રણધીર કપૂર અને બબીતા 35 વર્ષ એકબીજાથી અલગ રહ્યા પછી હવે ફરીથી આવ્યા સાથે, જાણો શું હતુ કારણ
35 વર્ષ અલગ રહ્યા બાદ રણધીર કપૂર અને બબીતા ફરીથી સાથે આવી ગયા છે. તેમના આ નિર્ણયથી બંને દીકરીઓ અને પરિવાર ઘણા ખુશ છે.
Randhir Kapoor and Babita: બૉલિવુડ અભિનેત્રી કરીના કપૂર અને કરિશ્મા કપૂરના માતાપિતા રણધીર કપૂર અને બબીતાએ 1971માં લગ્ન કર્યા હતા ત્યારબાદ વર્ષ 1988માં અમુક કારણોસર અલગ થઈ ગયા હતા. હવે 35 વર્ષ અલગ રહ્યા બાદ રણધીર કપૂર અને બબીતા ફરીથી સાથે આવી ગયા છે. નોંધનીય છે કે બંનેએ આટલા વર્ષો દૂર રહ્યા બાદ પણ ડિવૉર્સ લીધા નહોતા. જો કે, હવે બંનેએ આટલા વર્ષો પછી સાથે રહેવાનો નિર્ણય કર્યો છે. તેમના આ નિર્ણયથી બંને દીકરીઓ અને પરિવાર ઘણા ખુશ છે.

રણધીર કપૂર અને બબીતા ફરી આવ્યા સાથે
મીડિયા રિપોર્ટ્સ મુજબ રણધીર કપૂર અને બબીતાની મોટી દીકરી કરિશ્મા કપૂર અને નાની દીકરી કરીના કપૂરે બાંદ્રા સ્થિત તેમના પિતા રણધીર કપૂરના ઘરે તેમની માતાનો તમામ સામાન પહોંચાડી દીધો છે. પિતા-માતાના પુનઃ મિલનથી બંને પુત્રીઓ ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. બંને દીકરીઓના મતે આ ઉંમરે કપલનુ સાથે રહેવુ ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં બંને પોતાના માતા-પિતાને સાથે જોઈને ખૂબ જ ખુશ છે.

35 વર્ષથી દૂર હતા રણધીર-બબીતા
તમને જણાવી દઈએ કે રણધીર કપૂર અને તેમની પત્ની બબીતા ઘણા સમયથી એકબીજાથી દૂર હતા. લવ મેરેજ હોવા છતાં બંને વચ્ચે ઘણા મનદૂઃખ હતા જેના કારણે બંનેએ એકબીજાથી દૂર રહેવાનું જ સારુ માન્યુ હતુ. બંને વર્ષ 1988માં એકબીજાથી અલગ થઈ ગયા હતા. 35 વર્ષ સુધી એકબીજાથી દૂર રહ્યા બાદ હવે બંને ફરી સાથે રહેવા લાગ્યા છે.

રણધીર કપૂરની તબિયત સારી નથી
છેલ્લા કેટલાક સમયથી રણધીર કપૂરની તબિયત સારી નથી. આ સ્થિતિમાં બધાનુ માનવુ હતુ કે તેની પત્ની બબીતાએ તેની સાથે રહેવુ જોઈએ. જ્યારથી રણધીર કપૂર અને બબીતા એક સાથે આવવાના સમાચાર સાંભળ્યા છે ત્યારથી તેમના ફેન્સ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. આ સાથે તેઓ સોશિયલ મીડિયા પર પણ પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યુ છે - મને તેમની ફિલ્મ 'કલ આજ ઔર કલ'નુ ગીત યાદ છે 'જબ હમ હોંગે 60 સાલ કે ઔર તુમ હોગે 55 કે પ્રીત કી રીત નિભાઓગી, ફિર ભી અપને બચપન કી'. બીજા એક યુઝરે લખ્યુ છે - બંનેએ ખૂબ જ યોગ્ય નિર્ણય લીધો છે.

1969માં થઈ હતી રણધીર-બબીતાની મુલાકાત
રણધીર કપૂર અને બબીતાની મુલાકાત વર્ષ 1969માં થઈ હતી. બંનેની મુલાકાત ફિલ્મ 'સંગમ'ના સેટ પર થઈ હતી અને અહીંથી બંને વચ્ચેની લવસ્ટોરી શરૂ થઈ હતી. આ પછી બંને એકબીજાને વારંવાર મળવા લાગ્યા. પછી થોડા દિવસો પછી બંનેએ લગ્ન કરી લીધા. બંનેને બે દીકરીઓ પણ હતી. બધુ બરાબર ચાલી રહ્યુ હતુ પરંતુ પછીથી રણધીર કપૂરની કરિયર ડગમગવા લાગી.

રણધીર કપૂરને થઈ ગયો હતો તણાવ
રણધીર કપૂરની ફિલ્મો સતત ફ્લોપ થવા લાગી. પૈસાની સમસ્યા આવવા લાગી. તે જ સમયે, રણધીર કપૂરને તેની કારકિર્દી ડૂબતી જોઈને તણાવ થવા લાગ્યો અને આવી સ્થિતિમાં તેને દારૂ અને સિગારેટની લત લાગી ગઈ. તે નશામાં રહેવા લાગ્યો. તેણે પોતાની જાતને એક્ટિંગથી પણ દૂર રાખી હતી. આનાથી તેમના લગ્ન જીવન પર અસર થવા લાગી અને પછી બંનેએ એકબીજાથી દૂર રહેવાનો નિર્ણય લીધો.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
