Rashmika Mandanna Saree : પુષ્પા 2 ની રિલીઝ પહેલા શ્રીવલ્લીનો સાડી લુક સોશિયલ મીડિયા પર છવાયો, જુઓ ફોટો
Rashmika Mandanna Saree : સાઉથથી ફેમસ અભિનેત્રી અને નેશનલ ક્રશ રશ્મિકા મંદાના બહુ જલ્દી પુષ્પા ધ રૂલમાં જોવા મળવાની છે.
ફિલ્મ 5 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. પુષ્પા ધ રૂલમાં રશ્મિકા મંદાના અલ્લુ અર્જુન સાથે જોવા મળશે. હવે ફિલ્મ રિલીઝ પહેલા રશ્મિકાનો બોલ્ડ સાડી લુક સોશિયલ મીડિયા પર છવાયો છે.

હાલમાં જ રશ્મિકાએ સોશિયલ મીડિયા પર તેના લેટેસ્ટ ફોટો શેર કર્યા છે. આ ફોટો આવતાની સાથે જ ટ્રેન્ડ કરી રહ્યા છે. ફોટોમાં રશ્મિકાનો દેશી લુક ફેન્સને ખુબ જ પસંદ આવી રહ્યો છે.
રશ્મિકા મંદાના આ દેશી લુક તેના ફેન્સને ખુબ જ પસંદ આવી રહ્યો છે. રશ્મિકા ફિલ્મના પ્રમોશન દરમિયાન તેના દેશી સાડી લુકમાં કમાલની લાગી રહી હતી. તેનો દેશી લુક એટલો ક્યુટ છે કે કોઈપણ દિવાના થઈ જાય.
રશ્મિકા ગ્રીન સાડી સાથે ડિપનેક બ્લાઉઝમાં કમાલ લાગી રહી છે. તેણીએ ખુલ્લા વાળ અને ગ્લોસી મેકઅપ સાથે મેચિંગ જ્વેલરી કેરી કરીને પોતાનો લુક પુરો કર્યો છે. રશ્મિકા આ લુકમાં તેની કમરને ફ્લોન્ટ કરવાનો કોઈ મોકો નથી છોડી નથી રહી.
જણાવી દઈએ કે, પુષ્પા ફિલ્મમાં દેખાયા બાદ રશ્મિકા મંદાના નેશનલ ક્રશ બની ગઈ છે. રશ્મિકાની ખુબસુરતી અને અદાઓના લાખો લોકો દિવાના છે. રશ્મિકાની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકો છો કે તેણીના ઈન્સ્ટાગ્રામ પર 44.5 મિલિયન ફોલોઅર્સ છે.
રશ્મિકા મંદાનાની ફિલ્મ પુષ્પા 2-ધ રૂલ 5 ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં તે અલ્લુ અર્જુન સાથે જોવા મળશે.












Click it and Unblock the Notifications
