Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

‘કંગના પર મહેશ ભટ્ટે ફેંકીને મારી હતી ચંપલ, તે આખી રાત રોઈ હતી મારી બહેન'

એકબીજા વિશે વિવાદિત નિવેદન આપી રહેલી અભિનેત્રી કંગના રનોત અને આલિયા ભટ્ટના વિવાદમાં હવે કંગનાની બહેન રંગોલી ચંદેલ પણ ભાગ લેવા લાગી છે.

એકબીજા વિશે વિવાદિત નિવેદન આપી રહેલી અભિનેત્રી કંગના રનોત અને આલિયા ભટ્ટના વિવાદમાં હવે કંગનાની બહેન રંગોલી ચંદેલ પણ ભાગ લેવા લાગી છે. 16 એપ્રિલની સાંજે રંગોલીએ કંગના પર નિશાન સાધી રહેલા રણદીપ હુડાને જોરદાર ઝાટકી દીધો. વળી, એ જ દિવસે રાત થતાં થતાં તેણે આલિયાના માતપિતાને પણ ન છોડ્યા. વાત આલિયાની મા સોની રાજદાનના ટ્વિટથી શરૂ થઈ. જ્યાં તે આલિયા પર કંગનાના વારંવારના હુમલાની ટીકા કરી રહી હતી.

સોની રાજદાન બોલી - મહેશ ભટ્ટે આપ્યો હતો કંગનાને પહેલો બ્રેક

આલિયાની મા સોની રાજદાને કંગના વિશે લખ્યુ હતુ, ‘મહેશ ભટ્ટ એ વ્યક્તિ છે જેને કંગનાએ પહેલો બ્રેક આપ્યો અને તે તેમની પત્ની અને દીકરી પર હુમલા કરી રહી છે. દીકરી પર વારંવાર.' સોની રાજદાનની આ વાત પર કંગના તો નહિ પરંતુ તેની બહેન જરૂર કંઈક બોલી.

‘મહેશ ભટ્ટ પાસે તો પોતાના પ્રોડક્શન હાઉસ પણ નહોતુ'

સોની રાજદાનની વાત પર જવાબ આપતા રંગોલીએ ટ્વીટ કર્યુ, ‘પ્રિય સોનીજી, મહેશ ભટ્ટે ક્યારેય પણ કંગનાને કોઈ બ્રેક નહોતો આપ્યો પરંતુ અનુરાગ બાસુએ આપ્યો હતો. મહેશ ભટ્ટ પોતાના ભાઈના પ્રોડક્શન હાઉસમાં ક્રિએટીવ ડાયરેક્ટર હતા.' આગામી ટ્વીટમાં તેમણે લખ્યુ, ‘આ વાતને નોટ કરો કે તે પ્રોડક્શન હાઉસના માલિક નહોતા.' ‘વો લમ્હે' બાદ જ્યારે કંગનાએ તેમની ફિલ્મ ‘ધોખા' (જેમાં કંગનાને સુસાઈડ બોમ્બરની ભૂમિકા કરવાની હતી) કરવાની મનાઈ કરી દીધી તો તે ખરાબ રીતે ભડકી ગયા અને ઓફિસમાં જ તેના પર બૂમો પાડવા લાગ્યા.

‘મહેશ ભટ્ટે કંગનાને ચંપલ ફેંકીને મારી હતી'

પોતાના ટ્વીટમાં રંગોલીએ લખ્યુ, ‘આ બધા બાદ જ્યારે કંગના ફિલ્મ ‘વો લમ્હે'ના પ્રિવ્યુ માટે એક થિયેટર પહોંચી તો તેમણે કંગના પર ચંપલ ફેંકીને માર્યુ અને તેને ફિલ્મ ન જોવા દીધી, તે ત્યારે આખી રાત રોઈ અને તે માત્ર 19 વર્ષની હતી.' તમને જણાવી દઈએ કે રંગોલીના જવાબ બાદ સોની રાજદાને પોતાના ટ્વીટ ડિલીટ કરી દીધુ હતુ. આ બધાની પહેલા રંગોલીએ ટ્વીટર પર સ્ક્રીન રાયટર નીના અરોડા દ્વારા કંગના પર હુમલોનો જવાબ પણ આપ્યો હતો.

જબરદસ્ત IQ અને સુપર મૉડલ લુકવાળી આલિયાથી ઈર્ષા કરે છે કંગના

વાસ્તવમાં આ બધાથી પહેલા સ્ક્રીન રાયટર નીના અરોડાએ રંગોલીના એક ટ્વીટ પર લખ્યુ હતુ, ‘કંગના પોતાની બહેનના ટ્વીટર અકાઉન્ટને યુઝ કરીને પોતાની ચાલ રમી રહી છે. જો કંગનાએ આટલુ બધુ મેળવી લીધુ છે તો તે આલિયાની કેમ ઈર્ષા કરે છે? આના પર રંગોલીએ કટાક્ષ કરતા કહ્યુ, ‘હા કંગના આલિયાના સુપર મૉડલ લુક, ફેશન સેંસ, ઘણા રાષ્ટ્રીય એવૉર્ડ, એક્ટિંગ સ્કિલ, સુપર હ્યુમન એક્શન સ્ટાઈલ, શાનદાર આઈક્યુ અને ડાયરેક્ટોરિયલ સ્કિલથી બળે છે. જ્યારે બિચારી કંગના શુગર ડેડીના બળ પર જીવી રહી છે અને તેમના માટે ફ્રીમાં ફિલ્મો કરી રહી છે.'

‘મને જ હેન્ડલ નથી કરી શકતા તમે લોકો કંગના તો આગ લગાવી દેશે'

ત્યારબાદ આગલા ટ્વીટમાં રંગોલીએ લખ્યુ - ‘રહી વાત મારા ટ્વિટર અકાઉન્ટ કંગના દ્વારા ચલાવાની તો કોઈક દિવસ જરૂર હું લાઈવ ચેટ પર આવીશ... પરંતુ તમે લોકો મને જ હેન્ડલ નહિ કરી શકો... કંગના તો આગ જ લગાવી દેશે.' તમને જણાવી દઈએ કે મંગળવારે જ રંગોલીએ કંગના પર નિશાન સાધી રહેલા રણદીપ હુડાને જબરદસ્ત ખરીખોટી સંભળાવી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X