મર્દાની પોલીસ ઇંસ્પેક્ટર બનશે રાણી મુખર્જી
મુંબઈ, 11 એપ્રિલ : રાણી મુખર્જી બૉલીવુડના ચુનંદા સશક્ત અભિનેત્રીઓમાંના એક છે. જોકે છેલ્લા કેટલાંક વખતથી રાણી મુખર્જીનો કૅરિયર ગ્રાફ સતત નીચે આવતો ગયો છે. તેને પાટે ચડાવવા માટે રાણી પુરતા પ્રયત્નો કરી રહ્યાં છે અને તેમનો સાથ આપી રહ્યું છે યશ રાજ બૅનર.

મળતી માહિતી મુજબ યશ ચોપરા પરિવારના ટુંકમાં જ પુત્રવધૂ બનનાર રાણી મુખર્જી ટુંકમાં જ મોટા પડદે એક દમદાર રોલમાં નજરે પડનાર છે. ફિલ્મનું નામ મર્દાની છે. મર્દાની ફિલ્મમાં રાણી મુખર્જી એક પોલીસ ઇંસ્પેક્ટરના રોલમાં નજરે પડવાનાં છે.
કહે છે કે મર્દાની ફિલ્મ યશ રાજ ફિલ્મ્સની અત્યાર સુધીની સૌથી બોલ્ડ ફિલ્મ હશે. ફિલ્મના હીરો અંગે તો હજી કોઈ ખુલાસો કરાયો નથી, પરંતુ એટલું નક્કી છે કે આ ફિલ્મમાં શાહરુખ ખાન નહીં હોય. હા, નિર્માતા આદિત્ય ચોપરાં જ છે કે જેમની સાથે રાણી મુખર્જીના ટુંકમાં જ લગ્ન થવાનાં છે. બે માસ અગાઉ પણ શત્રુઘ્ન સિન્હા દ્વારા રાણી મુખર્જીને રાણી આદિત્ય ચોપરા તરીકે સંબોધિત કરાતાં તેમના લગ્નની ચર્ચાઓ ચાલી હતી.
કહે છે કે મર્દાની ફિલ્મના શૂટિંગ દરમિયાન રાણી-આદિત્ય લગ્નની જાહેરાત કરી દેશે. ફિલ્મનું શૂટિંગ વર્ષાંતે શરૂ થઈ જશે. ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે. ફિલ્મને લઈને રાણી મુખર્જી અત્યારથી જ મહેનતમાં લાગી ગયાં છે. તેઓ જિમ ક્લાસિસમાં પણ દેખાઈ રહ્યાં છે. ફિલ્મનું દિગ્દર્શન પ્રદીપ સરકાર કરશે.












Click it and Unblock the Notifications
