For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફરીથી વાયરલ થયો રાનૂ મંડલનો ધમાકેદાર વીડિયો - આ ભાષામાં ગાઈને ચોંકાવ્યા

હાલમાં રાનૂ મંડલનો વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમા તે ગીત ગાતી જોવા મળી રહી છે.

|
Google Oneindia Gujarati News

સોશિયલ મીડિયા પર છેલ્લા ઘણા સમયથી સતત રાનૂ મંડલ છવાયેલી છે અને હાલમાં જ એક ફેન સાથે ખરાબ વર્તન કર્યાનો વીડિયો પણ વાયરલ થયો હતો જેમાં લોકોના અલગ અલગ મંતવ્ય હતા. તમને જણાવી દઈએ કે હાલમાં તેનો વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમા તે ગીત ગાતી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે આ વીડિયોમાં તે હિંદીમાં નહિ પરંતુ મલયાલમમાં ગીત ગાઈ રહી છે. આ વીડિયો સામે આવ્યા બાદ લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે અને આ વીડિયો સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે.

ranu mondal

ઉલ્લેખનીય છે કે આ વીડિયોને મલયાલમ ટીવી ચેનલ એશિયા નેટે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટથી શેર કર્યો છે જેણે જોતજોતામાં ધમાલ મચાવી દીધી છે. રાનૂ મંડલે આ વીડિયોમાં એકલી નથી પરંતુ તેની સાથે જાણીતી પ્લેબેક સિંગર અને હોસ્ટ રિમી તોમી પણ ગીત ગાતી દેખાઈ રહી છે.

રિમી તોમી જેમ જેમ ગીત ગાય છે,રાનૂ મંડલ તેની સાથે સૂરમાં સૂર મિલાવે છે. રાનૂ મંડલના આ અંદાજને જોઈને ત્યાં હાજર લોકો તેના માટે જોરદાર તાળીઓ પણ વગાડી રહ્યા છે અને તે એકદમ સાચુ ગાઈ રહી છે. જો કે રાનૂ મંડલ બંગાળી છે અને તેને મલયાલમ બિલકુલ નથી આવડતી પરંતુ આ વીડિયોમાં પબ્લિક રિસ્પોન્સ જોઈને લાગી રહ્યુ છે કે તેણે સાચુ સાચુ ગાયુ છે.

આ પણ વાંચોઃ આ કંપનીમાં ઈન્ટર્નશિપમાં સુર્વણ તક, 9 કલાક સૂવા માટે મળશે 1 લાખ રૂપિયા સેલેરીઆ પણ વાંચોઃ આ કંપનીમાં ઈન્ટર્નશિપમાં સુર્વણ તક, 9 કલાક સૂવા માટે મળશે 1 લાખ રૂપિયા સેલેરી

English summary
Ranu mondal's Malyalam language new song video gone viral on the social media.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X