For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પદ્માવત માટે રણવીર સિંહને મળ્યો દાદાસાહેબ ફાળકે એવોર્ડ

ફિલ્મ પદ્માવત માટે બોલીવૂડ એક્ટર રણવીર સિંહને પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. જાણો આ અંગે વધુ અહીં.

|
Google Oneindia Gujarati News

બોલીવૂડ સ્ટાર રણવીર સિંહને ફિલ્મ પદ્માવતમાં અલાઉદ્દીન ખિલજીમાં અદ્ધભૂત એક્ટિંગ કરવા માટે દાદાસાહેબ ફાળકે એક્સીલેન્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. તમને જણાવી દઇએ કે પદ્માવતના રિલીઝ સમયે આ ફિલ્મનો ખૂબ જ વિરોધ થયો હતો. સંજય લીલા ભણસાણીની ફિલ્મ પદ્માવતે તેમ છતાં કરોડો રૂપિયાની કમાણી કરી હતી. ફિલ્મમાં રણવીર સિંહને ખિલજી સ્વરૂપે એક ક્રૂર શાસકનો રોલ નિભાવતા જોવા મળ્યો હતો. અને આ માટે તેણે શાનદાર એક્ટિંગ કરી હતી. અને લોકો તેની એક્ટિગ પર આફરીન થઇ ગયા હતા. દાદા સાહેબ ફાળકે એક્સીલેન્સ પુરસ્કાર સમિતિ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમને આ વાતની જાહેરાત કરતા ખૂબ જ ખુશી થાય છે કે ફિલ્મ પદ્માવતમાં અલાઉદ્દીન ખિલજીની યાદગાર ભૂમિકા ભજવવા માટે દાદા સાહેબ ફાલ્કે એક્સીલેન્સ એવોર્ડ 2018 માટે રણવીર બેસ્ટ એક્ટર પસંદ કરવામાં આવ્યા છે.

ranveer

નોંધનીય છે કે દાદાસાહેબ ફાલ્કે એવોર્ડ રણવીર સિંહનો ત્રીજો સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર છે જે તેમને ફિલ્મ પદ્માવત માટે આપવામાં આવી રહ્યો છે. સાથે જ અનુષ્કા શર્માને પણ સારી સ્ટોરીને રજૂ કરવા માટે દાદા સાહેબ એક્સીલેન્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. અનુષ્કાએ તેની પ્રોડક્શન કંપનીના બેનર હેઠળ ફિલ્મ NH 10, ફિલ્લૌરી અને પરી જેવી ફિલ્મોનું નિર્માણ કર્યું છે. જો કે આ ફિલ્મમાં બોક્સ ઓફિસ પર કંઇ ખાસ ઉકાળી નથી શકી. પણ સમીક્ષકો અને પ્રેક્ષકોના એક વર્ગે ચોક્કસથી તેને અપનાવી અને પસંદ કરી છે.

English summary
Ranveer Singh to be awarded Dadasaheb Phalke Excellence Award as Best Actor for Padmaavat. Read more on it here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X