જાણો રણવીર સિંહનો જવાબ, દિપીકા કે વાની કોણ છે બેસ્ટ Kisser?

Posted By:
Subscribe to Oneindia News

રણવીર સિંહ અને વાની કપૂરની ફિલ્મ બેફિકરે આવી રહી છે. જેમાં રણવીર અને વાની રિલ પર કિસ કરવાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ત્યારે હાલમાં જ બેફિકરેની ટીમે મીડિયા સાથે પોતાની આ ફિલ્મ વિષે કેટલીક ખાસ વાતચીત કરી હતી. ત્યારે મીડિયા દ્વારા જ્યારે રણવીર સિંહ પૂછવામાં આવ્યું કે તેમને દિપીકા પાદુકોણ સાથેની તેમની રામલીલાની કિસ વધુ પસંદ છે કે પછી વાણી કપૂર સાથે તેમની બેફિકરેની કિસ તેમને વધુ ઇન્ટેન્સ લાગે છે ત્યારે આ સવાલના રણવીર કપૂર શું જવાબ આપ્યો જાણો અહીં.

ranveer

નોંધનીય છે કે દિપીકા પાદુકોણ અને રણવીર સિંહએ રામલીલામાં પહેલી વાર એક હોટ કિસિંગ સીન આપ્યો હતો. તે બાદ વાની કપૂર સાથે તેમની એક જ ફિલ્મમાં આટલા બધા કિસિંગ સીનના કારણે તે ચર્ચામાં આવી ગયા હતા. ત્યારે રણવીર સિંહના મતે કોણ છે તેમની ફેવરેટ કિસિંગ ક્વીન જાણો અહીં...

ranveer

દિપીકા છે બેસ્ટ કિસર?
રણવીર મતે દિપીકા પાદુકોણ છે બેસ્ટ કિસર. તેમણે જણાવ્યું કે રામલીલાના ગીત અંગ લગા દેમાં તેમણે અને દિપીકા પાદુકોણે છે કિસ કરી હતી. તે સૌથી હોટ, સેક્સી અને પેસોનેટ હતી. જ્યારે બેફિકરેની કિસમાં પ્રેમ અને જોશ વધુ હતો.

ranveer

આ પહેલા પણ રણવીરે કહ્યું છે!
નોંધનીય છે કે આ પહેલી વાર નથી રામલીલાની રિલિઝ વખતે પણ રણવીર આ જ વાતની કબૂલાત કરી ચૂક્યા છે. તેમના મત મુજબ દિપીકા અને તેમના રામલીલા સમયનો કિસિંગ સીન હિન્દી ફિલ્મ ઇતિહાસનો અત્યાર સુધીનો શ્રેષ્ઠ હોટ કિંસિંગ સીન છે.

ranveer

રણવીર સિંહ
એટલું જ નહીં રણવીર તેના આ અનુભવો વિષે જણાવ્યું કે જ્યારે રામલીલાના આ સોંગ વખતે તે અને દિપીકા આ સીન ભજવી રહ્યા હતા ત્યારે તે આ સીનમાં એટલા મંત્રમુગ્ધ થઇ ગયા હતા કે તેમને કટનો અવાજ પણ નહતો સંભળાયો. જે પર તેમણે કહ્યું કે "કિસ વખતે હું તેવો ખોવાઇ ગયો હતો કે એક મિનિટ માટે મને કંઇ સમજાયું જ નહતું...!"

બેફિકરે
બેફિકરે વિષે બોલતા રણવીર સિંહે જણાવ્યું કે બેફિકરેમાં મસ્તી અને મઝા વધારે છે. તેમાં તેમણે ખૂબ જ ઇઝ સાથે એકટિંગ કરી છે. આદિત્ય ચોપડા વિષે બોલતા રણવીર સિંહે જણાવ્યું કે આદિત્ય એક મેનસ્ટ્રીમ ડાયરેક્ટર છે. જેમની સાથે દર વખતે કંઇક નવુ શીખવા મળે છે.

English summary
ranveer singh on difference between kissing deepika padukone and vaani kapoor.
Please Wait while comments are loading...