Ranveer Allahabadi girlfriend : કોણ છે રણવીર અલ્હાબાદિયાની રૂમર્ડ ગર્લફ્રેન્ડ નિક્કી શર્મા?
Ranveer Allahabadi girlfriend : ભારતના જાણીતા યુટ્યુબર રણવીર અલ્હાબાદિયા આ દિવસોમાં મોટા મોટા વિવાદોમાં છે.
બીયરબાઇસેપ્સ અને રણવીર અલ્હાબાદિયા નામે યૂટ્યુબ ચલાવનારા રણવીરના લાખો ફોલોઅર્સ છે અને પોતાની પર્સનલ લાઇફને કારણે ચર્ચામાં રહે છે.

હાલમાં જ સોશિયલ મીડિયા પર રણવીરે પોતાની કેટલીક તસવીરો શેર કરી હતી. આ ફોટોમાં તે વિદેશમાં ફરતા જોવા મળ્યો હતો. આ ફોટોમાં તેની સાથે જોવા મળેલી એક હસીનાએ લોકોનું ધ્યાન ખેંચ્યુ હતુ.
ફોટોમાં રણવીર એક છોકરી સાથે પોઝ આપતો જોવા મળે છે. જો કે આ યુવતીના ચહેરા પર સનફ્લાવર ઇમોજી લગાવવામાં આવ્યું છે. આ ફોટો વાયરલ થતા ફેન્સને લાગ્યુ કે આ રણવીરની ગર્લફ્રેન્ડ છે.
તસવીરો જોઈને ફેન્સે દાવો કર્યો છે કે રણવીર ટેલીવિઝન એક્ટ્રેસ નિક્કી શર્માને ડેટ કરી રહ્યો છે. રણવીરે જે તસવીર શેર કરી છે તેમાં છોકરીએ બ્લેક આઉટફિટ અને ફર્સ કેરી કર્યું છે. બીજી તરફ નિક્કી શર્માએ પણ પોતાના સોશિયલ મીડિયા પર એવા જ બેકગ્રાઉન્ડ સાથે ફોટો શેર કર્યા છે.
નિક્કીની પોસ્ટ પર રણવીરે કમેન્ટ પણ કરી છે. જેના કારણે આ સંબંધની વાતોને વધુ વેગ મળ્યો છે. જણાવી દઈએ કે, નિક્કી શર્મા ટેલીવિઝનની જાણીતી અભિનેત્રી છે.
તેણી પ્યાર કા પહેલા અધ્યાય: શિવ શક્તિ, માઇન્ડ ધ મલ્હોત્રા, જનમ જનમ કા સાથ, બ્રહ્મરાક્ષસ જેવા પોપ્યુલર શોમાં કામ કર્યું છે. 2023માં તેણીએ અર્જુન બિજલાની સાથે શિવ શક્તિ શોમાં અભિનય કર્યો હતો, જે દર્શકોમાં ખુબ જ પસંદ આવ્યો હતો.












Click it and Unblock the Notifications
