Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ઝોયા અખ્તરના ઘરે સ્પૉટ થયા રણવીર સિંહ અને કેટરીના કૈફ, આગલી ફિલ્મમાં બની શકે છે જોડી!

સમાચાર છે કે સુપરસ્ટાર રણવીર સિંહ અને કેટરીના કૈફ એક સાથે ઝોયા અખ્તરની ફિલ્મનો હિસ્સો બની શકે છે.

જ્યારથી અનલૉકની પ્રક્રિયા શરૂ થઈ સતત સ્ટાર્સનુ એકબીજાને મળવાનુ ચાલુ છે. એટલુ તો નક્કી છે કે થોડા સમયમાં તમને ઘણા નવા પ્રોજેક્ટ્સનુ એલાન સાંભળવા મળી શકે છે. પરંતુ હાલમાં જ જે કંઈ સામે આવ્યુ છે તે કેટરીના કૈફ અને રણવીર સિંહ માટે શાનદાર સાબિત થશે. સમાચાર છે કે સુપરસ્ટાર રણવીર સિંહ અને કેટરીના કૈફ એક સાથે ઝોયા અખ્તરની ફિલ્મનો હિસ્સો બની શકે છે. જો કે આ વિશે કોઈ પ્રકારની માહિતી સામે આવી નથી પરંતુ બંનેની મુલાકાત હાલમાં જ ઝોયા અખ્તરના ઘરે થઈ છે. ત્યારબાદ એ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે બંને એક ફિલ્મમાં જોવા મળી શકે છે.

ઝોયા અખ્તરના ઘરની બહાર કેટરીના-રણવીર

ઝોયા અખ્તરના ઘરની બહાર કેટરીના-રણવીર

જો કે આ બંને કઈ ફિલ્મમાં જોવા મળવાના છે એ તો સમય જ બતાવશે અને હવે ફેન્સને આ ફિલ્મની અધિકૃત ઘોષણાની રાહ છે.

સાથે આવી શકે છે બંને

સાથે આવી શકે છે બંને

જો કે બંને સ્ટાર્સ હાલમાં પોતાના પ્રોજેક્ટ્સ માટે ઘણા વધુ બિઝી છે પરંતુ થોડા સમયમાં સાથે આવી શકે છે.

ટાઈગર 3

ટાઈગર 3

કેટરીના કૈફની વાત કરીએ તો હાલમાં તે સુપરસ્ટાર સલમાન ખાન સાથે ફિલ્મ ટાઈગર 3માં બિઝીછે અને સૂર્યવંશી રિલીઝ માટે તૈયાર છે.

83 ધ ફિલ્મ

83 ધ ફિલ્મ

રણવીર સિંહની વાત કરીએ તો તે હાલમાં 83 ધ ફિલ્મમાં બિઝી છે જ્યાં તે કપિલ દેવની ભૂમિકા નિભાવશે. આ ફિલ્મની રાહ ફેન્સ ઘણા સમયથી જોઈ રહ્યા છે. આમાં રણવીર સાથે દીપિકા પાદુકોણ પણ જોવા મળશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X