6 મહિનામાં જ મને ખબર પડી ગઈ હતી કે દીપિકા મારા બાળકોની માં બનશે: રણવીર સિંહ

બોલિવૂડના હોટ લવર્સ પછી હવે હોટ કપલ બની ચૂકેલા રણવીર-દીપિકા લગ્નની ઉજવણીમાં વ્યસ્ત છે.

બોલિવૂડના હોટ લવર્સ પછી હવે હોટ કપલ બની ચૂકેલા રણવીર-દીપિકા લગ્નની ઉજવણીમાં વ્યસ્ત છે. બેંગ્લોર અને મુંબઈ બંને જગ્યાઓ પર ગ્રેન્ડ રિસેપશન આપ્યા પછી હવે આ કપલ થોડા સમય માટે આરામ કરશે કારણકે રણવીર સિંહની ફિલ્મ 'સિમ્બા' રિલીઝ થવા જઈ રહી છે. જે તેના કરિયરની એક મોટી ફિલ્મ છે. આ ફિલ્મ અંગે રણવીર સિંહએ ફિલ્મફેરને એક ઇન્ટરવ્યૂ પણ આપ્યો છે.

આ પણ વાંચો: Pics & Video: દીપવીરના મુંબઈ રિસેપ્શનમાં રણવીરની કિસ, દીપિકાનું સ્મિત...

ખબર હતી કે દીપિકા જ મારા મારા બાળકોની માં બનશે

ખબર હતી કે દીપિકા જ મારા મારા બાળકોની માં બનશે

અહીં રણવીર સિંહ એ પોતાની પર્સનલ લાઈફ વિશે ઘણું જણાવ્યું. રણવીર સિંહને જયારે પૂછવામાં આવ્યું કે તેમને ક્યારે લાગ્યું કે તમે અને દીપિકા લગ્ન કરી શકો છો, તેના જવાબમાં રણવીર સિંહ એ કહ્યું કે અમારા રિલેશનના 6 મહિનામાં જ મને આ વાતનો અહેસાસ થઇ ગયો હતો કે દીપિકા જ મારી લાઈફ પાર્ટનર બનશે. તે એટલી પ્યારી અને કેરિંગ છે કે તેને શબ્દોમાં વર્ણન નહિ કરી શકું.

તે દિલથી પણ ખુબ જ સુંદર છે: રણવીર સિંહ

તે દિલથી પણ ખુબ જ સુંદર છે: રણવીર સિંહ

રણવીર સિંહ એ કહ્યું કે દીપિકા ફક્ત દેખાવમાં જ સુંદર નથી પરંતુ તે દિલથી પણ ખુબ જ સુંદર છે. જેને મને અનુભવ કરાવ્યો કે આ જ છોકરી મારી હમસફર અને મારા બાળકોની માતા પણ બનશે. હવે અમારા રિલેશનને 6 વર્ષ થઇ ચુક્યા છે અને આ સંબધં ઘણો મજબૂત થઇ ગયો છે. હું ભગવાનનો આભાર માનું છું કે તેમને મને દીપિકા જેવી પાર્ટનરનો સાથ આપ્યો.

વર્ષ 2013 દરમિયાન દીપિકા અને રણવીર સિંહના સંબંધનો ખુલાસો થયો

વર્ષ 2013 દરમિયાન દીપિકા અને રણવીર સિંહના સંબંધનો ખુલાસો થયો

આપણે જણાવી દઈએ કે વર્ષ 2013 દરમિયાન દીપિકા અને રણવીર સિંહના સંબંધ અંગે ખુલાસો થયો હતો. બંનેના સાથે આવતા પહેલા બંનેનું બ્રેકઅપ થઇ ચૂક્યું હતું. જ્યાં એક તરફ દીપિકાનું રણબીર કપૂર સાથે બ્રેકઅપ થયું હતું, તો બીજી બાજુ રણવીર સિંહનું પણ અનુષ્કા શર્મા સાથે બ્રેકઅપ થયું હતું.

બોલિવૂડની હિટ જોડી

બોલિવૂડની હિટ જોડી

લગ્ન પહેલા દીપિકા અને રણવીર પોતાના પ્રેમ વિશે ખુલીને કઈ પણ કહેતા ના હતા પરંતુ તેઓ દરેક પાર્ટી અને ઇવેન્ટમાં એક સાથે જ જોવા મળતા હતા. બંનેએ સાથે રામલીલા, બાજીરાવ મસ્તાની અને પદ્માવત જેવી ત્રણ હિટ ફિલ્મો આપી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X