Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રિલીઝ પહેલા જ સંજુ 100 કરોડ કલેક્શન, બોક્સ ઓફિસ પર તહેલકો

રણબીર કપૂરની ફિલ્મ સંજુ આ શુક્રવારે દેશભરમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. કહેવામાં આવે છે કે આ ફિલ્મ સૌથી મોટી ફિલ્મ તરીકે ઉભરી શકે છે.

રણબીર કપૂરની ફિલ્મ સંજુ આ શુક્રવારે દેશભરમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. કહેવામાં આવે છે કે આ ફિલ્મ સૌથી મોટી ફિલ્મ તરીકે ઉભરી શકે છે. ફિલ્મ રિલીઝ પહેલા જ રણબીર કપૂરના વખાણ થઇ રહ્યા છે. એટલા માટે આશા રાખવામાં આવી રહી છે કે ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવશે. આ ફિલ્મ પાસે 300 કરોડ રૂપિયાના કલેક્શનની આશા રાખવામાં આવી રહી છે.

રાજકુમાર હિરાનીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ 80 કરોડ રૂપિયાના બજેટ પર તૈયાર થયી છે. જયારે 20 કરોડ રૂપિયા ફિલ્મ પ્રોમોશન પર ખર્ચ કરવામાં આવ્યા છે. એટલા માટે ફિલ્મને બોક્સ ઓફિસ પર હિટ થવા માટે ઓછામાં ઓછું 150 કરોડની કમાણી કરવી પડશે. જે હાલમાં આ ફિલ્મ માટે મુશ્કિલ નથી દેખાઈ રહ્યું.

જો કમાણી વિશે વાત કરવામાં આવે તો ફિલ્મના રાઈટ્સ પહેલાથી જ ભારે કિંમત પર વેચાઈ ચુક્યા છે. ફિલ્મે રિલીઝ પહેલા જ 100 કરોડની કમાણી કરી લીધી છે. એટલે કે ફિલ્મનું બજેટ નીકળી ચૂક્યું છે. ટ્રેડ પંડિતો અનુસાર આ ફિલ્મ બોક્સ ઓફિસ પર 25 કરોડ સુધીની જોરદાર ઓપનિંગ કરશે.

જાણો સંજુ કેમ થશે સુપરહિટ....

રાજકુમાર હિરાની

રાજકુમાર હિરાની

રાજકુમાર હિરાની પોતાની દરેક ફિલ્મમાં જાન લગાવી દે છે, પછી તે મુન્ના ભાઈ હોય, 3 ઇડિયટ હોય કે પછી પીકે હોય. દરેક ફિલ્મોમાં શાનદાર કહાની સાથે એક સંદેશ પણ હોય છે. એટલા માટે આ ફિલ્મ પાસે પણ ઘણી આશા રાખવામાં આવી રહી છે.

કન્ટેન્ટ માં દમ

કન્ટેન્ટ માં દમ

આજકાલ દર્શકો કેટલીક ફિલ્મો જ પસંદ કરે છે. એવી ફિલ્મો જેની કહાનીમાં દમ હોય અને રાજકુમાર હિરાનીની ફિલ્મમાં કહાની શાનદાર હોય છે. એટલા માટે આ વાતમાં કોઈ જ શંકા નથી કે વધારેમાં વધારે લોકો આ ફિલ્મ જોવા જશે.

આતુરતાપૂર્વક રાહ

આતુરતાપૂર્વક રાહ

સંજુ આ વર્ષની સૌથી વધુ રાહ જોવાઈ રહેલી ફિલ્મ છે. એક તરફ સંજય દત્તની ફેન ફોલોવિંગ અને બીજી બાજુ તેની કહાની જોવાની લોકોમાં ઉત્સુકતા.

રણબીર કપૂર શાનદાર

રણબીર કપૂર શાનદાર

ફિલ્મના ટ્રેલર અને ગીતોમાં સાફ સાફ દેખાઈ રહ્યું છે કે આ ફિલ્મ માટે રણબીર કપૂરે ખુબ જ મહેનત કરી છે. ટ્રેલર જોઈને જ લોકો રણબીર કપૂરની મહેનત પર ફિદા થઇ ગયા છે.

સોલો રિલીઝ

સોલો રિલીઝ

સૌથી સારી બાબત છે કે સંજુ 29 જૂને સોલો રિલીઝ થઇ રહી છે. એટલા માટે ફિલ્મ પાસે કમાણી કરવા માટે ઘણો સમય છે. માનવામાં આવી રહ્યું છે કે ફિલ્મ રેસ 3 કરતા પણ મોટી ઓપનિંગ સાબિત થશે.

રેસ 3 ઢીલી પડી

રેસ 3 ઢીલી પડી

સલમાન ખાનની રેસ 3 રિલીઝ થઇ ચુકી છે. આ ફિલ્મ કમાણી તો કરી રહી છે પરંતુ સ્ટોરી મામલે ખુબ જ ઢીલી સાબિત થયી છે. એટલા માટે બધા જ એક સારી ફિલ્મની રાહ જોઈ રહ્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X