Ranveer Singh Photoshoot: મેગેઝીન કવર માટે રણવીર સિંહે કરાવ્યુ ન્યૂડ ફોટોશૂટ, તસવીરોએ મચાવ્યો તહેલકો
બૉલિવુડના ટોચના અભિનેતા રણવીર સિંહે મેગેઝીન કવર માટે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યુ છે. જુઓ ફોટા...
મુંબઈઃ બૉલિવુડ એક્ટર રણવીર સિંહ તેની અસામાન્ય ફેશન માટે જાણીતો છે. તે તેની ડ્રેસિંગ સેન્સ માટે ઘણી વખત ટ્રોલ થાય છે. ક્યારેક તેનો એરપોર્ટ લુક વાયરલ થાય છે તો ક્યારેક તે વિચિત્ર કપડા પહેરીને અવોર્ડ શો અને ઈવેન્ટ્સમાં પહોંચી જાય છે. આ વખતે તે તેના કપડાં માટે નહિ પરંતુ કપડા વિના છવાઈ ગયો છે. વાસ્તવમાં, બૉલિવુડના ટોચના અભિનેતા રણવીર સિંહે મેગેઝીન કવર માટે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યુ છે.

રણવીરે કરાવ્યુ ન્યૂડ ફોટોશૂટ
અભિનેતા રણવીર સિંહ તેની અતરંગી ફેશન પછી તેના ન્યૂડ ફોટોશૂટથી તહેલકો મચાવી રહ્યો છે. તેની તસવીરો ઈન્ટરનેટ પર આગની જેમ ફેલાઈ ગઈ છે. રણવીર સિંહે પેપર મેગેઝીનના મેગેઝીન કવર માટે ન્યૂડ પોઝ આપ્યા છે. આ તસવીરોમાં તેણે પોતાનું પરફેક્ટ બોડી બતાવ્યુ છે. લોકો તેની બોલ્ડ સ્ટાઈલ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ તસવીરોમાં રણવીરે કંઈપણ પહેર્યા વિના હૉટ પોઝ આપ્યા છે. તેનુ આ ફોટોશૂટ બર્ટ રેનૉલ્ડ્સના નેકેડ કવરથી પ્રેરિત છે.

વાયરલ થઈ રહ્યા છે ફોટા
રણવીર સિંહનુ આ ફોટોશૂટ ઇન્ટરનેટ પર આગની જેમ વાયરલ થયુ છે. ફોટોશૂટ માટે તેણે કેમેરાની સામે તેના તમામ કપડા ઉતારી દીધા હતા અને ટર્કીશ ગાલીચા પર પોઝ આપી રહ્યો છે. તેણે અલગ-અલગ પોઝ આપ્યા છે. આ ફોટોશૂટમાં રણવીર કેમેરાની સામે તેના પરફેક્ટ મસ્ક્યુલર બૉડીને ન્યૂડ ફ્લૉન્ટ કરતો જોવા મળે છે.

પ્રશંસા સાથે ઉડી મજાક
આ ન્યૂડ ફોટોશૂટમાં કેટલાક ફેન્સ રણવીરના આત્મવિશ્વાસ, બોલ્ડ અને સેક્સી લુકના વખાણ કરી રહ્યા છે ત્યારે તે ફરી એકવાર ટ્રોલ્સના નિશાના પર આવી ગયો છે. લોકો તેના લુકની મજાક ઉડાવી રહ્યા છે.

ન્યૂડ ફોટોશૂટ પર શું કહ્યુ રણવીર સિંહે?
આ ફોટોશૂટને લઈને રણવીરે કહ્યુ કે ફિઝિકલી ન્યૂડ બનવુ મારા માટે બહુ નાની વાત છે. આ ફોટોશૂટ કરવામાં મને કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી. તેણે કહ્યુ કે મારા માટે બધાની સામે નગ્ન થવુ ખૂબ જ સરળ છે. મારા અમુક અભિનયમાં નગ્ન કરવામાં આવ્યો છે. તેણે કહ્યુ કે તમે મારી આત્માને જોઈ શકો છો કે તે કેટલી ન્યૂડ છે? તેણે કહ્યુ કે હું 1000 લોકોની સામે મારા કપડા ઉતારીને ફિઝિકલી ન્યૂડ થઈ શકુ છુ મને તેનો કોઈ વાંધો નથી પરંતુ લોકો અઅસહજ થઈ જાય છે. તેણે કહ્યુ કે હું મારા કામમાં મારા સો ટકા આપવા માંગુ છુ.












Click it and Unblock the Notifications
