શાહરુખ ખાન તૈયાર કરી રહ્યા છે નવો શાહરુખ ખાન.. પોતાના જેવો મલ્ટી ટેલેંટેડ!

Subscribe to Oneindia News

લાગે છે કે શાહરુખ ખાન પોતાના દીકરા અબરામને એકદમ પોતાના જેવો મલ્ટી ટેલેંટેડ બનાવી રહ્યા છે જેને દરેક વસ્તુમાં રસ હોય. વાસ્તવમાં, શાહરુખ ખાન અને અબરામની એક તસવીર ઘણી વાયરલ થઇ રહી છે જેમાં અબરામ શાહરુખ ખાન સાથે પ્લાંટિંગ કરી રહ્યો છે. આ તસવીર ઘણી ક્યૂટ છે અને સાથે જ શાહરુખ ખાનની પણ પ્રશંસા કરવી જોઇએ કે આટલી નાની ઉંમરમાં અબરામને બધુ જ શીખવાડી રહ્યા છે.


શાહરુખ પોતે મલ્ટી ટેલેંટેડ છે તો એ જરુર ઇચ્છશે કે તેના બાળકો પણ મલ્ટી ટેલેંટેડ જ હોય. અબરામ લાગે છે પણ એકદમ શાહરુખ ખાન જેવો અને હવે શાહરુખ તેને પોતાના જેવો બનાવી રહ્યા છે. એવુ લાગે છે કે 2 દાયકા પછી બીજો એક યુવાન શાહરુખ ખાન આપણી સામે ઉભો હશે. જુઓ અબરામની કેટલીક એવી તસવીરો જે બતાવે છે કે શાહરુખ તેને પોતાના જેવો બનાવી રહ્યા છે.

shahrukh 1


પ્લાંટિંગ


શાહરુખ ખાન સાથે પ્લાંટિંગ કરતો અબરામ. અબરામના ચહેરા પરની ખુશી પણ જોવા જેવી છે.

shahrukh 2


રમતગમત

અબરામને દર વર્ષે શાહરુખ ખાન આઇપીએલ વખતે ઇડન ગાર્ડન પર જરુરથી લઇ જાય છે. તેનુ માનવુ છે કે અબરામને અત્યારથી રમતગમતમાં રસ પડવો જોઇએ. તમને ખબર હશે કે શાહરુખ પોતે પણ રમતગમતનો શોખીન છે અને તે કોલેજની ફૂટબોલ ટીમનો કેપ્ટન પણ રહી ચૂક્યો છે.

shahrukh 3


ડ્રોઇંગ

આટલો નાનો છોકરો ડ્રોઇંગ ના બનાવી શકે પરંતુ હાથમાં પેંસિલ અને ડ્રોઇંગબુક લઇને બેસી તો શકે. મસ્તી મસ્તીમાં પાઠશાળા ખોલી દીધી.

shahrukh 4


ડાંસિંગ

ડાંસ તો અબરામ પોતે કરી લે છે અને તેનો વીડિયો તમે જોયો પણ હશે.

shahrukh 5


અભિનયની શરુઆત થઇ ચૂકી છે

અબરામને ફરાહ ખાન પહેલા જ પોતાની ફિલ્મ 'હેપી ન્યૂ યર' માં ઇંટ્રોડ્યુસ કરી ચૂકી છે અને તેમાં તે બહુ જ ક્યૂટ લાગતો હતો.

shahrukh 6


કેમેરાનો ડર નહિ

અબરામ કેમેરા સામે ડરતો નથી. તમે પણ તેનો ફોટોશૂટ જોયો હશે જ્યારે તે 2 વર્ષનો હતો. સુંદર પોઝ સાથે તેણે કેવી જોરદાર તસવીરો પડાવી હતી.

shahrukh 7


ક્લીન ઇંડિયા

જી હા, ક્લીન ઇંડિયા કેમ્પેઇન સમયે શાહરુખ ખાને અબરામની આ તસવીરો મૂકી હતી અને કહ્યુ હતુ કે ક્લીન ઇંડિયા કેમ્પેઇનનો નવો સભ્ય અબરામ છે. સફાઇ માટે બાળપણથી જાગૃત.

shahrukh 8


આ પણ શીખી લીધુ

જે બાકી રહેતુ હતુ તે કરણ જોહરે પાઉટિંગ અને સેલ્ફી લેતા શીખવાડીને પૂરુ કરી દીધુ. અત્યારે અબરામ માત્ર 3 વર્ષનો છે. આગળ ખબર નહિ શાહરુખ ખાન તેને કેટલી ટ્રેનિંગ આપવાનો છે.

English summary
Recently a pic of Abram planting with Shahrukh went viral, it seems like Shahrukh Khan is making Abram multidimensional, see his few pics.
Please Wait while comments are loading...