Pics : તનુજના રીલ માતા પણ બનશે રતિ અગ્નિહોત્રી

મુંબઈ, 25 જુલાઈ : વીતેલા જમાનાના જાણીતા અભિનેત્રી રતિ અગ્નિહોત્રી પુરાની જિંસ ફિલ્મમાં પોતાના પુત્ર તનુજ સાથે નજરે પડશે. ફિલ્મમાં તેઓ તનુજના માતાનો જ રોલ કરવાના છે. રતિ તનુજ વીરવાણીના રીયલ માતા તો છે જ, પણ હવે તેઓ પુરાની જિંસ ફિલ્મમાં રીલ માતાનો પણ રોલ કરવાના છે.

એક-દૂજે કે લિએ અને કુલી જેવી ફિલ્મો દ્વારા બૉલીવુડમાં પોતાની ઓળખ સ્થાપનાર રતિ અગ્નિહોત્રીના પુત્ર તનુજ વીરવાણી લવ યૂ સોણિયો ફિલ્મ દ્વારા બૉલીવુડ કૅરિયર શરૂ કરી રહ્યાં છે. લવ યૂ સોણિયો આવતીકાલે રિલીઝ થવા જઈ રહી છે. તનુજે એક વાતચીત દરમિયાન જણાવ્યું - હું અને મારા માતા મારી બીજી ફિલ્મ પુરાની જિંસમાં સાથે કામ કરી રહ્યાં છીએ. તેઓ મારા માતાનો રોલ કરી રહ્યાં છે. માતા સાથે કામ કરવાનો આ એક જુદો જ અનુભવ છે.

આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

ગભરાયેલો હતો

ગભરાયેલો હતો

તનુજ વીરવાણીએ જણાવ્યું - માતા સાથે કામ કરતાં હું થોડોક ગભરાયેલો હતો, પણ માતાએ મને સહજ કર્યાં.

તનુશ્રી ચૅટર્જી બાસુ દિગ્દર્શક

તનુશ્રી ચૅટર્જી બાસુ દિગ્દર્શક

પુરાની જિંસ ફિલ્મનું દિગ્દર્શન તનુશ્રી ચૅટર્જી બાસુ કરી રહ્યાં છે. ફિલ્મમાં આદિયા સીલ તેમજ ઇસાબેલે લિટે કામ કરી રહ્યાં છે.

માતા ત્યાગની મૂર્તિ

માતા ત્યાગની મૂર્તિ

તનુજે માતા રતિ અગ્નિહોત્રીને ત્યાગના મૂર્તિ ગણાવતાં જણાવ્યું - એક બહેતરીન અભિનેત્રી હોવા સાથે તેઓ એક સારા માતા પણ છે. તેમણે મારા માટે પોતાનું કૅરિયર છોડી દીધું કે જ્યારે કૅરિયર ઊંચાઇએ હતું. હું તેમનું ખૂબ જ સન્માન કરુ છું. બધુ કુર્બાન કરી દેવું આસાન થી.

લવ યૂ સોણિયો કાલે રિલીઝ થશે

લવ યૂ સોણિયો કાલે રિલીઝ થશે

તનુજ વીરવાણીની પ્રથમ બૉલીવુડ ફિલ્મ લવ યૂ સોણિયો આવતીકાલે રિલ.

મિસ ઇન્ડિયા નેહા હિંગે હીરોઇન

મિસ ઇન્ડિયા નેહા હિંગે હીરોઇન

લવ યૂ સોણિયોમાં તનુજના નાયિકા બન્યાં છે નેહા હિંગે. તેઓ 2010માં મિસ ઇન્ડિયા રહી ચુક્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X