શું લગ્ન કરવાના છે રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા? મુંબઈમાં ડેટ પર જતા કરાયા સ્પૉટ

થોડા દિવસો પહેલા જ વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાને મુંબઈમાં એકસાથે ડેટ પર જતા જોવામાં આવ્યા.

મુંબઈઃ સાઉથ ઈન્ડિયન ફિલ્મ સ્ટાર વિજય દેવરોંડા અને અભિનેત્રી રશ્મિકા મંદાના છેલ્લા ઘણા દિવસોથી પોતાના અફેરને લઈને ચર્ચામાં છે. રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા ઑન સ્ક્રીન અને ઑફ સ્ક્રીન પણ એક શાનદાર કેમેસ્ટ્રી શેર કરે છે. થોડા દિવસો પહેલા જ વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાને મુંબઈમાં એકસાથે ડેટ પર જતા જોવામાં આવ્યા. આ ડેટ બાદથી જ વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાના લગ્નના સમાચારો આવવા લાગ્યા. જો કે, વિજય અને રશ્મિકા મંદાનાએ હજુ સુધી પોતાના રિલેશન વિશે કોઈ ખુલાસો કર્યો નથી.

વર્ષના અંતમાં લગ્ન કરી શકે છે રશ્મિકા અને વિજય!

વર્ષના અંતમાં લગ્ન કરી શકે છે રશ્મિકા અને વિજય!

એવી અફવા છે કે વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના આ વર્ષના અંતમાં લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાની ઑન સ્ક્રીન જોડી ફેન્સને ખૂબ જ ગમે છે અને હવે કથિત રીતે કહેવામાં આવી રહ્યુ છે કે રશ્મિકા અને વિજય રિલેશનશિપમાં છે અને આ વર્ષના અંતમાં લગ્ન કરી શકે છે. વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના ઘણા દિવસોથી પોતાની અપકમિંગ બૉલિવુડ ફિલ્મોના શૂટિંગ માટે મુંબઈમાં રહી રહ્યા છે. બંનેને મુંબઈમાં ડેટ પર જતા જોવામાં આવ્યા છે.

વિજય સાથે રશ્મિકાએ મનાવ્યુ હતુ નવુ વર્ષ

વિજય સાથે રશ્મિકાએ મનાવ્યુ હતુ નવુ વર્ષ

રશ્મિકા મંદાનાએ આ વર્ષે ગોવામાં વિજય દેવરકોંડા અને તેના ભાઈ આનંદ દેવરકોંડા સાથે નવા વર્ષની ઉજવણી કરી હતી. રશ્મિકા મંદાનાના વિજયની મા માધવી સાથે પણ સારા સંબંધ છે. હાલમાં વિજય દેવરકોંડા પૂરી જગન્નાથીની લિગરના શૂટિંગમાં વ્યસ્ત છે જે મુંબઈમાં ઝડપથી આગળ વધી રહી છે. બીજી તરફ રશ્મિકાએ હાલમાં જ મુંબઈમાં એક અપાર્ટમેન્ટ ખરીદ્યુ છે જ્યાં તે પોતાના મમ્મી-પપ્પા સાથે રહે છે.

બે ફિલ્મોમાં એકસાથે કામ કરી ચૂક્યા છે રશ્મિકા-વિજય

બે ફિલ્મોમાં એકસાથે કામ કરી ચૂક્યા છે રશ્મિકા-વિજય

વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાએ બે સુપરહિટ ફિલ્મો ગીતા ગોવિંદમ અને ડિયર કૉમરેડમાં એકસાથે કામ કર્યુ છે. ત્યારથી ફેન્સ તેમની ઑન સ્ક્રીન કેમેસ્ટ્રીને લઈને ખૂબ જ એક્સાઈટેડ છે. આ બંને ફિલ્મોમાં તેમની જોડીને ખૂબ જ પસંદ કરવામાં આવી. ત્યારથી રશ્મિકા અને વિજય વચ્ચે અફેરની ચર્ચા સામે આવવા લાગી.

લગ્ન વિશે શું વિચાર છે રશ્મિકા મંદાના

લગ્ન વિશે શું વિચાર છે રશ્મિકા મંદાના

પુષ્પાઃ ધ રાઈઝની ભારે સફળતા બાદ રશ્મિકા મંદાના હાલમાં છવાયેલી છે. આ ફિલ્મમાં તે અલ્લૂ અર્જૂન સાથે લીડ અભિનેત્રી છે. ઈન્ડિયા ટુડે સાથે હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં રશ્મિકા મંદાનાએ પ્રેમ અને લગ્ન વિશે વાત કરી હતી. 23 વર્ષીય અભિનેત્રી રશ્મિકા મંદાનાએ કહ્યુ કે તે હજુ લગ્ન માટે બહુ નાની છે. લગ્ન વિશે પૂછતા રશ્મિકાએ કહ્યુ હતુ, 'મને ખબર નથી કે આ વિશે શું વિચારવાનુ છે કારણકે હજુ હું આના માટે ખૂબ નાની છુ. મે આના પર વિચાર નથી કર્યો. પરંતુ મને લાગે છે કે લગ્ન માટે તમારે એક હમસફરની જરુર હોય છે જે તમને સહજ બનાવે.'

પ્રેમ વિશે શું વિચારે છે રશ્મિકા મંદાના

પ્રેમ વિશે શું વિચારે છે રશ્મિકા મંદાના

રશ્મિકા મંદાનાએ પ્રેમ વિશે વાત કરીને કહ્યુ કે, 'મારા માટે પ્રેમ ત્યારે થાય છે જ્યારે તમે એકબીજાનુ સમ્માન, સમય આપો છો અને જ્યારે તમે એની સાથે સુરક્ષિત અનુભવો છો. પ્રેમનુ વર્ણન કરવુ મુશ્કેલ છે કારણકે એ ભાવનાઓ વિશે છે. પ્રેમ માત્ર ત્યારે જ કામ કરે છે જ્યારે એ બંને તરફથી હોય.'

વિજય અને રશ્મિકાની આવી રહી છે બૉલિવુડ ફિલ્મો

વિજય અને રશ્મિકાની આવી રહી છે બૉલિવુડ ફિલ્મો

હાલમાં વિજય દેવકોંડા પોતાની આવનારી ફિલ્મ 'લાઈગર'ના શૂટિંગમાં બિઝી છે જેને જગન્નાથ પૂરી ડાયરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મમાં વિજય દેવરકોંડા સાથે અનન્યા પાંડે પણ જોવા મળશે. આ ફિલ્મનુ શૂટિંગ મુંબઈમાં ચાલી રહ્યુ છે. વળી, રશ્મિકા મંદાના પણ હાલમાં અમિતાભ બચ્ચન અને નીના ગુપ્તા સાથે ફિલ્મ 'ગુડબાય'નુ શૂટિંગ કરી રહી છે જેનુ ડાયરેક્શન વિકાસ બહલ કરી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X