એવોર્ડ ફંક્શનમાં રણબીર અને આલિયાની ક્યૂટ કિસ
હાલમાં જ થયેલા ઝી સીને એવોર્ડમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ જોવા મળ્યા હતા, જ્યાં રણબીર કપૂરને બેસ્ટ એક્ટર તો આલિયા ભટ્ટને બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો. જેવી બેસ્ટ અભિનેત્રી માટે આલિયા ભટ્ટના નામની જેહેરાત થઇ, ત્યારે આલિયા ભટ્ટની બાજુમાં બેસેલા રણબીર કપૂર તેને કિસ કરવા માટે વળ્યાં. પરંતુ આલિયા ભટ્ટ થોડી ચમકી ઉઠી અને હસવા લાગી. ત્યારપછી બંને સ્ટારે એકબીજાને કિસ કરી અને આલિયા ભટ્ટ એવોર્ડ લેવા માટે સ્ટેજ પર પહોંચી.
હાલમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટનો આ વીડિયો સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. ફેન્સ આ ક્યૂટ વીડિયો જોઈને ઘણા જ ખુશ છે કારણકે અહીં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર એક સાથે ઘણા જ ખુશ દેખાઈ રહ્યા છે.
રણબીરની એક્સ-ગર્લફ્રેન્ડ વિશે આલિયાનું ચોંકાવનારુ નિવેદન, 'હું પણ ક્યાં કમ છુ'
આપને જણાવી દઈએ કે રણબીર કપૂરને ઝી સીને એવોર્ડમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો છે, જેને આપવા માટે આલિયા ભટ્ટ સ્ટેજ પર આવી હતી. રણબીરના નામની ઘોષણા કરતા આલિયા ભટ્ટે તેને પોતાનો ઓલ ટાઈમ ફેવરેટ એક્ટર ગણાવ્યો. આપને જણાવી દઈએ કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં એકસાથે જોવા મળશે. આ ફિલ્મ ડિસેમ્બરમાં રિલીઝ થવા જઈ રહી છે.
ફોટો વાયરલ: બ્રેક અપ બાદ મળેલા દીપિકા-રણબીરે બધાની સામે કરી કિસ
અહીં જુઓ રણબીર કપૂર અને આલિયા ભટ્ટનો ક્યૂટ વીડિયો...
View this post on InstagramA post shared by RANBIR KAPOOR FANPAGE♥️ (@ranbir_kapoor_loverz) on