગે રોક્યાં. તેમને ત્રણ કલાક વિભાગની નજર હેઠળ રહેવુ પડ્યું. કેટલીક પૂછપરછ તથા 80 હજારનો દંડ વસૂલ્યા બાદ તેમને જવા દેવામાં આવ્યાં. ડ્યૂટી-ફ્રી આયટમ્સ અંગે માહિતી ન હોવાના કારણે તેમને આવી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.

રણબીર કપૂર બ્રિટિશ ઍરવેઝની ફ્લાઇટથી લંડનથી પરત ફરી રહ્યા હતાં. આજે સવારે તેઓ મુંબઈ ઍરપોર્ટે પહોંચ્યા, ત્યારે તપાસ દરમિયાન અધિકારીઓએ તેમની પાસે વણજાહેર વસ્તુઓ મળતાં પૂછપરછ માટે રોકી લીધા.
પોતાની આવનાર ફિલ્મ યે જવાની હૈ દીવાનીના પ્રમોશન માટે રણબીર કપૂર લંડન ગયા હતાં અને આજે સવારે તેઓ ભારત પરત ફર્યા હતાં. ફિલ્મમાં તેમની સાથે દીપિકા પાદુકોણે પણ છે, પરંતુ તેઓ પ્રમોશન માટે લંડન નહોતા ગયાં.












Click it and Unblock the Notifications
