કરોળિયા અને કૉક્રોચથી પણ બીવે છે રણબીર : દીપિકા
મુંબઈ, 16 મે : બૉલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણેનું કહેવું છે કે તેમના મિત્ર તથા આવનાર ફિલ્મ યે જવાની હૈ દીવાનીના સહ-કલાકાર રણબીર કપૂર કરોળિયા તથા કૉક્રોચથી પણ બી જાય છે.

દીપિકા અને રણબીર વચ્ચે બ્રેક-અપ બાદ આ પ્રથમ ફિલ્મ આવી રહી છે. બંને વચ્ચે 2008માં આવેલી બચના ઐ હીસનો ફિલ્મ સાથે પ્રણય શરૂ થયો હતો. જોકે 2009માં બંને જુદા થઈ ગયા હતાં.
દીપિકા પાદુકોણેએ યે જવાની હૈ દીવાની ફિલ્મના પ્રમોશન દરમિયાન જણાવ્યું - જો આપ એક રૂમમાં હોવ અને ત્યાં કરોળિયો કે કૉક્રોચ દેખાય, તો પાકી વાત છે કે બાકી લોકો તો તેને ભગાવવામાં જોતરાઈ જશે, પરંતુ રણબીર કપૂર પલંગની નીચે લપાઈ જશે. આ વાત હું અનુભવે બોલી રહીછું.
નોંધનીય છે કે રણબીર કપૂર અને દીપિકા પાદુકોણેની આ બહુચર્ચિત ફિલ્મ યે જવાની હૈ દીવાની આગામી 31મી મેના રોજ રિલીઝ થશે.












Click it and Unblock the Notifications
