Akshay-Raveena: પ્રેમ, સગાઈ, ચીટિંગ...બધુ ભૂલીને અક્ષય કુમારના ગળે મળી રવીના ટંડન
Akshay Kumar- Raveena Tandon: અભિનેતા અક્ષય કુમાર અને રવિના ટંડન વર્ષો પછી એક કાર્યક્રમમાં ગળે મળતા જોવા મળ્યા હતા. જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
તેઓએ હિન્દુસ્તાન ટાઇમ્સ ઇન્ડિયાની મોસ્ટ સ્ટાઇલિશ 2023 ઇવેન્ટમાં સ્ટેજ શેર કર્યુ. ઇવેન્ટમાં, બંને કલાકારો એકબીજાની બાજુમાં બેઠા હતા અને જાહેરાત દરમિયાન વાતચીત કરતા જોવા મળ્યા હતા.

આ એવોર્ડ શોમાં અક્ષય કુમારે 'સ્ટાઈલ હોલ ઓફ ફેમ - મેલ' એવોર્ડ જીત્યો હતો. રવિનાએ તેને એવોર્ડ આપ્યો હતો. એક વીડિયોમાં તે અક્ષયના નામની વિજેતા તરીકે જાહેરાત કરતી જોવા મળે છે. આ સાંભળીને એક્ટર પોતાની ખુરશી પરથી ઉઠે છે અને રવીનાને ગળે મળવા સ્ટેજ પર જાય છે.
અક્ષય કુમાર અને રવિના ટંડનને આ રીતે સાથે જોઈને ફેન્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું- 'ઇમ્પોસિબલ'.. જ્યારે બીજાએ લખ્યું- 'કોઈક ઝડપથી તેમને આગામી ફિલ્મમાં કાસ્ટ કરો..'
રવિના ટંડન અને અક્ષય કુમારનો ઈતિહાસ ફિલ્મ મોહરાથી શરૂ થયો હતો. આ ફિલ્મ સાથેની તેમની જોડી રીલ અને રિયલ બંનેમાં સુપરહિટ રહી હતી. આ ફિલ્મ રિલીઝ થયા પછી તરત જ બંને રિલેશનશિપમાં આવી ગયા હતા. બંને વિશે ગપસપ થતી હતી પરંતુ આ સંબંધ ત્યારે સમાપ્ત થઈ ગયો જ્યારે રવીનાને ખબર પડી કે અક્ષય કુમાર તેની બેસ્ટ ફ્રેન્ડ શિલ્પા શેટ્ટી સાથે અફેર છે.
#AkshayKumar𓃵 #raveenatandon After Long Time Akshay Raveena Come Together For Award Show 😍 @akshaykumar@TandonRaveena pic.twitter.com/juYBIMIsMu
— Abhijeet Kumar (@Its_Abhijeet_91) May 7, 2023
એક ઈન્ટરવ્યુમાં રવિનાએ કહ્યું કે હું સામાન્ય જીવન જીવવા માંગતી હતી. તેથી મારી સગાઈ એ વ્યક્તિ સાથે કરી જે મારી કોઈ જાણતી હોય. એમ વિચારીને મે મારી કારકિર્દી પહેલા છોડી દીધી હતી અને નક્કી કર્યુ હતુ કે મારા શૂટિંગના છેલ્લા દિવસે અમે લગ્ન કરીશું. નોંધપાત્ર રીતે, અક્ષય કુમાર અને રવિના ટંડનની સગાઈ એક મંદિરમાં થઈ હતી. તે એક ભવ્ય કાર્યક્રમ હતો, જ્યાં પંડિત સહિત બંને બાજુના પરિવારો હાજર હતા.
રવિનાએ કહ્યું કે અક્ષય દરેક છોકરીને પ્રપોઝ કરી દેતો હતો. અને અપેક્ષા રાખતો હતો કે હું તેને માફ કરી દઉ. મે ત્રણ વર્ષ સુધી આ કર્યુ પરંતુ પછી મે વિચાર્યુ કે તે કેટલો સમય ચાલશે. તેથી જ મે આ સિલસિલો સમાપ્ત કરી દીધો.












Click it and Unblock the Notifications
