શુદ્ધિ માટે રણવીર ફાઇનલ, પણ હીરોઇનની પસંદગી બાકી

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 1 માર્ચ : ફિલ્મ નિર્માતા કરણ જૌહર તે તમામ અફવાઓ પર તત્કાળ પૂર્ણવિરામ મૂકી દીધું છે કે જેમાં કહેવાતુ હતું કે તેમની આવનાર ફિલ્મ શુદ્ધિમાં ગત વર્ષની હિટ જોડી રામલીલા ફૅમ દીપિકા પાદુકોણે અને રણવીર સિંહ લીડ રોલ કરવાનાં છે.

કરણ જૌહરે જણાવ્યું - હા, હૃતિક રોશનના ઇનકાર બાદ અમે શુદ્ધિ માટે રણવીર સિંહની પસંદગી કરી છે, પણ હજી ફિલ્મની અભિનેત્રી અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. આપને જણાવી દઇએ કે કરણ જૌહરની મેગા બજેટ ધરાવતી ફિલ્મ શુદ્ધિમાં અગાઉ હૃતિક રોશન તથા કરીના કપૂરને સાઇન કરવામાં આવ્યા હતાં, પરંતુ તાજેતરમાં જ આરોગ્યના પ્રશ્ને હૃતિકે આ ફિલ્મ છોડી દીધી હતી.

ચાલો તસવીરો સાથે જોઇએ બીફોર મેકિંગ ઑફ શુદ્ધિની કહાણી :

કરણની મેગા બજેટની ફિલ્મ

કરણની મેગા બજેટની ફિલ્મ

શુદ્ધિ કરણ જૌહરની મેગા બજેટની ફિલ્મ છે.

હૃતિક-કરીનાની જોડી

હૃતિક-કરીનાની જોડી

શુદ્ધિ માટે હૃતિક રોશન અને કરીના કપૂરની જોડીને સાઇન કરવામાં આવ્યા હતાં.

હૃતિકે ફિલ્મ છોડી

હૃતિકે ફિલ્મ છોડી

આરોગ્યના પ્રશ્ને હૃતિક રોશને તાજેતરમાં જ આ ફિલ્મ છોડી દીધી હતી.

કરીના અંગે અફવા

કરીના અંગે અફવા

હૃતિક બાદ એવી અફવાઓ શરૂ થઈ કે કરીના કપૂર પણ આ ફિલ્મ છોડી રહ્યાં છે, કારણ કે લગ્ન બાદ તેમની બે ફિલ્મો સત્યાગ્રહ અને ગોરી તેરે પ્યાર મેં ફ્લૉપ રહી છે.

દીપિકાની અટકળો

દીપિકાની અટકળો

કરીનાની હકાલપટ્ટી સાથે જ એવી પણ અટકળો શરૂ થઈ હતી કે શુદ્ધિમાં દીપિકા પાદુકોણેને લેવામાં આવ્યાં છે.

રણવીર ફાઇનલ

રણવીર ફાઇનલ

કરણ જૌહરે તમામ અટકળો પર પૂર્ણ વિરામ મૂકતાં જણાવ્યું કે ફિલ્મમાં રણવીર સિંહ હીરો તરીકે ફાઇનલ થઈ ગયાં છે, પરંતુ દીપિકાની એન્ટ્રી અંગે કંઈ નક્કી થયું નથી.

ઑફર મળી નથી

ઑફર મળી નથી

થોડાક દિવસ અગાઉ દીપિકા પાદુકોણેને જ્યારે પ્રશ્ન કરવામાં આવ્યો હતો, ત્યારે તેમણે જણાવ્યુ હતું કે શુદ્ધિ માટે કરણ જૌહર તરફથી તેમને કોઈ ઑફર મળી નથી.

કરણ નહીં કરે ઑફર

કરણ નહીં કરે ઑફર

દીપિકાએ જણાવ્યું - મને આ ફિલ્મ કરવી ગમશે, પણ મને એવું નથી લાગતું કે કરણ (જૌહર) મારી સમક્ષ આ ફિલ્મની ઑફર લઈને આવશે. તેઓને નથી લાગતું કે આ ફિલ્મ સાથે હું ન્યાય કરી શકીશ.

તક મળશે તો ઝડપી લઇશ

તક મળશે તો ઝડપી લઇશ

દીપિકા બોલ્યાં - પણ જો કરણને લાગે કે હું આ ફિલ્મ સાથે ન્યાય કરી શકીશ, તો મને આ ફિલ્મ કરવી ગમશે. હું આ તક નહીં છોડું.

હૃતિક સાથે ચોક્કસ કરત શુદ્ધિ

હૃતિક સાથે ચોક્કસ કરત શુદ્ધિ

દીપિકા પાદુકોણે હાલમાં આ ફિલ્મની પરિસ્થિતિ અંગે અજાણ છે. તેઓ કહે છે - હું માનુ છું કે જ્યારે હૃતિક શુદ્ધિમાં હતાં, ત્યારે હું આ ફિલ્મ ચોક્કસ કરવાનો રસ ધરાવત. હાલ તેઓ આ ફિલ્મ નથી કરી રહ્યાં. હું નથી જાણતી કે આ પ્રોજેક્ટમાં શું થઈ રહ્યું છે.

English summary
Filmmaker Karan Johar has shot down rumours of "Ram-leela" pair Ranveer Singh and Deepika Padukone playing the lead roles in his 'Shuddhi'.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.