મોસ્ટ વૉન્ટેડ બૅચલર્સ : રણબીરે સલ્લુને, તો દીપિકાએ કૅટને આપી માત

નવી દિલ્હી, 25 ઑક્ટોબર : બૉલીવુડના દબંગ સલમાન ખાનને એક જ દિવસમાં બીજી પછડાટ લાગી છે. મોસ્ટ ઍટ્રૅક્ટિવ પર્સનાલિટીની બાબતમાં શાહરુખ ખાન સામે માત ખાધા બાદ સલમાન ખાનને મોસ્ટ વૉન્ટેડ બૅચલરની બાબતમાં રણબીરના હાથે માત ખાવી પડી છે.

એક વૈવાહિક વેબસાઇટ દ્વારા કરાવવામાં આવેલ સર્વેમાં બૉલીવુડના નવયુવાન અભિનેતા રણબીર કપૂર મોસ્ટ વૉન્ટેડ બૅચલર તરીકે ઉપસી આવ્યાં છે, તો બીજી બાજુ રણબીરના પૂર્વ પ્રેમિકા દીપિકા પાદુકોણે મોસ્ટ વૉન્ટેડ બૅચલર ગર્લની બાબતમાં સૌથી આગળ રહ્યાં છે. આ સર્વેના તારણ ઉપરથી એક તારણ આ પણ નિકળે છે કે રણબીરના એક્સ પ્રેમિકા દીપિકાએ તેમના હાલના પ્રેમિકા અને સલમાનના એક્સ પ્રેમિકા કૅટરીના કૈફને માત આપી છે.

શાદી ડૉટ કૉમ દ્વારા કરવામાં આવેલ સર્વેમાં 24થી 30 વર્ષની વયના 7 હજાર કરતા વધુ મહિલા-પુરુષોએ ભાગ લીધો. આ સર્વે ઇન્ડિયાઝ મોસ્ટ વૉન્ટેડ સેલિબ્રિટી સર્વેનો ભાગ હતુ.

તસવીરો સાથે જુઓ અને જાણો મોસ્ટ વૉન્ટેડ બૅચલર્સ :

રણબીર કપૂર

રણબીર કપૂર

રૉકસ્ટાર તથા યે જવાની હૈ દીવાની જેવી ફિલ્મોમાં પોતાનો જાદૂ પાથરનાર રણબીર કપૂર મોસ્ટ વૉન્ટેડ બૅચલર બન્યાં છે. તેમના પક્ષે 31.4 ટકા મહિલાઓએ વોટ આપ્યાં.

સલમાન ખાન

સલમાન ખાન

સલમાન ખાન મોસ્ટ વૉન્ટેડ બૅચલરની યાદીમાં બીજા સ્થાને રહ્યાં છે. તેમને 25.6 ટકા વોટ હાસલ થયાં.

રાહુલ ગાંધી

રાહુલ ગાંધી

આ સર્વેમાં રાહુલ ગાંધી ત્રીજા નંબરે રહ્યાં છે. મોસ્ટ વૉન્ટેડ બૅચલર તરીકે તેઓ 21.98 ટકાની પસંદગી હતાં.

વિરાટ કોહલી

વિરાટ કોહલી

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી વિરાટ કોહલીએ 21.02 ટકા વોટ હાસલ કરી ચોથા સ્થાને રહ્યાં.

દીપિકા સૌથી આગળ

દીપિકા સૌથી આગળ

મોસ્ટ વૉન્ટેડ બૅચલર ગર્લની બાબતમાં દીપિકા પાદુકોણે બાજી મારી ગયાં. કૉકટેલ અને યે જવાની હૈ દીવાની જેવી ફિલ્મો કરનાર દીપિકાએ 32.02 ટકા વોટ હાસલ કર્યાં.

કૅટરીના કૈફ

કૅટરીના કૈફ

આ બાબતમાં કૅટરીના કૈફ બીજા સ્થાને રહ્યાં. તેમને 29.76 ટકા વોટ હાસલ થયાં.

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા

મટરૂ કી બિજલી અનુષ્કા શર્મા આ યાદીમાં ત્રીજા સ્થાને છે કે જેમને 20.14 ટકા પુરુષોએ વોટ આપ્યાં.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા આ યાદીમાં પાછળ રહી ગયાં છે. તેમને 18.08 ટકા વોટ સાથે ત્રીજું સ્થાન હાસલ થયું.

પરિણીતની બાબતમાં ઐશ

પરિણીતની બાબતમાં ઐશ

આ સર્વેમાં પરિણીત ફીમેલ સેલિબ્રિટીઓની બાબતમાં ઐશ્વર્યા રાય ટોચે રહ્યાં. તેમને 31.4 ટકા લોકોએ સૌથી મનપસંદ સેલિબ્રિટી તરીકે વોટ આપ્યાં.

હૃતિક રોશન

હૃતિક રોશન

હૃતિક રોશને અમિતાભ બચ્ચન અને શાહરુખ ખાન જેવી હસ્તીઓને પછડાટ આપી પરિણીત મેલ સેલિબ્રિટીઓમાં પ્રથમ સ્થાન હાસલ કર્યું. હૃતિકને 29.11 ટકા વોટ મળ્યાં.

શાહરુખ ખાન

શાહરુખ ખાન

શાહરુખ ખાન 27.4 ટકા વોટ હાસલ કરી બીજા સ્થાને રહ્યાં.

સચિન તેંડુલકર

સચિન તેંડુલકર

સચિન તેંડુલકરને 23.31 ટકા વોટ મળ્યાં અને તેઓ ત્રીજા સ્થાને રહ્યાં.

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન

મહાનાયક અમિતાભ બચ્ચન ચોથા સ્થાને રહ્યાં. તેમને 20.18 ટકા વોટ હાસલ થયાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X