Ranveer Singh B'day: જાણો કેટલી સંપત્તિના માલિક છે રણવીર સિંહ, આ રીતે જીવે છે લક્ઝરી લાઈફ

આવો, અમે તમને રણવીર સિંહના જન્મદિવસના અવસર પર તેમની નેટવર્થ અને તેમના લક્ઝરી શોખ વિશે જણાવીએ.

મુંબઈઃ રણવીર સિંહ એક સારો અભિનેતા છે એટલુ જ નહિ પરંતુ લોકો તેની અનોખી ફેશન સેન્સની પણ પ્રશંસા કરે છે. જો કે કેટલાક લોકો રણવીરને તેના વિચિત્ર ડ્રેસ માટે જોરદાર ટ્રોલ પણ કરે છે પરંતુ રણવીરને આ બધાથી કોઈ વાંધો નથી. તે તેના લેડી લવ અને જોરદાર અભિનયથી ખૂબ જ ખુશ છે. આજે રણવીર સિંહનો જન્મદિવસ છે. તમને જણાવી દઈએ કે આજના સમયમાં રણવીર પાસે 300 કરોડથી વધુની સંપત્તિ છે. રણવીર સિંહે એક ઈન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે વર્ષ 2011માં તે આર્થિક સંકટમાં આવી ગયો હતો પરંતુ આજે તે કરોડો રૂપિયાની કમાણી કરે છે. આજના સમયમાં તે લક્ઝરી લાઈફ જીવે છે. તે તેની બેટર હાફ દીપિકા પાદુકોણથી ખૂબ જ ખુશ છે. આવો, અમે તમને રણવીર સિંહના જન્મદિવસના અવસર પર તેમની નેટવર્થ અને તેમના લક્ઝરી શોખ વિશે જણાવીએ.

રણવીર સિંહની કુલ સંપત્તિ

રણવીર સિંહની કુલ સંપત્તિ

Caknowledge.comના એક રિપોર્ટ મુજબ રણવીર સિંહની કુલ નેટવર્થ લગભગ 250 કરોડ રૂપિયા છે. તેની બાકીની કમાણી ફિલ્મો, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને સ્ટેશ શોની ફી પર આધારિત છે. ફૉર્બ્સના રિપોર્ટ મુજબ રણવીર સિંહ એક ફિલ્મ માટે 20થી 22 કરોડ રૂપિયા લે છે. તેની એક વર્ષની કમાણી 22 કરોડની આસપાસ છે.

84 કરોડ રૂપિયા છે રણવીર સિંહની બ્રાન્ડ વેલ્યુ

84 કરોડ રૂપિયા છે રણવીર સિંહની બ્રાન્ડ વેલ્યુ

રણવીર સિંહ 28 બ્રાન્ડ્સને એન્ડૉર્સ કરે છે. તે બ્રાન્ડને એન્ડૉર્સ કરવા માટે લગભગ 4થી 5 કરોડ રૂપિયા લે છે. તમને જણાવી દઈએ કે રણવીર સિંહની બ્રાન્ડ વેલ્યુ લગભગ 84 કરોડ રૂપિયા છે. તે એક વર્ષમાં ઘણી જાહેરાતો કરે છે.

1000થી વધુ શૂઝ

1000થી વધુ શૂઝ

રણવીર સિંહની ડ્રેસિંગ સ્ટાઈલ પણ લોકોને ખૂબ જ ગમી રહી છે. તેની પાસે બ્રાન્ડેડ કપડાંની ભરમાર છે. તેને યુનિક ડિઝાઈનવાળા કપડા પહેરવાનુ ગમે છે. તેની પાસે જૂતાનો વિશાળ સંગ્રહ પણ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ રણવીર સિંહ પાસે 1000થી વધુ શૂઝ છે. જેની કુલ કિંમત લગભગ 75 લાખ છે.

લક્ઝરી ગાડીઓને છે શોખ

રણવીર સિંહને લક્ઝરી કારનો પણ ખૂબ શોખ છે. તેની પાસે લગભગ 8 મોંઘા વાહનો છે. તે ઓરેન્જ કલરની લેમ્બોર્ગિની યૂરસનો માલિક છે. જેની ભારતમાં કિંમત લગભગ 3.1 કરોડ રૂપિયા હોવાનુ કહેવાય છે. 305 kmphની ટોપ સ્પીડ સાથે, કારને 100 kmph સુધી પહોંચવામાં માત્ર 3.6 સેકન્ડનો સમય લાગે છે.

મુંબઈના રસ્તાઓ પર કરે છે સવારી

મુંબઈના રસ્તાઓ પર કરે છે સવારી

રણવીર ઘણીવાર મુંબઈના રસ્તાઓ પર એસ્ટન માર્ટિન કંપનીની રેપિડ એસની સવારી કરતો જોવા મળે છે. આ કારની ટૉપ સ્પીડ 296 kmph છે, જે 5.2 સેકન્ડમાં 0-100 kmphની સ્પીડ પકડી લે છે. ભારતમાં આ કારની કિંમત લગભગ 3.29 કરોડ રૂપિયા છે.

રેન્જ રોવરની સવારી છે પસંદ

રેન્જ રોવરની સવારી છે પસંદ

મીડિયા રિપોર્ટ્સ મુજબ રણવીર સિંહ પાસે લેન્ડ રોવરની રેન્જ રોવર વૉગ કાર પણ છે. જેની કિંમત લગભગ 2.26 કરોડ રૂપિયા છે. આ કાર 6.5 સેકન્ડમાં 225 kmphની ઝડપ પકડી લે છે. જ્યારે તેની ટૉપ સ્પીડ 225 kmph છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X