આ મામલે સલમાન ખાનથી પણ આગળ નીકળી રાનૂ મંડલ, દુનિયા ચોંકી
રાતોરાત પોતાના અવાજથી દુનિયામાં ઓળખ બનાવનાર રાનૂ મંડલ એક વાર ફરીથી સમાચારોમાં છવાઈ ગઈ છે.
રાતોરાત પોતાના અવાજથી દુનિયામાં ઓળખ બનાવનાર રાનૂ મંડલ એક વાર ફરીથી સમાચારોમાં છવાઈ ગઈ છે. આ વખતે તે પોતાના અવાજ નહિ પરંતુ બીજા કોઈ કારણસર ચર્ચાનો વિષય બનેલી છે. વળી, બોલિવુડના ભાઈજાન સલમાન ખાનની જો વાત કરીએ તો ઈન્ડસ્ટ્રીમાં તેમના સ્ટારડમ આગળ કોઈ ટકી શકે નહિ.

રાનૂ સલમાનથી આગળ
પરંતુ આ વખતે રાનૂ મંડલે આ વાતને ખોટી સાબિત કરી દીધી છે. એ સાચુ છે કે જો ટૉપ ટ્રેંડિંગની વાત કરીએ તો રાનૂ સલમાનથી આગળ નીકળી ગઈ છે. વાસ્તવમાં 14 નવેમ્બરે સલમાન ખાનની આવનારી ફિલ્મ દબંગ-3નુ ગીત ‘હુડ હુડ દબંગ' રિલીઝ થયુ છે. આ દરમિયાન રાનૂ મંડલનુ ગીત પણ રિલીઝ થયુ છે.

‘હુડ હુડ દબંગ' ગીત 9માં નંબરે પહોંચ્યુ
જો બંનેના ગીતોની વાત કરીએ તો દબંગ ખાનનુ ગીત થોડુ ફીકુ પડી ગયુ છે. રાનૂ મંડલના ગીત ‘આશિકી મે તેરી 2.0' એ બાજી મારી લીધી છે. રાનૂ મંડલ યુ ટ્યુબની ટ્રેંડિંગ લિસ્ટમાં હજુ પણ બીજા નંબરે ચાલી રહી છે. જ્યારે સલમાન ખાનનુ ‘હુડ હુડ દબંગ' ગીત 9માં નંબરે પહોંચી ગયુ છે.

ટૉપ ટ્રેંડિંગ મામલે રાનૂ આગળ
તમને જણાવી દઈએ કે નવુ ગીત આવતા વર્ષે રિલીઝ થનારી ફિલ્મ ‘હેપ્પી હાર્ડી એન્ડ હીર'માં ફિચર કરવામાં આવ્યુ છે. આ ફિલ્મ જાન્યુઆરી, 2020માં રિલીઝ થશે. જો કે ટૉપ ટ્રેંડિંગ મામલે રાનૂ મંડલ સલમાન ખાનથી આગળ નીકળી ચૂકી છે પરંતુ વ્યૂઝ મામલે સલમાન ખાન જ આગળ ચાલી રહ્યા છે.

‘હુડ હુડ દબંગ'ને મળ્યા વધુ વ્યૂઝ
ગીત રિલીઝ થયાના બે દિવસમાં જ્યાં ‘હુડ હુડ દબંગ'ને એક કરોડથી વધુ વાર જોવામાં આવ્યુ છે ત્યાં ‘આશિકી મે તેરી'ને 57 લાખ આસપાસ જ વ્યૂઝ મળી શક્યા છે. સલમાન ખાનની ફિલ્મ દબંગ-3 આ વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થશે.












Click it and Unblock the Notifications
