કાસ્ટીંગ કાઉચ પર કંઈક આવું બોલી ગયા રણબીર કપૂર
હાલમાં કાસ્ટીંગ કાઉચ જેવો ગંભીર મામલો લોકોની સામે આવી રહ્યો છે. એક તરફ ફિલ્મી અભિનેત્રી ઘ્વારા કરવામાં આવેલા ખુલાસા ફિલ્મી દુનિયા પાછળની કાળી તસ્વીર બતાવી રહ્યા છે.
હાલમાં કાસ્ટીંગ કાઉચ જેવો ગંભીર મામલો લોકોની સામે આવી રહ્યો છે. એક તરફ ફિલ્મી અભિનેત્રી ઘ્વારા કરવામાં આવેલા ખુલાસા ફિલ્મી દુનિયા પાછળની કાળી તસ્વીર બતાવી રહ્યા છે. પરંતુ હંગામો ત્યારે વધી ગયો જયારે હિન્દી સિનેમાની ફેમસ અને સિનિયર કોરિયોગ્રાફર સરોજ ખાને આ મુદ્દે ખુબ જ વિવાદિત ટિપ્પણી કરી નાખી. ઘણી અભિનેત્રી ઘ્વારા કાસ્ટીંગ કાઉચનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેના વિશે ખુલીને વાત પણ તેઓ કરી રહ્યા છે.

"ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટીંગ કાઉચ.. મારી સાથે તો નથી થયું"
જયારે આ વિશે બોલિવૂડ ચોકલેટી હીરો રણબીર કપૂરને પૂછવામાં આવ્યું ત્યારે તેને જણાવ્યું કે તેમને તો ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટીંગ કાઉચનો સામનો ક્યારેય પણ નથી કર્યો. પરંતુ ત્યારપછી તેઓ થોડા ગંભીર થયા અને કહ્યું કે કાસ્ટીંગ કાઉચ ખુબ જ ખોટી બાબત છે અને જો ઇન્ડસ્ટ્રીમાં આવું થઇ રહ્યું હોય તો હું તેનો વિરોધ કરું છું.
|
લોકોએ રણબીર કપૂરની મજા લીધી
રણબીર કપૂરના આ નિવેદન અંગે લોકોએ સોશ્યિલ મીડિયા પર તેની ખુબ જ મજા લીધી. તેમને અભિનેતા માટે એક પછી એક ફની ટવિટ કર્યા.
|
ફિલ્મ સંજુનું ટીઝર લોન્ચ
રણબીર કપૂર મંગળવારે ફિલ્મ સંજુના ટીઝર લોન્ચ વખતે મીડિયા સામે આવ્યા, જ્યાં તેમની પાસે સરોજ ખાનના નિવેદન અંગે પ્રતિક્રિયા માંગવામાં આવી હતી. ફિલ્મ 'સંજુ' સંજય દત્તના જીવન પર આધારિત ફિલ્મ છે.

અહીં રેપના બદલામાં રોટી મળે છે
કાસ્ટીંગ કાઉચ બાબતે સરોજ ખાને મીડિયામાં નિવેદન આપ્યું હતું કે આ બધું તો બાબા આદમના જમાનાથી ચાલ્યું આવે છે. અહીં દરેક લોકો એવું જ વિચારે છે કે કઈ રીતે તેમને કોઈ યુવતી એકલી મળી જાય. બધા જ લોકો છોકરીઓ પર હાથ સાફ કરવા માંગે છે. પરંતુ અમારી ઇન્ડસ્ટ્રીમાં યુવતીને ખાલી રેપ કરીને છોડવામાં નથી આવતી, પરંતુ તેને રોજી રોટી પણ આપવામાં આવે છે. આપણે જણાવી દઈએ કે સરોજ ખાને આ વાત મહારાષ્ટ્રના સાંગલીમાં ફ્યુઝન ડાન્સ એકેડમી તરફ થી આયોજિત કરવામાં આવેલા શિબિર કાર્યક્રમમાં કહી હતી.

હંગામો થયો તો માફી માંગી
સરોજ ખાનના નિવેદન પછી તેમની ચારે તરફ થી નિંદા થવા લાગી ત્યારપછી તેમને પોતાના નિવેદન પર માફી માંગી છે. આપણે જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા ટોલિવૂડ ની સ્ટ્રગલર અભિનેત્રી શ્રી રેડ્ડી ઘ્વારા રસ્તા વચ્ચે કપડાં ઉતારીને કાસ્ટીંગ કાઉચ સામે વિરોધ કર્યો હતો.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી


Click it and Unblock the Notifications
