Pics & Video: દીપવીરના મુંબઈ રિસેપ્શનમાં રણવીરની કિસ, દીપિકાનું સ્મિત...
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્નની ઉજવણી ખતમ થવાનું નામ નથી લઈ રહી. લગ્ન બાદ કાલે આ કપલે પોતાની ત્રીજી પાર્ટી મુંબઈમાં આપી.
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્નની ઉજવણી ખતમ થવાનું નામ નથી લઈ રહી. લગ્ન બાદ કાલે આ કપલે પોતાની ત્રીજી પાર્ટી મુંબઈમાં આપી. મુંબઈના રિસેપ્શન માટે રણવીર અને દીપિકાએ પોતાનો લુક મેચ કર્યો હતો. બંને એક જેવા આઉટફિટ્સમાં જોવા મળ્યા. દીપિકા પાદુકોણના લુકમાં તેના સિંદુર અને સુહાગના ચૂડાએ મહત્વની ભૂમિકા નિભાવી. વળી, રણવીર સિંહ કોઈ રજવાડાના મહારાજાથી કમ નહોતા લાગી રહ્યા. ફોટામાં દીપિકા અને રણવીર બંને એક શાહી કપલ લાગી રહ્યા છે.

ગ્રાંડ હયાતમાં યોજાયુ રિસેપ્શન
મુંબઈના ગ્રાંડ હયાતમાં યોજાયેલા રિસેપ્શનમાં દીપિકા અને રણવીરે મીડિયાને દિલ ખોલીને ફોટા આપ્યા. જ્યાં દીપિકા પાદુકોણનો લુક આપ્યો હતો અબુ જાની અને સંદીપ ખોસલાએ તેમજ રણવીર સિંહનો લુક આપ્યો હતો ડિઝાઈનર રોહિત બલે. જુઓ રિસેપ્શનના ફોટા -

છૂપાઈ ગયો ચાંદ
દીપિકા પાદુકોણ આ રિસેપ્શન પર કોઈ ચાંદથી કમ નહોતી લાગી રહી. જો કે ફોટામાં ચાંદ ક્યાંક છૂપાઈ ગયો છે.

પરફેક્ટ જેન્ટલમેન રણવીર
પરફેક્ટ જેન્ટલમેનની જેમ દીપિકા પાદુકોણને સ્ટેજ પર લઈ જતા દેખાયા.

એક લહેંગો, એક સાડી
રણવીર સિંહ ફરીથી એકવાર પોતાના બાજીરાવ-પદ્માવત અંદાજમાં કૂર્તા સાથે લાંબા પાયજામા સાથે જોવા મળ્યા. જો કે સફેદ શૉલ સાથે તે કોઈ મહારાજથી કમ નહોતા લાગી રહ્યા.

સફેદ વસ્ત્રોમાં પરી
સફેદ અને સોનેરી વસ્ત્રોમાં દીપિકા પાદુકોણ કોઈ પરી જેવી લાગી રહી હતી. તેણે એક સફેદ સાડી પહેરી હતી જેની સાથે માથે સફેદ ચૂંદડી રાખી હતી.

ગુપચૂપ ગપશપ
હવે ભાઈ નવી નવી જોડી છે તો ગપશપ તો થવાની જ હતી. રણવીર અને દીપિકા કોઈ ગંભીર ચર્ચામાં પરોવાઈ ગયા.

અહીં તો જુઓ
દીપિકાને પોઝ આપતા જોઈ રણવીર સિંહ પણ દીપિકામાંથી ધ્યાન હટાવીને કેમેરાને પૉઝ આપવામાં વ્યસ્ત થઈ ગયા.

પૉઝ આપવો જરૂરી
દીપિકાને પોઝ આપતા જોઈ રણવીર સિંહ પણ દીપિકામાંથી ધ્યાન હટાવીને કેમેરાને પૉઝ આપવામાં વ્યસ્ત થઈ ગયા.

ખુલીને હસ્યા
રણવીર અને દીપિકા આ દરમિયાન ખુલીને મીડિયાને ફોટા આપ્યા. જો કે આ વખતે પણ મીડિયાને તેમના સોલો ફોટા ન મળ્યા.

કપડા પર ધ્યાન
દીપિકા પાદુકોણેએ ખૂબ ભારે આઉટફિટ્સ પહેર્યા હતા એટલા માટે તેનુ ધ્યાન સતત તેના કપડા પર દેખાયુ.

ધીરે ધીરે બોલ
ઉફ્ફ રણવીર અને દીપિકાનો આ ફોટો જોઈને ફેન્સ ફિદા જ થઈ ગયા છે. કદાચ રણવીર શોરબકોર વચ્ચે દીપિકાના કાનમાં ધીમેથી કંઈ કહેવા જઈ રહ્યા છે.

ખૂબ ખાસ
દીપિકા અને રણવીરનો આ ફોટો તો ખૂબ ખાસ છે. આના પર તો ઘણા જોક્સ પણ બની ગયા હશે.

રણવીરે દીપિકાને કરી કિસ
મીડિયા માટે ફોટા પડાવવા દરમિયાન રણવીરે દીપિકાનો હાથ પોતાના હાથમાં લીધા અને પ્રેમથી તેને કિસ કરી. બસ ત્યારબાદ તો મીડિયામાં હોહલ્લા થઈ ગયો.

ખિલખિલાટ હાસ્ય
રણવીર અને દીપિકા એકબીજાને કંઈ કહીને ખિલખિલાટ હસતા જોવા મળ્યા. જો કે રણવીરનું ધ્યાન કેમેરા પર હતુ.

મીડિયાએ પાઠવી શુભકામના
રણવીર અને દીપિકાને અભિનંદન પાઠવવા આ અંદાજમાં મીડિયા પહોંચ્યુ અને ખૂબ જ પ્રેમથી બુકે સાથે તેમનું સ્વાગત કર્યુ.

ક્યાં જોવુ
રણવીર અને દીપિકા ઘણા કન્ફ્યુઝ દેખાયા કે કેમેરામાં ક્યાં જુએ. વળી, દીપિકાનું હસવુ રોકાતુ જ નહોતુ.

દીપિકા ભાભીજી
આ મુસ્કાનનો રાઝ પણ મીડિયા જ હતુ. મીડિયા રણવીરને બાબા બોલાવે છે અને જ્યારથી દીપિકા-રણવીરના લગ્ન થયા છે ત્યારથી દીપિકાને ભાભીજી બોલાવવા લાગ્યા છે.

ખૂબ ખુશ ભાભી
ભાભીજી સાંભળતા જ દીપિકા બસ ખિલખિલાવીને હસવા લાગે છે અને તેને પોતાને ભાભીજી સાંભળવાનું એટલુ ગમ્યુ કે બસ હસવુ રોકાતુ જ નહોતુ. ઘણી વાર સુધી પૉઝ આપ્યા બાદ રણવીર અને દીપિકા મહેમાનોના સ્વાગત માટે જતા રહ્યા.












Click it and Unblock the Notifications
