રાણી ‘ચોપરા’ બની ગયાં છે તો સ્વીકારતાં કેમ નથી?

Rani Mukherjee
મુંબઈ, 13 ફેબ્રુઆરી : રાણી મુખર્જી એમ નથી કહેતાં, પણ રાણીના ફૅન્સનું કહેવું છે કે જો રાણી મુખર્જી રાણી ચોપરા બની જ ચુક્યાં છે, તો તેમને આ વાતનો સ્વીકારવા કરવામાં મુશ્કેલી શો છે? અરે લોકો તો પોતાના લગ્નની ખુશખબર સૌની સાથે વહેંચે છે, ખુશીઓ જેટલી વહેંચાય, તેટલી જ વધે છે, પરંતુ રાણી કેમ પોતાની આ ખુશી પોતાના સુધી જ મર્યાદિત રાખી રહ્યાં છે?

રાણી મુખર્જીના લગ્નનો ઇંતેજાર તેમના ફૅન્સ આતુરતાપૂર્વક કરી રહ્યાં છે અને એક રાણી છે કે લગ્ન અંગે મૌન સાધી બેઠાં છે. કોઇને પણ આ ખુશીમાં જોડતાં નથી. તાજેતરમાં જ મુંબઈના બાંદ્રા ખાતે આવેલ વૉક ઑફ સ્ટાર્સમાં યશ ચોપરાની મૂર્તિનું અનાવરણ કરાયું. આ પ્રસંગે યશ ચોપરાના પરિજનો અને તેમની સાથે જ બૉલીવુડની અનેક હસ્તીઓ પણ હાજર હતી. સૌએ યશ ચોપરાને શ્રદ્ધાંજલિ અર્પી તથા તેમની યાદો અંગે ઘણી બધી વાતો પણ કરી.

આ જ પ્રસંગે શત્રુઘ્ન સિન્હાએ પણ ખૂબ વાતો કરી અને વાતોવાતોમાં જ તેમણે અચાનક જ ત્યાં હાજર રાણી મુખર્જીને રાણી ચોપરા કહી સંબોધી દીધાં. શત્રુઘ્ન સિન્હા સમગ્ર પરિવારના નામો પોકારી રહ્યાં હતાં અને તે જ દરમિયાન તેમણે રાણી મુખર્જીનું નામ પણ લીધું, પરંતુ રાણી ચોપરા સરનેમ સાથે. તે સાંભણી સૌ કોઈ સ્તબ્ધ રહી ગયું.

શત્રુઘ્નની આ ચૂક પછી તો લોકોએ પ્રત્યાઘાતો આપવાનું શરૂ કરી દીધું. કેટલાંકે તો એમ પણ કહ્યું કે જો રાણીએ આદિત્ય ચોપરા સાથે લગ્ન કરી જ લીધા હોય, તો તેઓ છુપાવે છે કેમ? ટ્વિટર યૂઝર એનારે ટ્વિટ કર્યું - જો રાણી મુખર્જી રાણી ચોપરા બની જ ગયાં હોય તો તેઓ સ્વીકારી કેમ નથી લેતાં? ઉપરાંત શબીના લાંબાએ પણ લખ્યું છે - શું શત્રુઘ્ન સિન્હાએ રાણી મુખર્જીને રાણી ચોપરા સંબોધી બિલાડીને કોથડામાંથી બહાર કાઢી છે? હવે જો આટલા બધા લોકોના હૃદયમાં આ બાબત આવતી હોય, તો રાણીએ કંઈક તો ખુલાસો કરવો જોઇએ કે આખરે માજરો શો છે?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X