Pics : મર્દાની બનવા વજન ઘટાડશે રાણી મુખર્જી
મુંબઈ, 10 જુલાઈ : રાણી મુખર્જી આજકાલ વજન ઘટાડવામાં જોતરાયાં છે. શારીરિક પ્રશિક્ષક સમીર જૌરા બૉલીવુડના આ અભિનેત્રીને તેમની આગામી ફિલ્મ મર્દાની માટે તૈયાર કરવાની મથામણ કરી રહ્યાં છે. રાણીએ આ ફિલ્મમાં ભૂમિકા માટે 12-13 કિલો વજન ઘટાડવું પડશે.
સમીર જૌરાએ એક વાતચીતમાં જણાવ્યું - હું મર્દાની માટે રાણીને તાલીમ આપી રહ્યો છું. તેઓ આ ફિલ્મ માટે 12થી 13 કિલો વજન ઓછું કરશે. અમે બે અઠવાડિયા અગાઉથી જ તાલીમ શરૂ કરી દીધી છે અને તેઓ ત્રણ કિલો વજન ઓછું કરી ચુક્યાં છે.
નોંધનીય છે કે રાણી મુખર્જી છેલ્લે ઐય્યા ફિલ્મમાં દેખાયા હતાં. હવે તેમની આગામી ફિલ્મ મર્દાનીમાં તેઓ એક પોલીસ અધિકારીનો રોલ કરી રહ્યાં છે કે જેના માટે તેમનું ફિટ હોવું જરૂરી છે. પ્રદીપ સરકાર આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યાં છે. અગાઉ રાણી મુખર્જી પ્રદીપ સરકારની લાગા ચુનરી મેં દાગ જર્ની ઑફ ઍ વુમન ફિલ્મમાં અભિનય કરી ચુક્યાં છે.
બીજી બાજુ સમીર જૌરા પણ જાણીતા પ્રશિક્ષક છે. તેઓ રાણી પાછળ ખૂબ મહેનત કરી રહ્યાં છે. સમીર જૌરા ભારતીય મુક્કાબાજ મૅરીકોમના જીવન પર આધારિત ફિલ્મ માટે પ્રિયંકાને તાલીમ આપી રહ્યાં છે. પ્રિયંકા ચોપરા મૅરીકોમની ભૂમિકા ભજવી રહ્યાં છે. ભાગ મિલ્ખા ભાગ માટે ફરહાન અખ્તર પણ સમીર પાસેથી તાલીમ લઈ ચુક્યાં છે.
આવો તસવીરો સાથે જાણીએ મર્દાની અને રાણી મુખર્જી અંગે વધુ વિગતો :

યશ રાજનો સપોર્ટ
એમ તો રાણી મુખર્જી બૉલીવુડના ચુનંદા સશક્ત અભિનેત્રીઓમાંના એક છે. જોકે છેલ્લા કેટલાંક વખતથી રાણી મુખર્જીનો કૅરિયર ગ્રાફ સતત નીચે આવતો ગયો છે. તેને પાટે ચડાવવા માટે રાણી પુરતા પ્રયત્નો કરી રહ્યાં છે અને તેમનો સાથ આપી રહ્યું છે યશ રાજ બૅનર.

દમદાર રોલ
યશ ચોપરા પરિવારના ટુંકમાં જ પુત્રવધૂ બનનાર રાણી મુખર્જી ટુંકમાં જ મોટા પડદે એક દમદાર રોલમાં નજરે પડનાર છે. ફિલ્મનું નામ મર્દાની છે. મર્દાની ફિલ્મમાં રાણી મુખર્જી એક પોલીસ ઇંસ્પેક્ટરના રોલમાં નજરે પડવાનાં છે.

બોલ્ડ હશે મર્દાની
મર્દાની ફિલ્મ યશ રાજ ફિલ્મ્સની અત્યાર સુધીની સૌથી બોલ્ડ ફિલ્મ હશે. ફિલ્મના હીરો અંગે તો હજી કોઈ ખુલાસો કરાયો નથી

આદિત્ય ચોપરા નિર્માતા
નિર્માતા આદિત્ય ચોપરાં જ છે કે જેમની સાથે રાણી મુખર્જીના ટુંકમાં જ લગ્ન થવાનાં છે.

આદિત્ય સાથે લગ્નની જાહેરાત શક્ય
મર્દાની ફિલ્મના શૂટિંગ દરમિયાન રાણી-આદિત્ય લગ્નની જાહેરાત કરી દેશે. ફિલ્મનું શૂટિંગ વર્ષાંતે શરૂ થઈ જશે. ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે. ફિલ્મને લઈને રાણી મુખર્જી અત્યારથી જ મહેનતમાં લાગી ગયાં છે.
-
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગરમી વચ્ચે માવઠાની આફત, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
ગેસ પુરવઠો ખોરવાતા મોરબી સિરામિક ઉદ્યોગમાં વેકેશનની જાહેરાત, આટલા દિવસ બંધ રહેશે -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
